________________
૩૨૪
છે, પરમાર્થ સૂક્ષ્મ શુદ્ધ નિશ્ચય નયથી તે પણ જીવનું સ્વરૂપ નથી. આ ભેદ જ્ઞાનની પરાકાષ્ઠા છે.
ધર્મનો મર્મ શું છે ? ભેદ વિજ્ઞાન. કેવી રીતે ? આત્મા પોતાના સ્વભાવ સામર્થ્યથી પૂર્ણ છે. પરથી અત્યંત જુદો છે એમ સ્વ-પરની ભિન્નતાને જાણીને સ્વ દ્રવ્યના અનુભવથી આત્મા શુદ્ધતાને પામે તે ધર્મનો મર્મ છે. ભેઠ જ્ઞાન ક્યાં સુધી ભાવવું ?
અચ્છિનધારાથી ભેઠ જ્ઞાન ત્યાં સુધી ભાવવું કે જ્યાં સુધી જ્ઞાન જ્ઞાનમાં ઠરી જાય. પહેલાં પરથી ભિન્ન શુદ્ધાત્માની ભાવના કરતાં કરતાં જ્ઞાન જ્ઞાનમાં કરતાં રાગાઢિ ભિન્ન થઈને સમ્યજ્ઞાન થાય છે. ત્યાર પછી પણ પરથી ભિન્ન એવા શુદ્ધાત્માની સતત ભાવના કરતાં કરતાં કેવળજ્ઞાન થાય છે. માટે કેવળજ્ઞાન થતાં સુધી અચ્છિન્નધારાથી ભેઠ જ્ઞાન ભાવવું. આ ભેદ જ્ઞાનની ભાવના તે રાગરૂપ નથી પણ શુદ્ધ આત્માના અનુભવરૂપ છે એમ સમજવું. ઉપયોગ પરમાં બહારમાં જાય છે તેને અંદર સ્વમાં લઈ જવાનો છે. ઉપયોગને સ્વમાં લઈ જવો તેને ઊંડો લઈ જવો ક્યો છે. ઊંડો એટલે આઘો દૂર લઈ જવાનો નથી પણ અંદર સ્વમાં તળ સુધી લઈ જવાનો છે. ઉપયોગ સ્વમાં વળતાં ઢળતાં આત્માના દર્શન થાય છે.
આત્મા અને રાગની સંધી અતિ સૂક્ષ્મ છે, ઘણી જ દુર્લક્ષ છે, દુર્લભ છે. તો પણ અશક્ય નથી. રાગથી ભિન્ન પડવું તે સાધન છે પ્રજ્ઞાછીણી-ભગવતી પ્રજ્ઞા જ એક સાધન છે. જ્ઞાન ઉપયોગને અતિ સૂક્ષ્મ કરતાં, ઝીણો કરતાં લક્ષમાં આવી શકે છે.
ભગવાનની ભક્તિ કરવી, પૂજા કરવી, પઠન-પાઠન, વ્રત-તપ આદિ કરવા એ કોઈ રાગ અને આત્માને ભિન્ન કરવાના સાધન નથી. પંચ મહાવ્રતના પરિણામો કે શુક્લ લેશ્યાના કષાયની મંદતાના પરિણામો તે અતિ સૂક્ષ્મ કે દુર્લક્ષ નથી પણ આત્મા અતિ સૂક્ષ્મ છે. તેથી ઉપયોગ અતિ સૂક્ષ્મ કરવાની
આ વાત છે. રાગથી જુદા પડવામાં પ્રજ્ઞા જ એક સાધન છે. રાગથી ભિન્ન સ્વભાવ સન્મુખ ઝુકાવ કરવો, સ્વભાવ સન્મુખ એકાગ્રતા કરવી, ઢળવું એ જ એક સાધન છે. રાગથી જુદા પડવામાં જ્ઞાન સિવાય કોઈ બીજું સાધન છે જ નહિ અને આ છે ભેદ વિજ્ઞાનની ક્ળા! પુરુષાર્થ કરીને ઉપયોગ ને સ્વભાવ સન્મુખ સૂક્ષ્મ કરે તો આત્મા અને રાગની સંધિ દેખાય અને પ્રાછીણીથી તે છૂટા કરી શકાય. આ જ છે ભેદ વિજ્ઞાન !
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org