________________
૨ ૭૫
જ્ઞાયક જ છે – પોતે જાણનારો માટે પોતેકર્તા અને પોતાને જાણ્યો માટે પોતે જ કર્મ. (જેમ દીપક ઘટપટાદિને પ્રકાશિતકરવાની અવસ્થામાંય દીપક અને પોતાને– પોતાની જયોતિરૂપ શિખાને પ્રકાશવાની અવસ્થામાં પણ દિપક જ છે. અન્ય કાંઈ નથી તેમ જ્ઞાયકનું સમજવું.)
‘જ્ઞાયક’ એવું નામ પણ તેને શેયને જાણવાથી આપવામાં આવે છે કારણકે જ્ઞેયનું પ્રતિબિંબ જયારે ઝળકે છે ત્યારે જ્ઞાનમાં તેવું જ અનુભવાય છે. તો પણ જ્ઞેયકૃત અશુદ્ધતા તેને નથી કારણકે જેવું જ્ઞેય જ્ઞાનમાં પ્રતિભાસિત થયું તેવો જ્ઞાયકનો અનુભવ કરતાં જ્ઞાયક જ છે. ‘‘આ હું જાણનારો છું તે જ હું છું અન્ય કોઈ નથી’’ એવો પોતાને પોતાનો અભેદ રૂપ અનુભવ થયો ત્યારે એ જાણવારૂપ ક્રિયાનો કર્તા પોતે જ અને જેને જાણ્યું તે કર્મ પણ પોતે જ છે. એવો એક જ્ઞાયકપણા માત્ર પોતે શુદ્ધ છે.
‘જે જ્ઞાયકપણે જણાયો તે જ છે, બીજો કોઈ નથી,’ અહીં ાયકને જાણનાર પર્યાયની વાત કરી. શાયકને જાણનારી પર્યાય જ્ઞાયકની પોતાની જ છે, એ પર્યાયનો કર્તા પોતે જ છે. જ્ઞાનની પર્યાય તે અન્ય જ્ઞેયનું કાર્ય છે વા નિમિત્તનું કાર્ય છે એમ નથી. પોતે શાયક ભાવ જે પર્યાયમાં જણાયો તેમાં ભલે જ્ઞેયનું જ્ઞાન હોય, પણ એ જ્ઞાન જ્ઞેયનું કાર્ય નથી, પોતાનું કાર્ય છે. આ જ્ઞાયક ભાવને જાણવો, અનુભવવો એ સર્વ સિદ્ધાંતનો સાર છે. જ્ઞાયક ભાવની દ્દષ્ટિ થતાં જે શુદ્ધતા પ્રગટી એને એ શુદ્ધતામાં સ્વનું અને પરનું જ્ઞાન પરિણમન થયું. એ જ્ઞાન પરનું નિમિત્તનું કે જ્ઞેયનું કાર્ય છે એમ નથી. પોતાના જ્ઞાનની પર્યાય જે પરિણમી તેનો કર્તા પોતે છે અને જે પર્યાય પરિણમી તે એ એનું પોતાનું કાર્ય છે.
♦ ‘નિત્ય ઉદ્યોતરૂપ હેાવાથી ક્ષણિક નથી’ એટલે વર્તમાનમાં છે, એવો ને એવો ત્રિકાળ છે. વર્તમાન – વર્તમાનપણે પોતે કાયમ રહેનારો ત્રિકાળ છે. ‘‘અને સ્પષ્ટ પ્રકાશમાન જયોતિ’ છે. પરની અપેક્ષા રાખ્યા વિના પોતે પોતાને જ્ઞાનમાં સ્પષ્ટ પ્રત્યક્ષ જણાય એવી ચૈતન્ય જ્યોતિ પોતે છે. આત્મા પોતાના સ્વભાવ વડે જણાય એવો પ્રત્યક્ષ જ્ઞાતા છે. ભગવાન આત્મા મતિ, શ્રુત જ્ઞાનમાં પોતાથી પ્રત્યક્ષ જણાય એવી ચૈતન્યજયોતિ છે, પરોક્ષ રહે કે ઢંકાયેલા રહે એવો આત્મા છે જ નહિ.
દાહ્ય એટલે બળવા યોગ્ય પદાર્થના આકારે થવાથી અગ્નિને દહન કહેવાય છે. છાણાં, લાકડાં વગેરેને દાહ્ય કહેવાય છે. અગ્નિ તેના આકારે થાય છે તેથી અગ્નિ ને દહન કહેવાય છે. તો પણઠાહ્યકૃત અશુદ્ધતા તેને નથી. બળવા યોગ્ય
For Personal & Private Use Only
www.jainelibrary.org
Jain Education International