________________
૧૬૯
નિશ્ચયનો અંગીકારકરે છે અને જે પ્રમાણેકવળવ્યવહારભાસના અવલંબીઓનું કથન કર્યું હતું તે પ્રમાણે વ્યવહારનો અંગીકાર કરે છે. જો કે એ પ્રમાણે અંગીકાર કરવામાં બંન્ને નયોમાં પરસ્પર વિરોધ છે. તો પણ કરે શું? બંન્ને નયોનું સાચું સ્વરૂપ તો ભાસ્યું નથી અને જિનમતમાં બેનયાહ્યા છે. તેમાંથી કોઈને છોડયો પણ જતો નથી. તેથી ભ્રમપૂર્વક બંનયોનું સાધન સાધે છે. તે જીવો પણ મિથ્યાષ્ટિ જાણવા. હવે તેમની પ્રવૃત્તિઓની વિશેષતા દર્શાવીએ છીએ:
" અંતરંગમાં પોતે નિર્ધાર કરી યથાવત્ નિશ્ચય-વ્યવહાર મોક્ષમાર્ગને ઓળખેલ નથી પરંતુ જિન આજ્ઞા માની નિશ્ચય વ્યવહારરૂપ બે પ્રકારના મોક્ષમાર્ગ માને છે. હવે મોક્ષમાર્ગ તો કાંઈ બે નથી, મોક્ષ માર્ગનું નિરૂપણ બે પ્રકારથી છે. જયાં સાચા મોક્ષમાર્ગને મોક્ષમાર્ગ નિરૂપણ ક્યું છે તેનિશ્ચય મોક્ષમાર્ગ છે અને જયાં મોક્ષમાર્ગ તો છે નહિ પરંતુ મોક્ષમાર્ગનું નિમિત્ત છે વાસહચારી છે, તેને ઉપચારથી મોક્ષમાર્ગ કહીએ તે વ્યવહાર મોક્ષમાર્ગ છે; કારણ કે નિશ્ચય-વ્યવહારનું સર્વત્ર એવું જ લક્ષણ છે.સાચું નિરૂપણ તે નિશ્ચય, ઉપચાર નિરૂપણ તે વ્યવહાર. માટે નિરૂપણની અપેક્ષાએ બે પ્રકારે મોક્ષમાર્ગ જાણવો. પરંતુ એક નિશ્ચય મોક્ષમાર્ગ છે તથા એક વ્યવહાર મોક્ષમાર્ગ છે એમ બે મોક્ષમાર્ગ માનવા મિથ્યા છે.
' વળી તેઓ નિશ્ચય-વ્યવહાર બંન્નેને ઉપાદેય માને છે તે પણ ભ્રમ છે, કારણ કે નિશ્ચય અને વ્યવહારનું સ્વરૂપ તો પરસ્પર વિરોધ સહીત છે.
-શ્રી મોક્ષમાર્ગ પ્રકાશક નિશ્ચય અને વ્યવહારનું સ્વરૂપ (સાર) નિશ્ચય એટલે યથાર્થ- વસ્તુ સત્યાર્થપણે જેમ હોય તેમ જ કહેવું. વ્યવહાર એટલે કે, વસ્તુ સત્યાર્થપણે તેમ ન હોય પણ પર વસ્તુ સાથેનો સંબંધ બતાવવા-મેળવીને કે ભેદ કરીને કથન કરવું.
વ્યવહાર યથાર્થ
અયથાર્થ ૨. સ્વાભાવિક ભાવ
નિમિત્તાધીન ભાવ ૩. સત્યાર્થ
અસત્યાર્થ ૪. ભૂતાર્થ
અભૂતાર્થ ૫. ધ્રુવભાવ
ઉત્પન્નધ્વશી ભાવ
નિશ્ચય
૧.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org