________________
૫ ૬
ભગવાન આત્મા • ભગવાન આત્મા અનંતશક્તિઓનું સંગ્રહાલય, અનંતગુણોનુંગોદામ,અનંત
આનંદનો કંદ, અનંત મહિમાવંત અતિન્દ્રિય મહાપદાર્થ છે. તેને જ્ઞાન માત્ર પણ કહેવામાં આવે છે. આત્મા જ્ઞાનમાત્ર છે એટલે કે એ શરીર, મન,વાણી અને પુણ્ય-પાપ રૂપ નથી. એક સમયની પર્યાય માત્ર પણ નથી. તે જ્ઞાન દર્શન, અકાર્યકારણ,ભાવ-અભાવ આદિ અનંત શકિતમય છે. પ્રભુ! તારા ઘરની શું વાત કહેવીતારામાં અનંત શકિતઓ ભરી પડી છે. એક એક અનંત સામર્થ્યવાન છે. એક એક શકિત અનંત ગુણોમાં વ્યાપક છે, એક એક શકિતમાં બીજી અનંત શક્તિઓનું રૂપ છે. એક એક શકિત અન્ય અનંત શકિતઓમાં નિમિત્ત છે. એક એક શક્તિમાં અનંત પર્યાયો છે, તે પર્યાયોક્રમે ક્રમે થાય છે, માટે તેઓઝમવર્તી છે. અનંતશકિતઓ એકસાથે રહે છે માટે તેઓ અક્રમવર્તી છે. આત્મદ્રવ્ય અજમવર્તી અને ક્રમવર્તી ગુણપર્યાયોનો પિંડ છે. દ્રવ્ય શુદ્ધ છે, ગુણ પણ શુદ્ધ છે. માટે તેની દૃષ્ટિકરવાથી પરિણમન પણ શુદ્ધ જ થાય છે. હું જ્ઞાન માત્ર વસ્તુછું આવીદૃષ્ટિથતાં પર્યાયમાં જીવત્ત્વશક્તિનું પરિણમન થયું, તેની સાથે જ્ઞાન, દર્શન, આનંદ, અકાર્યકારણત્ત્વવગેરે અનંતશક્તિઓની પર્યાયો ઉછળે છે, પ્રગટ થાય છે. ત્રિકાળી આત્મધર્મ એજ મૂળવસ્તુ છે. ત્રિકાળીદ્રવ્યમાં આનંદભર્યો છે, તેથી ત્રિકાળી દ્રવ્યનો આશ્રય લેતાં પર્યાયમાં આનંદરૂપ ધર્મ દશા પ્રગટ થાય છે. ભગવાન આત્મા સર્વકાળે પ્રત્યક્ષ છે. એ શકિત અપેક્ષાએ પ્રત્યક્ષ છે, જેની દ્રષ્ટિ એના ઉપર જાય એને પ્રત્યક્ષ છે.ત્રણે કાળે નિર્મળ છે, ત્રણે મળે પ્રત્યક્ષ છે, એના સ્વરૂપમાં દયા-દાન આદિના રાગનથી. જે પ્રત્યક્ષ કરવા માગે છે તેને પ્રત્યક્ષ છે, જે વર્તમાન જ્ઞાનનો અંશ છે તેને ત્રિકાળીતરફવાળતા
પ્રત્યક્ષ છે. ' • દરેક આત્મા સ્વતંત્ર - સ્વાધીને અને પોતાનું કાર્ય પૂર્ણ કરવા સંપૂર્ણ
સામર્થ્યવાન છે. આત્મામાં અનંત શક્તિઓ છે. તે પોતાનું સંપૂર્ણ કાર્ય કરે છે અને અન્ય દ્રવ્યથી ભિન્નપણે પોતાને ટકાવી રાખે છે, અન્ય દ્રવ્યો આત્માથી બહાર લોટતા હોવાથી અને અન્ય દ્રવ્યમાં આત્માનો વ્યાપ્ય
વ્યાપક ભાવે અભાવ હોવાથી આત્મા જ્ઞાનાવરણીય કર્મકે શરીરાદિ અન્ય દ્રવ્યનું કાર્ય કરવા અસમર્થ છે.
Jain Education International
FPro Pae Use Only
www.jainelibrary.org