________________
૧૦૫
નિમિત્ત થતું નથી, પણ તે પરિણામમાં જુનાકર્મ નો ઉદય નિમિત્ત થાય છે. તથા જે વિકારી પરિણામ થયા તે નવીન કર્મબંધનું નિમિત્ત થાય છે. આ પ્રમાણે ઈતરેતરાશ્રય દોષ નથી.
• પહેલાં આત્મા શુદ્ધ હતો અને પછી વિકારી થયો, પહેલાં કર્મબંધ નહોતો અને પછીથી કર્મ બંધાયાં એમ નથી. અર્થાત્ આત્માના વિકારી પરિણામથી કર્મ થયા અને કર્મથી વિકારી પરિણામ થયા એમ નથી. બંન્ને અનાદિથી સ્વતઃ સિદ્ધ છે. અનાદિકાળથીકર્મકર્મરૂપે અને આત્માના પરિણામવિકારરૂપે સ્વતંત્રપણે થતાં આવ્યા છે. કોઈથી કોઈ થયા છે એમ નથી. અનાદિથી પુરાણાં કર્મ ખરતાં જાય અને એનું નિમિત્ત પામીને જીવમાં નવા નવા વિકારી પરિણામ થતા જાય તથા એનું નિમિત્ત પામીને નવા કર્મ બંધાતા જાય એમ પ્રવાહ છે; આ પ્રમાણે અનાદિપ્રવાહપણાને લીધે જીવ-પુદ્ગલનો જે બંધ થાય છે એમાં ઈતરેતરાશ્રય દોષ નથી.
અનાદિકાળથી આવો જે બંધ છેતેર્તા-કર્મની પ્રવૃતિનું નિમિત્ત જે અજ્ઞાન તેનું નિમિત્ત છે.
ર્તા-કર્મની પ્રવૃતિનું નિમિત્ત અજ્ઞાન છે અને અજ્ઞાનનું નિમિત્ત પૂર્વના જુનાં કર્મનો બંધ છે. અજ્ઞાન કાંઈ આત્માનો મૂળ સ્વભાવ નથી. અજ્ઞાન-પર્યાય સ્વયં ( અશુદ્ધ) ઉપાદાન છે અને તેનું નિમિત્ત પૂર્વનો કર્મબંધ છે. કર્મ છે તે કાંઈ અજ્ઞાન કરાવી દે છે એમ નથી, પરંતુ પોતે જયાં લગી રાગદ્વેષ-અજ્ઞાન ર્યા કરે છે ત્યાં લગી કર્મ નિમિત્ત થાય છે.
નિજ ચૈતન્ય સ્વભાવના લક્ષે જેને અજ્ઞાન ટળી જાય છે તેને કર્તાકર્મ પ્રવૃતિ મટે છે અને કર્મબંધ પણ ટળી જાય છે. તથા જે સ્વભાવના લક્ષે પરિણમતો નથી તેને અજ્ઞાન છે, તેને તાકર્મની પ્રવૃત્તિ છે અને નવો નવો કર્મબંધ પણ છે. આવી વાત છે – જે ખરાબર સમજવી.
-
# કર્તા-કર્મ સંબંધ (સારભૂત) :
આ અખંડ એકરૂપ ચૈતન્ય ભગવાન તે હું પોતાના અસ્તિત્વનો અજ્ઞાનીને સ્વીકાર નથી. એ તો ઠયા, દાન, વ્રતાદિના પરિણામ જે રાગ છે તે મારા છે એમ માને છે અને એમ માનીને રાગ ભાવે પરિણમતો તે રાગનો કર્તા થાય છે. જ્ઞાનસ્વરૂપી આત્મા અને ક્રોધ-માન-માયા-લોભરૂપ વિકારો એ બે ની ભિન્નતા જાણતો નથી ત્યાંસુધી જીવનેર્તાકર્મની પ્રવૃત્તિ છે. વિકારી પરિણામ તે મારું કર્તવ્ય અને હું તેનો કર્તા એમ અજ્ઞાની માને છે અને એમ પરિણમે છે. ♦ શરીર, મન, વાણી ઈત્યાદી પરદ્રવ્યની ક્રિયાનો કર્તા- એ વાત તો અહીં છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org