________________
૪૦
૭. ઉપરોકત સિદ્ધાંત અનુસાર જીવ નામનો આત્મા પણ એક વસ્તુ છે એટલે
એનો પણ ધર્મ એના સ્વભાવરૂપ પરિણમન કરવાનો જ છે. આત્માનો સ્વભાવ શાન છે એટલે આત્માનો જાણનરૂપ પરિણમન જ એનો ધર્મ છે.
વિભાવરૂપ અર્થાત રાગાધિરૂપ પરિણમન એનો ધર્મ નથી અધર્મ છે, એટલે વન્યુ સહાવો ધમ્મોના માધ્યમથી એ સિદ્ધ થયું કે આત્માનો તો માત્ર જાણવું એ જ ધર્મ છે.
જે ધર્મની પૂર્ણ પ્રગટતા અરિહંત ભગવાનમાં પ્રગટ છે, એ સકલ વસ્તુના જ્ઞાતા હોવા છતાં પણ કોઈમાં પણ કાંઈપણ કરતા નથી, માત્ર જ્ઞાયક જ છે.
આ રીતે વસ્તુનું પરિણમનની સ્વતંત્રતા સિદ્ધ થાય છે. • વસ્તુ વ્યવસ્થતા અને વિશ્વ વ્યવસ્થતા
જગત અર્થાત વિશ્વમાં છ પ્રકારની વસ્તુઓ છે. આ છ પ્રકારની વસ્તુઓની સંખ્યા અપેક્ષા અનંત વસ્તુઓના સમુદાયનું નામ જ વિશ્વ છે. આમાં પ્રત્યેક વસ્તુની વ્યવસ્થતા શું છે એને સમજવું તથા છ દ્રવ્યોના સમુદાયરૂપ વિશ્વની વ્યવસ્થા શું છે એને સમજવું એટલે વિશ્વની વ્યવસ્થતા સમજવા બરાબર છે.' આબંન્ને વ્યવસ્થાઓને આગમ અને અધ્યાત્મના નામથી સમજવામાં આવી છે. આમાં જીવદ્રવ્ય એક વસ્તુ છે એની સ્વયં એની જ વ્યવસ્થાને અધ્યાત્મ કથન કહેવામાં આવે છે તથા જીવ સિવાયના બીજા બધા દ્રવ્યોની વસ્તુ વ્યવસ્થતા એટલે વિશ્વ વ્યવસ્થતા બતાવવાવાળા કથનને આગમ કહેવામાં આવે છે. વસ્તુ વ્યવસ્થતા તો એમ છે કે દરેક વસ્તુ પોતાના સ્વભાવ અનુસાર નિરંતર નિબંધરૂપથી પરિણમન કરતી જ રહે છે. આજે દરેક વસ્તુની વ્યવસ્થતા છે. એમાં જો કોઈ વસ્તુ બીજાની વસ્તુ વ્યવસ્થતામાં હસ્તક્ષેપ કરે અને પોતાના પરિણમનમાં બીજાના હસ્તક્ષેપને રોકી પણ શકે એવી રીતે દરેક વસ્તુના હસ્તક્ષેપ કરવાના સામર્થ્યને જો સ્વીકારવામાં આવે તો વસ્તુ વ્યવસ્થતા જ સમાપ્ત થઈ જાય છે. એટલે વસ્તુ સ્વતંત્રતાનો સ્વીકાર કરવો એ જ વસ્તુ વ્યવસ્થતા સ્વીકારવા જેમ છે. દરેક વસ્તુ પ્રત્યેક સમયે પોતાની અવસ્થાઓ પલટાવતી રહે છે. અનંતા. અનંત વસ્તુઓ એક જ સાથે એક જ સમયે પોત-પોતાનું પરિણમન ક્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org