________________
♦ ૐ ૐ
અવગ્રહ : ચેતનામાં જે થોડો વિશેષાકાર ભાસવા લાગે તે પહેલા થનારું જ્ઞાન અવગ્રહથી ગ્રહણ કરવામાં આવેલ અર્થને વિશેષ જાણવાની આકાંક્ષા તે ‘ઈહા’ છે. વિશેષ પરીક્ષા કરવાને ‘ઈહાજ્ઞાન’ કહે છે. આ સંદેહ રૂપ નથી. ઈહાજ્ઞાનથી જાણેલા પદાર્થ વિષયક સંદેહનું દૂર થવું તે ‘અવાય’ (નિર્ણય) છે. ‘ધારણા' અવાયથી નિર્ણય કરેલા પદાર્થને કાળાંતરે ન ભૂલવો તે ધારણા છે.
શ્રુતજ્ઞાનમાં ત્રણ પ્રકાર પડે છે.
* સંપૂર્ણ પરોક્ષ ⭑ અંશે પરોક્ષ
* પ્રત્યક્ષ
⭑
* શબ્દરૂપશ્રુતજ્ઞાનછે તે પરોક્ષજ છે; તેમજ દૂર એવા સ્વર્ગ-નરકાદિ બાહ્ય વિષયોનું જ્ઞાન કરાવવાળું વિકલ્પરૂપ જે જ્ઞાન છે તે પણ પરોક્ષ જ છે. * આવ્યંતરમાં સુખદુઃખના વિકલ્પરૂપ જે જ્ઞાન થાય છે તે અથવા ‘હું અનંતજ્ઞાનાદિરૂપછું’ એવુંજેજ્ઞાનતેઈષત્-પરોક્ષ છે. (ઈષત્= કિંચિત) જે નિશ્ચય ભાવશ્રુતજ્ઞાન છે તે શુદ્ધાત્માની સન્મુખ હોવાથી સુખસંવિતિ (જ્ઞાન) સ્વરૂપ છે. તે જ્ઞાન જોકે પોતાને જાણે છે તો પણ ઈન્દ્રિયો તથા મનથી ઉત્પન્ન થતા વિકલ્પોના સમૂહથી રહિત હોવાના કારણે નિર્વિકલ્પ છે; તે જો કે કેવળજ્ઞાનની અપેક્ષાએ પરોક્ષ છે તો પણ છદ્મસ્થોને ક્ષાયિક જ્ઞાનની પ્રાપ્તિ ન હોવાથી, ક્ષાયોપરામિક હોવા છતાં તેને પ્રત્યક્ષ કહેવામાં આવે છે.
પહેલા સૂત્રમાં મતિશ્રુતને પરોક્ષ કહ્યું છે તે સામાન્યથન છે; ઉપર જે ભાવશ્રુતજ્ઞાનને પ્રત્યક્ષ કહ્યું તે વિશેષ કથન છે. પ્રત્યક્ષનું ક્થન વિશેષની અપેક્ષાએ છે એમ સમજવું.
જો મતિ-શ્રુત બન્ને માત્ર પરોક્ષ જ હોય તો સુખદુઃ ખાદિનું જે જ્ઞાન થાય છે તે પણ પરોક્ષ જ હોત પણ તે સંવેદન પ્રત્યક્ષ છે, એમ દરેક જાણે છે. અવધિ- મનઃ પર્યવ અને કેવળજ્ઞાન પ્રત્યક્ષ પ્રમાણ છે. અવધિજ્ઞાન અને મનઃ પર્યવ વિકલ-પ્રત્યક્ષ છે અને કેવળજ્ઞાનસકલ પ્રત્યક્ષ-પ્રતિ+અક્ષ ‘અક્ષ’ ના અર્થ આત્મા છે. આત્મા પ્રતિ જેનો નિયમ હોય એટલે પર નિમિત્ત-ઈન્દ્રિયો, મન, આલોક, ઉપદેશ વગેરે રહિત આત્માને આશ્રયે જે ઉપજે, જેમાં બીજું કાંઈ નિમિત્ત ન હોય એવું જ્ઞાન તે પ્રત્યક્ષજ્ઞાન કહેવાય છે. મતિજ્ઞાનના બીજાં નામો
મતિ, સ્મૃતિ, સંજ્ઞા, ચિંતા, અભિનિબોધ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org