________________
૨૫૬
- ઉત્તમ આકિંચન્ય
વ્યાખ્યા જ્ઞાનાનંદસ્વભાવી આત્મા સિવાય કિંચિત માત્ર પણ પર પદાર્થ તથા પરના લક્ષ્ય આત્મામાં ઉત્પન્ન થતા મોહ, રાગ, દ્વેષના ભાવ આત્માના નથી એમ જાણવું, માનવું અને જ્ઞાનાનંદ સ્વભાવી આત્માના આશ્રયે એ સર્વેથી નિવૃત થવું, એમને છોડવા એ જ ઉત્તમ આચિન્ય ધર્મ છે. પરમાં એકત્ત્વ બુદ્ધિ અને લીનતાનો અભાવ એ આકિંચન્ય છે. સ્વરૂપ આચિ ધર્મનો વિરોધી પરિગ્રહ છે. આકિંચન્યનું બીજું નામ અપરિગ્રહ પણ હોઈ શકે. પરિગ્રહ પણ બે પ્રકારના છે. ૧. બાહ્ય પરિગ્રહ ૨. અત્યંતર પરિગ્રહ. એના વિશેષ પ્રકાર આ પ્રમાણે છે. બાહ્ય પરિગ્રહ કસ પ્રકારના છે. ૧. ક્ષેત્ર
૫. ધન ૯. વસ્ત્ર * ૨. મકાન
૬. ધાન્ય ૧૦. વાસણ-રાચરચીલુ. ૩. ચાંદી
૭. દાસી ૪. સોનું
૮. દાસ " આત્મામાં ઉત્પન્ન થતાંમોહ-રાગ-દ્વેષાદિભાવરૂપ અત્યંતરપરિગ્રહ
છે. આ પરિગ્રહને નિશ્ચય પરિગ્રહ કહેવામાં આવે છે. તે ચૌદ પ્રકારના છે. ૧. મિથ્યાત્વ ૬. હાસ્ય ૧૧. જુગુપ્સા ૨. ક્રોધ
૭. રતિ ૧૨. પુરષદ ૩. માન
૮. અરતિ ૧૩. સ્ત્રીવેદ ૪. માયા
૯. શોક ૧૪. નપુસંક વેદ. ૫. લોભ
૧૦. ભય આ પ્રમાણે નિયતા અર્થાત્ આકિંચ ધર્મ માટે અત્યંતર અને બાહ્ય બન્ને પ્રકારના પરિગ્રહનો અભાવ (ત્યાગ) આવશ્યક છે. પરિગ્રહ પાપ છે. પાંચ પાપોમાં પરિગ્રહ એક પાપ છે. સર્વપાપનો બાપલોભ એ પણ એક પરિગ્રહ છે, પ્રધાન પરિગ્રહ છે. પરિગ્રહ સૌથી મોટું પાપ અને આકિંચ સૌથી મોટો ધર્મ. જગતમાં જેટલી પણ હિંસા, જૂઠ, ચોરી, કુશીલ, પ્રવૃત્તિઓ જોવામાં આવે છે એ સર્વનામૂળમાં પરિગ્રહ છે. મોહ, રાગ, દ્વેષાદ્ધિ વિકારી ભાવો પરિગ્રહ છે. એ ભાવોની ઉત્પત્તિનું નામ જ હિંસા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org