Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 03
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી નમિનાથજી
આત્માની અનંતશક્તિને પ્રગટ કરવાના આ બધા માર્ગો છેઉપાયો છે તેનો તમે સ્વીકાર કરો ! દૃષ્ટિ ચોખ્ખી હોય તો માણસ ધૂળમાંથી પણ સોનુ શોધી શકે છે અને દૃષ્ટિ ચોખ્ખી ન હોય તો તળાવે જઈને પણ તરસ્યો આવે છે. આ તો બધા દૃષ્ટિ-દૃષ્ટિના ભેદ છે. અધ્યાત્મની પ્રાપ્તિ દૃષ્ટિ ચોખ્ખી કરવાથી છે. બીજાનું ખંડન કરવાથીબીજાને હલકા ચીતરવાથી અને પોતાની જાતને ઊંચી માનવાથી નથી.
- સ્વસમયની જેમ જે પરસમયને પણ જાણે છે તે પરસમયને જાણવાથી સ્વસમયમાં દઢ શ્રદ્ધાવંત બને છે. પદર્શનના અભ્યાસથી જિનદર્શનની શ્રદ્ધા દઢ થાય છે. માટે ષદર્શનનો અભ્યાસ તીવ્રબુદ્ધિવાળા આત્માને કરવાનું વિધાન છે. વ્યવહારનયની દૃષ્ટિએ જૈનશાસ્ત્રો અને જિનાગમોનો અભ્યાસ કરવો એ સ્વ સમય છે અને જૈનેતર ગ્રંથોનો અભ્યાસ એ પરસમય છે. પરંતુ નિશ્ચયનયની દૃષ્ટિએ જે ભાવો મનમાં આવે તેની સાથે એકત્ર કરીને વર્તે તે પરસમય છે અને જે જે ભાવો મનમાં આવે તેનો દૃષ્ટા બનીને રહે અથવા તો ઉપયોગને પોતાના સ્વરૂપમાં સમાવી દે તે સ્વસમય છે. આવા સ્વસમયથી મોક્ષ છે અને પર સમયથી સંસાર છે. વ્યવહારનયે જે સ્વસમય છે તેને નિશ્ચયનયથી સ્વસમયમાં પરિણમાવવાનું છે. અર્થાત્ શાસ્ત્રો ભણીને નિરંતર શુદ્ધાત્માને પકડવાનો છે અને તેમાં જ રહેવાનું છે. શુદ્ધાત્મા, શુદ્ધ ઉપયોગમાં પકડાય છે માટે જગતને જાણવા છતાં તેની અસરથી અને નામ તથા રૂપના મોહથી મુક્ત રહી નિર્લેપ રહેવાનું છે.
જૈનશાસનમાં બાધક્રિયાની મુખ્યતા, બાળજીવો માટે છે. બાકીના તમામે તમામ જીવો માટે વિવેકની જ મુખ્યતા છે માટે વિવેક એ જ મોક્ષમાર્ગ છે. આત્માની સાચી અને ઊંડી સમજ અને તે પૂર્વકનું જીવન
વિરતિમાં વર્તીએ ત્યારે સમકિતમાં ટકીએ અને કષાયભાવમાં આવવાના સંજોગો અને પ્રસંગોથી દૂર રહીએ.