________________
અરિહંતનો આત્મા શુદ્ધ સુવર્ણની જેમ શુદ્ધ આત્મા છે. ૧. ભગવાન અરિહંતના સ્વરૂપને સમજવા આચાર્યોએ અંતીમ તાપને પ્રાપ્ત
સુવર્ણ નો દ્રષ્ટાંત આપ્યો છે. જેણે કોઈ દિવસ સુવર્ણ જોયું જ નહોયતેને શુદ્ધ સુવર્ણનું જ્ઞાન કરાવવામાં આવે છે ત્યારે તે મિશ્રિત અવસ્થા પ્રાપ્ત સુવર્ણ માં અસલી સોનું દષ્ટિ માં લઈ શકે છે. એવી રીતે આત્મ સ્વરૂપના અનભિજ્ઞ પ્રાણીને આત્મસ્વરૂપનું જ્ઞાન કરાવવા માટે શુદ્ધ સુવર્ણની જેમ શુદ્ધ આત્માનું સર્વપ્રથમ જ્ઞાન કરાવવું આવશ્યક છે. ત્યારે જ તે ક્રોધાદિ ભાવોથી મિશ્રિત આત્મામાં પણ શુદ્ધ આત્માને દ્રષ્ટિમાં પકડી શકશે. આવોશુદ્ધ આત્મા ભગવાન અરિહંતનો
૩. જ્યારે એક સુવર્ણના સ્વરૂપથી અજાણ વ્યક્તિ, સુવર્ણ ખરીદવા માટે
ઉદ્યમ કરે છે તો સર્વપ્રથમ સુવર્ણના સ્વરૂપને સારી રીતે જાણવાવાળા કોઈ વ્યક્તિનો સંપર્ક કરે છે અને એની પરોક્ષ જાણકારી પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે છે. અસલી સુવર્ણનું એના ગુણો, વિશેષતાઓનું એની પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરી તેમાં બરોબર યોગ્ય પરિપકવ થઈ એ પછી અશુદ્ધ સુવર્ણમાં પણ સુવર્ણ ઓળખી શકશે. અહીં આભાસંબંધી આ
કાર્ય સદ્ગુરુ કરે છે. ૪. જો વર્તમાન પર્યાય દષ્ટિ જે મલિન છે તેનાથી જોવામાં આવે તો ક્યાંય શુદ્ધ સુવર્ણ નહિ જોવામાં આવે. પરંતુ જો દ્રવ્ય દૃષ્ટિથી જોવામાં આવે એટલે તેના સ્વભાવ અર્થાત્ ગુણોની વિશેષતાઓના જ્ઞાનના આધાર પર જયારે તે મિશ્રિત અવસ્થામાં પ્રાપ્ત અસલી સુવર્ણ ને જુએ છે તો તે પોતાની ભેદક દ્રષ્ટિ થી- પોતાની દ્રષ્ટિમાં સ્પષ્ટતાથી શુદ્ધ સુવર્ણને
પકડી લે છે. ૫. એવી રીતે આત્મ સ્વરૂપથી અજાણ પ્રાણીને પોતાના ક્ષયોપશમ જ્ઞાન
દ્વારા શુદ્ધ સુવર્ણ ની જેમ-અરિહંતના શુદ્ધ આત્માની-પોતાના શુદ્ધ
આત્માની-નિઃશંક્તા દ્દઢતાપૂર્વક પાકો વિશ્વાસ કરી લે છે. ૬. અરિહંત ભગવાનનો જ એક આત્મા દ્રવ્યથી, ગુણથી અને વર્તમાન
પર્યાયથી શુદ્ધ જ છે. ક્યાંય પણ અશુદ્ધતાનું નામોનિશાન નથી. એટલે આત્માર્થીને જેમ બને તેમ પૂરા મનઉપયોગપૂર્વક ભગવાન અરિહંતના આત્માના સ્વરૂપને સમજવો પડશે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org