Book Title: Jain Darshan Amulya Tattva Chintan
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 326
________________ ૩૧૭ વિપરીતાભિનિવેશરહિત જીવ-અજવાદિતત્ત્વાર્થોનું શ્રદ્ધાનસદાકાળ કરવા યોગ્ય છે. એ શ્રદ્ધાન આત્માનું સ્વરૂપ છે, દર્શને મોહરૂપ ઉપાધિ દૂર થતાં પ્રગટ થાય છે. માટે આત્માનો સ્વભાવ છે. ચતુર્યાદિ ગુણસ્થાનમાં પ્રગટ થાય છે, પછી સિદ્ધ અવસ્થામાં પણ સદાકાળ તેનો સદ્દભાવ રહે છે-એમ જાણવું. સાત તત્ત્વની ભૂલ યથાર્થપણે શુદ્ધાત્મ દ્રષ્ટિ દ્વારા જીવ, અજીવ, આસવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ એ સાત તત્ત્વની શ્રદ્ધા કરવાથી સમ્યગ્દર્શન થાય છે. આ સાતે તત્ત્વોનું વિપરીત શ્રદ્ધાન કરવું તેને અગ્રહિત મિથ્યાદર્શન કહે છે. જીવજ્ઞાન-દર્શનઉપયોગસ્વરૂપ અર્થાતજ્ઞાતા-દ્રષ્ય છે, અમૂર્તિક, ચૈતન્યમય અને ઉપમારહિત છે. પગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ એ પાંચ અજીવ દ્રવ્ય છે. જીવ ત્રિકાળ જ્ઞાનસ્વરૂપ, ચૈતન્ય પુદ્ગલાદિ દ્રવ્યોથી જુદો છે; પણ મિથ્યાષ્ટિજીવ આત્માના સ્વભાવની યથાર્થ શ્રદ્ધા નહિ કરતાં અજ્ઞાનવશ ઉલટું માનીને, શરીર તે હું જ છું, શરીરના કાર્ય હું કરી શકું છું, મારી ઈચ્છાનુસાર શરીરની વ્યવસ્થા રાખી શકું છું એમ શરીરને આત્મા માને છે. જીવ તત્તવની ભૂલ જીવ તો ત્રિકાળ જ્ઞાન સ્વરૂપ છે તેને અજ્ઞાની જીવ જાણતો નથી. જે શરીર તે હું જ છું, શરીરના કાર્ય હું કરી શકું છું, શરીર સ્વસ્થ હોયતો મને લાભ થાય, બાહ્ય અનુકુળ સંયોગોથી હું સુખી અને પ્રતિકુળ સંયોગથી હું દુઃખી, હું નિર્ધન, હું ધનવાન, હું બળવાન, હુંનિર્બળ છું, હું મનુષ્ય, હુંકુરૂપ, હું સુંદરએમ માને છે. શરીર આશ્રિત ઉપદેશ અને ઉપવાસાદિ ક્રિયાઓમાં પોતાપણું માને છે એ વગેરે મિથ્યા અભિપ્રાય વડે જે પોતાના પરિણામ નથી પણ બધાય પર પદાર્થના જ પરિણામ છે તેને આત્માના પરિણામ માને છે, તે જીવ તત્ત્વની ભૂલ છે. જીવને તે અજીવ માને છે. આજીવતરની ભૂલ મિથ્યાષ્ટિજીવ એમ માને છે કે શરીરની ઉત્પત્તિ (સંયોગ) થતાં હું જમ્યો અને શરીરનો નાશ (વિયોગી) થવાથી હું મરી જઈશ. (આત્માનું મરણ માને છે) ધન, શરીરાદિ જડ પદાર્થોમાં પરિવર્તન થતાં પોતાનામાં ઈષ્ટ-અનિષ્ટ પરિવર્તન માનવું, શરીરની ઉષ્ણ અવસ્થા થતાં મને તાવ આવ્યો, શરીરમાં સુધા, તૃષારૂપ અવસ્થા થતાં મને સુધા-તૃષાદિ થાય છે, શરીર કપાતાં હું Jain Education International : For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346