Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૮
મૂકી તેના પુત્ર સુણાભ(૧)ને રાજા તરીકે સ્થાપ્યો.
૧. શાતા.૧૨૩-૨૫, દશહ.પૃ.૧૧૦, પ્રશ્નઅ.પૃ.૮૭, કલ્પવિ.પૃ.૩૯, કલ્પધ.પૃ.૩૪૩૫, સ્થાઅ.પૃ.૫૨૪.
પઉમણાહ (પદ્મનાભ) જુઓ પઉમણાભ.
૧. કલ્પ.પૃ.૧૫૨.
પઉમદહ અથવા પઉમદ્દહ (પદ્મદ્રહ) ચુલ્લહિમવંત પર્વત ઉપર આવેલું વિશાળ સરોવર. તે એક હજાર યોજન લાંબુ, પાંચ સો યોજન પહોળું અને દસ યોજન ઊંડું છે. તેની મધ્યમાં હીરાઓનું બનેલું મોટું કમળ છે. કમળની મધ્યમાં ત્રણ દ્વારવાળો મહેલ છે. મહેલમાં હીરામાણેકનો પલંગ વગેરે છે. મુખ્ય કમળની આજુબાજુ બીજાં એક સો આઠ કમળો છે. જુદી જુદી દિશાઓમાં સંખ્યાબંધ કમળો છે. સરોવરમાં અધિષ્ઠાત્રી દેવી સિરિદેવી(૬)ના રસાલાની ઘણી દેવીઓ છે.૪ સરોવરમાં સંખ્યાબંધ કમળો હોઈ તેનું નામ પઉમદ્દહ પડ્યું છે. ગંગા, રોહિયંસા(૨) અને સિંધુ(૧) નદીઓ તેમાંથી નીકળે છે. તેઓ ક્રમશઃ પૂર્વ, ઉત્તર અને પશ્ચિમ તરફના વળાંકોમાંથી પ્રસાર થાય છે. અભિષેકવિધિ માટે દેવો આ સરોવરનું પાણી લઈ જાય છે.
૬
૧.જમ્મૂ.૭૩, સ્થા.૧૯૭,૫૨૨, પ્રશ્નઅ. |૪. સમઅ.પૃ.૧૦૫.
પૃ.૯૬, જીવામ.પૃ.૯૯,૨૪૪,૩૬૮, ૫. જમ્મૂ.૭૩, જમ્બુશા.પૃ. ૨૮૬-૨૯૪.
૬. જમ્મૂ.૭૪.
૭. જીવા.૧૪૧.
પ્રજ્ઞામ.પૃ.૭૫.
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૨.સમ. ૧૧૩.
૩. કલ્પવિ.પૃ.૬૧.
પઉમક્રય (પદ્મધ્વજ) પ્રથમ ભાવી તિર્થંકર મહાપઉમ(૧૦) દ્વારા અભિષિક્ત આઠ રાજાઓમાંનો એક.૧
૧. સ્થા. ૬૨૫.
૨
૪
પઉમપ્પભ (પદ્મપ્રભ) વર્તમાન ઓસપ્પિણી કાલચક્રના છઠ્ઠા તિર્થંકર. વચ્છ(૧) દેશના કોસંબી નગરીના રાજા ધર(૨) અને તેમની રાણી સુસીમા(૧)ના પુત્ર. તેમની ઊંચાઈ બસો પચાસ ધનુષ હતી. તે રક્ત વર્ણના હતા. તેમણે એક હજાર પુરુષો સાથે શ્રામણ્ય સ્વીકાર્યું. સંસારત્યાગના પ્રસંગે તેમણે વૈજયંતી(૨) પાલખીનો ઉપયોગ કર્યો.' તેમણે તેમના પ્રથમ ઉપવાસના પારણા બંભથલ નગરમાં સોમદેવ(૧)ના ઘરે કર્યા. ચૈત્ર મહિનાની પૂર્ણિમાના દિવસે કોસંબી નગરના સહસંબવણ(૨) ઉદ્યાનમાં તેમને કેવલજ્ઞાન થયું.॰ છત્રાભ તેમનું પવિત્ર વૃક્ષ હતું. સુન્વય(૩) તેમનો પ્રથમ શિષ્ય હતો. રઇ તેમની પ્રથમ શિષ્યા હતી.॰ તેમની આજ્ઞામાં શ્રમણોના એક સો સાત ગણો હતા, એક સો સાત ગણધરો હતા, ૩૩૦૦૦૦ શ્રમણો હતા અને
૮
૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org