________________
સ્વરૂપલક્ષે જ સાધના હોવી ઘટે જેથી શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થાય. સમ્યફદર્શન અર્થ શબ્દાર્થ સમ્યકત્ત્વ એટલે નિર્મળ શ્રદ્ધા, વિશ્વાસ, આત્માની પ્રતીતિ, લક્ષ અને અનુભવ. સમકિત એટલે સાચી માન્યતા, યથાર્થ શ્રદ્ધા. આત્મા નામના નિર્મળ તેજનો નિર્ણય કરવો અર્થાત્ પોતાના શુદ્ધ આંત્મ સ્વરૂપમાં રુચિ ઉત્પન્ન થવી અર્થાત્ તે જ પદાર્થનીતે જ સ્વરૂપે પ્રતીતિ થાય, તે જ પ્રમાણે આત્મા સાક્ષાત્ ભાસે તે જ પ્રમાણે તેનો અનુભવ થાય તે સમ્યગ્દર્શન છે. તે જ આત્મસ્વરૂપના યથાર્થ જ્ઞાનને સમ્માન કહેવામાં આવે છે. તે જ આત્મસ્વરૂપમાં લીન થઈ જવાને સખ્યારિત્ર કહેવામાં આવે છે. આત્માના શુદ્ધ સ્વભાવનું યથાર્થ શ્રદ્ધાન તે નિશ્ચય સમ્યગ્દર્શન છે. સમ્યકત્ત્વનો અર્થ છે સચ્ચાઈ. પોતાના અસ્તિત્ત્વની સચ્ચાઈનો અનુભવ
એનું જ નામ સમ્યગ્દર્શન. • 'દર્શન’ શબ્દની ઉત્પત્તિ ધાતુથી થઈ છે. જેનો શાબ્દિક અર્થ છે દેખવું -
જોવું પ્રત્યક્ષ જાણવું. આલોચનાત્મક વ્યાખ્યા અથવા તપૂર્ણ નિરીક્ષણ દર્શન” નો અર્થ છે. આધ્યાત્મિક દર્શન પણ થાય છે. જેનો ભાવ એ છે કે સંપૂર્ણ સત્યને આત્માની સન્મુખ ઉપસ્થિત કરવું તે. સત્યના સ્વભાવનો યથાર્થનિર્ણય કરી તેનું યથાર્થ શ્રદ્ધાનકરવું તે સમ્યકદર્શન
• સમ્યકત્વ એટલે જે છે તે યથાર્થ ઉચિત સત્ય.
સમ્યકત્ત્વનો વિરોધી શબ્દ છે મિથ્યાત્વ. મિથ્યાત્વ એટલે વિપરીત અથવા સત્યથી વિરોધી-જેનાથી તે છે એમ માનવું અથવા તો જે જેમ છે તેમ નથી
એ માનવું. • આત્મા સતુ છે. તેની શ્રદ્ધા એ સમકિત છે. એ એક જ સત્ય છે.
યથાયોગ્ય આત્માને જાણવું એ સમ્યજ્ઞાન છે. યથા યોગ્ય આત્માનું શ્રદ્ધાન થવું એ સમ્યગ્દર્શન છે. સમ્યગ્દર્શનમાં દર્શન નો પ્રયોગ શ્રદ્ધાનનાં અર્થમાં છે. સામાન્ય અવલોકન કે દેખવું એવા અર્થમાં નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org