Book Title: Jain Darshan Amulya Tattva Chintan
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 334
________________ | સ્વાનભૂતિની ચર્ચા પ્રઃ શુદ્ધ આત્મતત્ત્વનું ધ્યાન કોણ કરી શકે? અને તેને માટેની પાત્રતાકેવી હોય - તે કહો. ઉઃ + આત્મતત્ત્વ ઘણું અદ્ભુત છે. અચિંત્ય મહિમાવાળું છે. * પ્રથમ જેણે જૈન ધર્મના જ્ઞાની અનુભવી પાસેથી આત્મતત્ત્વનું યથાર્થ સ્વરૂપનક્કી કર્યું હોય તેના શુદ્ધદ્રવ્ય-ગુણ-પર્યાયોને રાગથી વિભક્તિ અને ચૈતન્ય સ્વરૂપથી એકજ્વરૂપ જાણ્યા હોય. તેને જાણતાંચતન્યરસની અતિ મીઠાસ-લગની લાગી હોય અને રાગના રસ પ્રત્યે ઉદાસીનતા થઈ ગઈ હોય એવો મુમુક્ષુ જીવવિષયક્ષાયોથી વિરક્ત થઈ શાંત પરિણામ વડે ચેતન્યના અનુભવમાટે ચિત્તને આત્મામાં એકાગ્ર કરવા મથતો હોય છે. એવા સુપાત્ર જીવને જ્યારે ચેતન્ય રસની પરાકાષ્ટા થાય છે ત્યારે તેનો ઉપયોગ આત્મ સન્મુખ એકાગ્ર થઈ જાય છે, તે સ્વાનુભૂતિ છે. તે સહજ થાય છે. પ્રઃ તે સ્વાનુભુતિ વખતે અંદર શું દેખાય છે? ઉઃ એ વખતે આત્માએ પોતે આત્માને દેખ્યો.દેખનાર અને દેખવા યોગ્ય વસ્તુ (શુદ્ધનય અને તેનો વિષય જ્ઞાયક) એવા ભાવ-ભેદરૂપ જુદાઈ પણ તે વખતે ન હતી. એકાકાર આત્મા સર્વ ગુણોના રસ સહિત પોતે પોતાને અનુભવતો હોય છે. વચનાતીત અને વિકલ્પાતીત છે આ આત્માનુભૂતિ. આશ્ચર્યથી પણ પાર એવા પરમ શાંત રસરૂપે આત્મા પોતે જ, પ્રત્યક્ષ અતીન્દ્રિય જ્ઞાનના સ્વાદમાં આવતો હોય છે. ત્યાં ઈન્દ્રિયો નથી, રાગ નથી અને દ્રવ્ય, ગુણ, પર્યાયના કોઈ ભેદ પણ નથી. એકલો શાયક-આત્મા પોતે પોતાના આનંદમાં લીન થઈને સર્વોપરી પરમતત્ત્વપણે પ્રકાશતો હોય છે. પહેલી વારની અપૂર્વ સ્વાનુભૂતિ વખતે ત્યાં જાણે આત્માના અસંખ્ય પ્રદેશોની અંદર આનંદનો કોઈ મોટો ધરતીકંપ થતો હોય! પરમ સુખદાય છે. પોતાના સર્વે ગુણોનો શાંત અતીન્દ્રિય રસ એક સાથે સ્વાદમાં આવે છે અને પ્રભુ સિદ્ધ જેવી વીતરાગી તૃપ્તિ વેઠાય છે. પ્રઃ એ સ્વાનુભૂતિ વખતે નિર્વિકલ્પ ઉપયોગમાં સ્વ-પર પ્રકારાપણું કઈ રીતે હોય છે? ઉઃ તે વખતે અંતર્મુખ ઉપયોગમાં માત્ર આત્મા પ્રકાશન છે, આત્મા જ સ્વય આ છે; પોતે જ જ્ઞાતા અને પોતે જ જોય-એમણેય શાયકનું અભિન્નપણું છે. તે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346