________________
૪ ૬
અવસર્પિણી કાળની ઊંધી ગતિએ ઉત્સર્પિણી કાળ જાણવો. ચોવીસ તીર્થંકર ચોથા આરામાં જ ભરતક્ષેત્રમાં થાય છે. મહાવિદેહ ક્ષેત્રમાં હંમેશા ચોથો આરો જ વર્તે છે.
હમણાં આ ભરતક્ષેત્રમાં પાંચમો હુંડા અવસર્પિણી કાળ ચાલે છે. આવા અનંત કાળચક્રનો ૧પુદ્ગલ પરાવર્તન કાળ થાય.
વિશ્વ વ્યવસ્થતામાં જીવ દ્રવ્યની વ્યવસ્થતા
જ્યારે બધા જ દ્રવ્ય પોત પોતાના સ્વભાવરૂપ પરિણમન કરી રહ્યા છે તો જીવદ્રવ્ય પણ સ્વયં એક વસ્તુ છે એટલે વસ્તુ વ્યવસ્થતા અનુસાર પોતપોતાની પર્યાયથી અતિરિક્ત ખીજું શું કરી શકે ? એટલે જીવ પણ નિરંતર પોતાની પર્યાયોને નિર્બાધરૂપથી તો જ રહે છે.
જીવનો સ્વભાવ જાણવાનો છે, એટલે આ આત્માની ‘જાણનક્રિયા’ ક્યારેય પણ અટક્તી નથી, કોઈ પણ અવસ્થામાં જીવ પણ નિરંતર પોતાની સ્વાભાવિક ક્રિયા-પરિણમન જ કરે છે.
પોતાની સ્વાભાવિક ક્રિયા દ્વારા જે-જે વસ્તુઓને જાણે છે એમને એના જ્ઞાનના જ્ઞેય અથવા નિમિત્ત હેવામાં આવે છે.
પર વસ્તુઓ સાથે આત્મા (જીવ) નો અગર કોઈ સંબંધ હેવામાં આવે તો પરમ-પવિત્ર એક માત્ર જ્ઞેય- જ્ઞાયક સંબંધ જ છે, અન્ય કોઈપણ પ્રકારનો કિંચિતમાત્ર પણ સંબંધ નથી.
આ આખા વિશ્વની વ્યવસ્થતા એ છે કે વિશ્વના બધા જ દ્રવ્ય પોત પોતાની સ્વાભાવિક પર્યાયોમાં નિરંતર પરિણમનતારહે અનેકોઈઅન્ય પરિણમનમાં હસ્તક્ષેપ ન કરે.
જે પરિણમિત થાય છે તે ર્તા છે, જે પરિણામ છે તે કર્મ છે અને જે પરિણતિ છે તે ક્રિયા છે. આ ત્રણેય વસ્તુ સ્વરૂપમાં અભિન્ન છે .
વસ્તુ એક જ સઠા પરિણમિત થાય છે – એક્ના જ સદા પરિણામ થાય છે અને એક જ પરિણતી ક્રિયા થાય છે. કારણ કે અનેકરૂપ થવા છતાં વસ્તુ એક જ છે, ભેદ નથી.
બે દ્રવ્ય એક થઈને પરિણમતા નથી, બે દ્રવ્યોના એક પરિણામ નથી હોતું અને એ દ્રવ્યોની એક પરિણતી નથી હોતી. કારણકે અનેક દ્રવ્ય સદા અનેક જ રહે છે -તે બદલી એક નથી થઈ જતા.
♦ એક દ્રવ્યના બે કર્તા નથી હોતા અને એકદ્રવ્યના બે ક્મ નથી હોતા તથા એક દ્રવ્યની બે ક્રિયાઓ નથી હોતી. કારણકે એક દ્રવ્ય અનેરૂપ નથી થતું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org