________________
२४६ વિચારવું જોઈએ કે તેઓ લોભને ધર્મ માની રહ્યા છે. લોભને પાપ નહિ, પાપનો બાપ કહેવામાં આવે છે. સૌથી આખર સુધી રહેવાવાળો લોભકષાય છે. તેથી સૌથી ભયંકર છે. પૂર્ણ પવિત્રતાને લક્ષમાં રાખીને જ લોભના અભાવનો શોચ ધર્મ કહ્યો છે. જેટલા અંશે કષાય ઘટે છે તેટલી શુચિતા આત્મામાં પ્રગટ થાય છે. ઉપાય * સ્વભાવથી તો આત્મા પરમ પવિત્ર જ છે. પર્યાયમાં જે મોહ, રાગ
ષની અપવિત્રતા છે તે આત્મજ્ઞાન, આત્મધ્યાન, શીલ સંયમના પ્રભાવથી જ થાય છે. * આત્માની પવિત્રતાજ્ઞાનાનંદસ્વભાવ અને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર છે.
તે માટે સ્વને જાણો, સ્વને માનો, સ્વનો અનુભવ કરી સ્વમાં સમાઈ જાઓ. * આત્મા પહેલા વીતરાગ બને છે પછી સર્વશ. આત્માની પવિત્રતા
વીતરાગતામાં છે. વીતરાગતા જ વાસ્તવિક શૌચ ધર્મ છે. પંચેન્દ્રિયોના વિષયો પ્રત્યેનો પ્રેમજ લોભ છે. ચેતન વિષયો પ્રત્યે ઉત્પન્ન રાગાત્મક ભાવને પ્રેમ કહેવામાં આવે છે. જ્યારે અચેતન પદાર્થો પ્રતિ ઉત્પન્ન રાગાત્મક ભાવને પ્રાયઃ લોભ કહેવામાં આવે છે. પણ મૂળમાં લોભ અને પ્રેમબન્ને એક જ છે. માટેરાગાદિભાવોના સ્વરૂપને સમજવાથી લોભ ઓછો થાય છે. જ્ઞાયમાં (સ્વભાવમાં) તો લોભ છે જ નહિ. જયારે પર્યાય પરમ પવિત્ર આત્મસ્વભાવનો આશ્રય લે છે તો એ પણ પવિત્ર થઈ જાય છે. “સ્વ” ના આશ્રયે પવિત્રતા પ્રગટ થાય છે. પવિત્ર સ્વભાવનો સ્પર્શ પામીને જે પર્યાય સ્વયં પવિત્ર થઈ જાય તે પર્યાયનું નામ જ શૌચ ધર્મ છે. * આત્માનુભૂતિ-સમ્યગ્દર્શનથી જ શૌચ ધર્મનો આરંભ થાય છે. * આત્મસન્મુખ બની આત્માનુભૂતિ પ્રાપ્ત કરી શૌચ ધર્મ પ્રાપ્ત થાય છે.
સર્વે એ પવિત્ર શૌચ ધર્મ પ્રાપ્ત કરે એ જ ભાવના! : ઉત્તમ સત્યઃ
ક્યાખ્યા? દ્રવ્યનું લક્ષણ સત્ છે. આત્મા પણ એક દ્રવ્ય છે. તેથી તે સત્ સ્વભાવી છે. સત્ સ્વભાવી આત્માના આશ્રયે આત્મામાં જે શાંતિ સ્વરૂપ વીતરાગ પરિણતિ ઉત્પન્ન થાય છે એને નિશ્ચયથી સત્યધર્મ કહે છે. સત્ય સાથે જોડેલો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org