________________
૧૫૯
• સમભિરૂઢ નય:- જે નય જુદા જુદા અર્થોને ઉલ્લંઘી એક અર્થને રૂઢિથી
ગ્રહણ કરે તેને સમભિરૂઢ નય કહે છે. જેમ કે “ગો’ શબ્દના અનેક અર્થ (વાણી, પૃથ્વી, ગમન આદિ) થાય છે. પણ પ્રચલિત રૂઢિથી તેનો અર્થ ગાય થાય છે. વળી આ નય પર્યાયના ભેદથી અર્થને ભેદરૂ૫ ગ્રહણ કરે છે. જેમકે ઈન્દ્ર, શહ, પુરંદર, એ ત્રણે શબ્દો એક જ લિંગના પર્યાયાવાયી શબ્દના જ વાચક છે; પણ આ નય એ
ત્રણેના ભિન્ન ભિન્ન અર્થ કરે છે. • એવભૂતનચઃ- જે શબ્દોનો જે ક્રિયારૂપ અર્થ છે તે ક્રિયારૂપ પરિણમતા
પદાર્થને જે નયગ્રહણ કરે તેને એવભૂતનય કહે છે. જેમ
કે પૂજારીને પૂજા કરતી વખતે પૂજારી કહેવાયો. જે સમયે જે આત્મા જે પદાર્થને જાણી રહ્યો છે, તે સમયે તે આત્મા તે જ છે અર્થાત્ તેને તે સમયે તે નામથી જ પુકારવો જોઈએ. અગ્નિ ને જાણવામાં સંલગ્ન આત્મા અગ્નિ જ છે – આ અભિપ્રાય એવંભૂત નયનો છે.
•°•
૪૭ નય : નિશ્ચય-વ્યવહાર, દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિક અને નૈગમાદિ સાતનયોની ચર્ચા કરવા ઉપરાંત આચાર્યકુન્દકુન્દની પ્રસિદ્ધ પરમાગમપ્રવચનસારની આચાર્ય અમૃતચંદ્રકૃત તત્ત્વપ્રદીપિકા નામની ટીકાના પરિશિષ્ટમાં સમાગત ૪૭ નયોની ચર્ચા કરી લેવી આવશ્યક છે. કારણકે આ પ્રકરણ પણ અનેકાન્તમયી આત્મ વસ્તુને સમજવાને માટે અત્યંત ઉપયોગી છે.
યુક્ત ૪૭ નય પણ એક પ્રકારથી આધ્યાત્મિકનય જ છે. કારણકે આચાર્યઅમૃતચંદ્રને એમને આત્મા પર જ ઘટીતર્યા છે. “આ આત્મા કોણ છે અને કેવી રીતે પ્રાપ્ત કરવામાં આવે?' જો આવો પ્રશ્ન કરવામાં આવેતો આ નો જવાબ આ પ્રમાણે છે. પ્રથમ તો આત્મા વાસ્તવમાં ચૈતન્ય સામાન્યથી વ્યાપ્ત અનંત ધર્મોનો અધિષ્ઠાતા એક દ્રવ્ય છે, કારણ કે એ અનંત ધર્મોમાં વ્યાપ્ત હોવાવાળાં જે અનંતનય છે, એમાં વ્યાપ્ત થવાવાળો જ એક શ્રુતજ્ઞાન સ્વરૂપ પ્રમાણ છે, એ પ્રમાણપૂર્વક સ્વાનુભવથી પ્રમેય થાય છે.
જે ૪૭ નયો થી અહીં આત્માનું વર્ણન કરવામાં આવ્યું છે એ ૪૭ નય આ પ્રમાણે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org