________________
૧૭૬
કમબદ્ધ પર્યાય
ક્રમબદ્ધ પર્યાયનો આશય એ છે કે આ પરિણમનશીલ જગતની પરિણમન વ્યવસ્થતા ક્રમ નિયમિત” છે. જગતમાં જે કાંઈ પરિણમન નિરંતર થઈ રહ્યું
છે તે સર્વ એક નિશ્ચિત ક્રમમાં વ્યવસ્થિત રૂપે થઈ રહ્યું છે. ' • પ્રત્યેકદ્રવ્યમાં પર્યાયો ક્રમશઃ જ થાય છે, એક સાથે નહિ. પર્યાયોમાં પણ
એ નિશ્ચિત હોય છે કેકોના પછી કઈ પર્યાય આવશે. જેના પછી જે પર્યાય થવાની હોય છે, તે જ થાય છે, અન્યનહિ. આનું નામકર્મબદ્ધ પર્યાય છે. પ્રત્યેક દ્રવ્યની તે પરિણમન વ્યવસ્થતા માત્ર વ્યવસ્થિત જ નહિ, સ્વાધીને પણ છે; અન્ય દ્રવ્યને આધીન નથી. એક દ્રવ્યના પરિણમનમાં બીજા
દ્રવ્યોનો કાંઈ પણ હસ્તક્ષેપ નથી. • પ્રત્યેક કાર્ય પોતાના સ્વકાળે જ થાય છે તેથી પ્રત્યેક દ્રવ્યની પર્યાયો કમ નિયમિત છે. એક પછી એક પોતપોતાના સ્વકાળે નિશ્ચય-ઉપાઠાન અનુસાર થયા કરે છે. ધ્યાન દેવાયોગ્ય વાત એ છે કે અહીં માત્ર એમનથી કહેવામાં આવ્યું કે પર્યાયો ક્રમે થાય છે, પરંતુ એમ પણ કહેવામાં આવ્યું છે કે તે નિયમિત ક્રમમાં થાય છે. આશય એ છે કે “જે દ્રવ્યની જે પર્યાય જે કાળે જે નિમિત્તે અને જે પુરુષાર્થપૂર્વક જેવી થવાની છે તે દ્રવ્યની પર્યાયતે કાળે તે જ નિમિત્તે અને તે જ પુરુષાર્થપૂર્વક તેવી જ થાય છે, અન્યથા નહિ.” આ નિયમ છે. શ્રી કાર્તિકેય સ્વામીએ કહ્યું છે કે સમ્યગ્દષ્ટિ જીવ કઈ રીતે વસ્તુ સ્વરૂપનું ચિંતવન કરે છે. આ સિદ્ધાંત છે. “જે જીવને જે દેશમાં(ક્ષેત્રમાં), જે કાળમાં, જે ભાવથી, જે વિધિથી (નિમિત્તથી), જન્મ-મરણ, સુખ- દુઃખ તથા રોગ અને દારિદ્રય ઈત્યાદિ જેવું સર્વજ્ઞદેવે તેમના જ્ઞાનમાં જાણ્યું છે તે જ પ્રકારે નિયમથી તે જીવને તે દેશમાં, તે કાળમાં, તે ભાવથી. તે વિધિથી બધું જ થાય છે.(પરિણમન થાય છે.) તેનું નિવારણ કરવા માટે ઈન્દ્ર, નરેન્દ્ર
અથવા જિનેન્દ્રદેવ(તીર્થકર) કોઈ પણ સમર્થ નથી.” • સર્વજ્ઞ દેવ સમસ્ત દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની સર્વ પદાર્થની અવસ્થાઓને
જાણે છે. સર્વજ્ઞના જ્ઞાનમાં જે કાંઈપણ પ્રતિભાસિત થયું છે, એ બધું નિશ્ચયથી ક્રમ પ્રમાણે જ થાય છે. એમાં હીન-અધિક કાંઈ પણ થતું નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org