________________
ૐ ।
ક્રમ છે. યથાર્થ કાર્ય પદ્ધતિ છે. અવિધિએ કાર્ય થઈ શકતું નથી; છતાં કરવાનો ઉદ્યમ કરે તો મિથ્યાત્ત્વ દ્દઢ થાય છે. તાત્પર્ય એ છે કે ‘અંતરની રુચિ વગર અંતરમાં જવાતું નથી’.
આત્મ -રુચિના સદ્ભાવમાં સ્વરૂપ પ્રાપ્તકરવું સહજ – સુગમ લાગે છે. રુચિ વગર ‘તે’ અઘરું અથવા કઠણ લાગે છે.
♦ સ્વરૂપની અરુચિને લીધે જીવ મોક્ષમાર્ગને કઠણ સમજીને બીજો કોઈ સહેલો માર્ગ અપનાવે છે અને તેથી ઉન્માર્ગે ચડી જાય છે; એવા જીવને અધ્યાત્ત્વ વિષયનો નિષેધ વર્તે છે.
•
સ્વરૂપ અરુચિને લીધે અન્ય પ્રવૃત્તિ સંબંધિત કુતુહલ અને રાગ રહ્યા કરે છે અને અંતર્મુખનો પુરુષાર્થ ‘પછી કરીશ...’ તેવા પરિણામ રહે છે.
• આત્મકલ્યાણનીઈચ્છા અનંતકાળમાં અનંતવારથવાછતાં અને તદનુસાર બાહ્યક્રિયા કરવા છતાં સ્વરૂપની યથાર્થ રુચિના અભાવને લીધે જ તેમાં સફળતા મળી નથી, તે ધ્યાનમાં લેવા યોગ્ય છે.
• સ્વરૂપ-રુચિને લીધે સ્વરૂપનું અનહદ આકર્ષણ રહે છે. જેથી અન્ય સર્વ સહજપણે વિસ્તૃત થઈ જાય છે. અરે ! રુચિ સ્વયં પોતાને પણ ભૂલીને પ્રવર્તે છે; અને રુચિના વિષયમાં કેટલો સમય પસાર થઈ જાય છે તેનો પણ ખ્યાલ રહેતો નથી.
જેને જેવી રુચિ હોય તે તેવા જ રુચિવાળાનો સંગ કરે છે જેથી પોતાની રુચિને પોષણ મળે અને તેવા જ નિમિત્તોની કૃત-કારિત અનુમોદના કરે છે.આ કારણથી માણસની સંગત ઉપરથી તેની યોગ્યતા/રુચિ નું માપ થાય છે. મૃત્યુ સમયે પણ જેની રુચિ હોય તે વિષયની મુખ્યતાવાળા પરિણામ સહજ જ ઉત્પન્ન થઈ આવે છે . આવા દુઃષમકાળે અધ્યાત્મની આવી સૂક્ષ્મ વાત રુચે તે વિશેષતા છે; તેને વધુ ભવ હોય નહિ.
મિથ્યાત્ત્વ તીવ્ર થવાથી જીવને દોષની રુચિ થાય છે. પરંતુ દર્શનમોહનો અનુભાગ ઘટવાથી જીવને ગુણની-સ્વભાવની રુચિ થાય છે, તે જીવ સમ્યક્ત્ત્વનો અધિકારી થાય છે.
• અનાદિથી પર્યાય બુદ્ધિ થયો થકો, પર્યાય માત્રમાં રુચિ વડે મૂર્છિત થયો થકો, પર્યાય મૂઢ થયેલ છે, તેથી તેને નિશ્ચય સ્વરૂપની અરુચિ વર્તે છે. પર્યાયની રુચિને લીધે રાગ અને પરની રુચિ સહજ થાય છે, જે સર્વ પ્રકારના દોષ અને દોષની પરંપરા સર્જવાનું મૂળ કારણ છે.
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org