________________
४४
થાય નહિ, ત્રણે કાળમાં હતા, છે અને હોવાના. જીવના જન્મ મરણનો વ્યવહાર તે તે ભવરૂપ અવસ્થાઓના પરિવર્તનથી ગણાય છે. ઈન્દ્રિયોશરીરબળ-મનબળ-વચનબળ-શ્વાસોશ્વાસ અને આયુષ્યએદ્રવ્યપ્રાણો છે. તેના વડે જીવો જીવન જીવે છે. એ દ્રવ્ય પ્રાણોથીજીવવિખુટો પડે તેને મરણ કહેવાય છે. મરણ પછી નવા ઉત્પત્તિ સ્થાને જઈને પુનઃ પ્રાણને ધારણ કરે છે. તે જન્મકહેવાય છે. આમ જગતમાં સંસારીજીવોનો જન્મ
મરણ થયા કરે છે. * આત્મામૂળભૂતશુદ્ધસ્વભાવે અરૂપી-અવિકારી-નિરંજન-શુદ્ધસ્વરૂપી
અને અનંત જ્ઞાનાદિમય-અનંત સુખમય છે. પરંતુ અનાદિથી પુદ્ગલ કર્મના સંયોગથી-વિકારી, રાગ-દ્વેષી, ક્રોધી-કામી-માયી-લોભી, નાનો-મોટો, કાળો-ધોળો, દીન-અભિમાની, રાજા-રંક, દેવ- ઘનવ, પશુ-નારકી વગેરે દશાવાળો થાય છે અને તે નામથી ઓળખાય છે. દ્રવ્યથી મૂળ સ્વરૂપે રહે છે અને પર્યાયથી એની અવસ્થાઓ બદલાય છે. દ્રવ્ય-પર્યાય એક બીજા વિના રહી શકતા નથી. કોઈ કાળે દ્રવ્ય પર્યાય વિનાનું હોય નહિ અને પર્યાપદ્રવ્ય વિના રહે નહિ. ગુણથી જીવો ઉપયોગ સ્વભાવવાળા છે. ઉપયોગ વિના જીવ હોય નહિ. ઉપયોગ જીવમાં જ
હોય, જડમાં ન હોય. ઉપયોગ એટલે જ્ઞાન-દર્શનનું સ્કૂરણ. • પુદ્ગલ દ્રવ્યઃ વર્ણ-ગંધ-રસ-સ્પર્શ-સંસ્થાન આકૃતિવાળું છે. દ્રવ્યથી
અનંતા છે, ક્ષેત્રથી લોક વ્યાપી છે, કળથી અનાદિ અનંત છે. ભાવથી વર્ણાદિયુક્ત છે. ગુણથી પૂરન-ગલન સ્વભાવવાળું છે. પુદ્ગલના સ્કંધ
દેશ-પ્રદેશ-પરમાણું એમ ચાર ભેદ છે. . • કળનવાને જુનું કરે છે. વર્તના, પરિણામ, ક્રિયા અને પરાપરત્વ એ કાળનો
ઉપકાર છે. વર્તના = સર્વ પદાર્થોનું તે તે સમયે ઉત્પત્યાદિ રૂપે હોવું તે. પરિણામ = બાળ-યુવાન-વૃદ્ધ વગેરે ભિન્ન ભિન્ન અવસ્યા. ક્યિા = પરિણામનું રૂપાંતર. પરત્ત્વ = મોયપણું, જુનાપણું. અપરત્ત્વ = નાનાપણું, નવાપણું. સમય આવલિકા વગેરે કાળના વિભાગો છે.વ્યવહારનયથીકાળ એ દ્રવ્યરૂપ છે. કાળ દ્રવ્ય-દ્રવ્યથી અનંત છે. ક્ષેત્રથી મનુષ્ય ક્ષેત્ર વ્યાપી છે. કાળથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org