________________
૨૧૬ * ક્ષીણમોહ મોહનીય કર્મનો અત્યંત ક્ષય થવાથી સ્ફટીક ભાજનવત
જળની માફક અત્યંત નિર્મળ અવિનાશી યથાખ્યાત ચારિત્રના ધારક મુનીને ક્ષીણ મોહનામનું બારમું ગુણસ્થાન થાય છે. એક શાતાવેદનીય માત્રનો બંધ થાય છે. સંયોગીકેવળી બધી જ પ્રકૃતિઓનો ક્ષય થવાથી લોકાલોક પ્રાશક કેવળજ્ઞાન તથા મનોયોગ, વચનયોગ અને કાયયોગના ધારક અરહંત ભદ્વારકને સંયોગી કેવળી નામે તેરમું ગુણસ્થાન પ્રાપ્ત થાય છે. તે જ કેવળી ભગવાન પોતાના દિવ્યધ્વનીથી ભવ્ય જીવોને મોક્ષમાર્ગનો ઉપદેશ આપીને મોક્ષમાર્ગનો પ્રકાશ કરે છે. અયોગીકેવળી મન, વચન, કાયા, નાયોગોથી રહિત કેવળજ્ઞાન સહિત અરહંત ભટ્ટારક (ભગવાન) ને ચોદમું ગુણસ્થાન પ્રાપ્ત થાય છે. આ ગુણસ્થાનનો કાળ એ, ઈ, ઉ, ઋ, લુ, એ પાંચ હૃસ્વસ્વરોના ઉચ્ચાર કરવાની બરાબર છે. બધી પ્રકૃતિઓનો નાશ કરીને અરહંત ભગવાન મોક્ષધામે (સિદ્ધશિલાએ) પધારે છે.
0 ܀ 0
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org