________________
૧૮.
સ્વાનુભૂતિની આ સિવાય બીજી કોઇ વિધી નથી. કોઈ બહારની ક્રિયા માર્ગ દેખાડતી નથી, જ્ઞાન જ માર્ગ દેખાડે છે. મોક્ષમાર્ગની શરૂઆત સાચી સમજણથી થાય છે, બીજી ક્રિયાથી નહિ.
–
આવા પ્રયત્નના કાળમાં જે (સ્થૂળ કે સૂક્ષ્મ) વિકલ્પો ચાલે છે, તે વિકલ્પોમાં અંઠરથી દુઃખ લાગે છે. - વિકલ્પમાં જરાપણ શાતા – શાંતિ કે સુખ નથી જ એમ મુમુક્ષજીવને અંદરથી લાગવુ જોઈએ. જયાં સુધી મંદ કષાયરૂપ વિકલ્પમાં શાંતિ (સુખ અથવ શાતા) અને તીવ્ર કષાય વાળા વિકલ્પમાં દુઃખ લાગે ત્યાં સુધી માર્ગ મળતો નથી. યથાર્થપણે તો વિકલ્પ ભાવમાં દુઃખ લાગે તો અંદરથી માર્ગ મળ્યા વગર રહે નહિ.
ઊંડે ઊંડે પણ રાગના એક કણને પણ લાભરૂપ માને છે, તેને આત્માનાદર્શન થતાં નથી. ખરા આત્માર્થીને તો પાત્રતા વિશેષને લીધે ઘણાં ઉચ્ચકોટિના શુભ પરિણામ થવા છતાં, તે ખટકે છે અને તેવી ખટક શુદ્ધતા પ્રગટે નહિ ત્યાં સુધી ચાલુ રહે છે. તેવા મુમુક્ષુ જીવને સ્વરૂપ નિશ્ચય પૂર્વક પુરુષાર્થનું અંદરથી ઉત્થાન થતાં, પરિણતિ અવશ્ય પલટાઈ જાય છે.
આત્માની રૂચિવાળા જીવને તો પોતાનું સ્વકાર્ય શીઘ્ર કરવાની લગની હોવાથી, ઉદયને વરા કરવા પડતાં કાર્યો ડખલરૂપ લાગે છે – બોજારૂપ લાગે છે અને તેને ક્યાય ગમતું નથી. તેને કદી પણ એવા પરિણામ ન થાય કે મારું કાર્ય પછી કરીશ.
વળી ખરો આત્માર્થી જીવ, જ્ઞાનીની આજ્ઞાનું આરાધન એક નિષ્ઠાથીકરવાતપરવૃત્તિવાળો હોય છે, તેથી વિદ્યમાન જ્ઞાનીનાસમાગમમાં તેમના પ્રત્યે સર્વાર્પણ બુદ્ધિએ વર્તે છે. એક ન્યાયે તે મોક્ષનું ખીજ છે. આત્મજ્ઞ સત્પુરુષ શ્રીમદ્ રાજચંદ્રજીએ મુમુક્ષુનું સ્વરૂપ નીચે પ્રમાણેકહ્યું છે. મહાવીરના બોધને પાત્ર કોણ ?
૧. સત્ પુરુષના ચરણનો ઈચ્છક.
૨.
સંદેવ સૂક્ષ્મ બોધનો અભિલાષી.
૩. ગુણ પર પ્રશસ્તભાવ રાખનાર. બ્રહ્મવ્રતમાં પ્રીતિમાન.
૪.
૫.
૬.
૭.
જ્યારે સ્વદોષ દે ખે ત્યારે તેને છેઠવાનો ઉપયોગ રાખનાર.
ઉપયોગથી એકપળ ભરનાર.
એકાંતવાસને વખાણનાર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org