Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 03
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
864 હૃદય નયન નિહાળે જગધણી
એ મોક્ષમાર્ગ છે. ત્રણેકાળમાં અંતરંગ સાધનથી જ મોક્ષ થાય અને અંતરંગ સાધન સમ્યગદર્શનાદિ છે. તેને પ્રગટાવવાનું સાધન વિવેક છે. વિવેક એટલે જીવને આગળ વધવા માટે જેની ઉણપ દેખાય તેના ઉપર ભાર મૂકવો અને તે દ્વારા તેને આગળ વધારવો.
ક્રિયાની તીવ્રરુચિવાળાને સત્સંગનું મહત્વ સમજાવાય. સત્સંગની તીવ્રરુચિવાળાને ક્રિયાનું મહત્વ સમજાવાય. બંનેની તીવ્રરુચિવાળાને ધ્યાનનું મહત્વ સમજાવાય. .
જેમ જેમ ભેદજ્ઞાન તીવ્ર થતું જાય છે તેમ તેમ વિવેક બળવાન થતો જાય છે. અંદરમાં ભેદજ્ઞાન પ્રગટ્યુ હોય તો શુભભાવ સહજ આવે જ્યારે બીજાને લાવવા પડે, તે માટે પ્રયત્ન કરવો પડે.
હવે ત્રીજી ગાથામાં બૌદ્ધદર્શન અને વેદાંતદર્શન એ બન્ને જિનેશ્વર પરમાત્મા રૂપી પુરુષના બે હાથ છે તે વાત જણાવે છે.
ભેદ અભેદ સુગત મિમાંસક, જિનવર દોય કર ભારી રે, લોકાલોક અવલંબન ભજીએ, ગુરૂંગમથી અવધારી રે.. ..૩
અર્થઃ ક્ષણે ક્ષણે વસ્તુ બદલાઈ રહી છે, તેવું માનનાર ભેદવાદીક્ષણિકવાદી સુગત એટલે કે બૌદ્ધ દર્શન છે અને આત્માને સર્વથા નિત્ય માનનાર અભેદવાદી-નિત્યવાદી એવું મિમાંસક દર્શન છે. તેમાં જેમિની ઋષિ પ્રણીત પૂર્વમિમાંસા અને વ્યાસઋષિ પ્રણીત ઉત્તર મિમાંસા છે. આ બંને જિનેશ્વર પરમાત્મારૂપી પુરુષના મડોટા એવા બે હાથ છે. લોક અને અલોકના અવલંબન રૂપે એટલે કે આધાર રૂપે રહેલા આ બે હાથ છે. આ વાત ગુરુગમથી અવધારવા યોગ્ય છે અને અવધારીને એ સ્વરૂપે ભજવા યોગ્ય છે.
મિથ્યાત્વે આત્માના સત્-સમ્યમ્ સ્વરૂપને આવૃત્ત કરેલ છે.