________________
CNC જ્ઞાનધારા
(૮) લાઉડસ્પીકર, પંખા તથા ઍસીનો ઉપયોગ શ્રાવકસમાજ પોતાનાં કાર્યોમાં તથા ઘરમાં કરે છે. બદલાતા કુદરતી વાતાવરણ તથા હવામાનની સ્થિતિમાં શ્રાવકસમાજને પોતાના માટે ઍસી વાપરવાની જરૂરિયાત લાગે છે. ઍસીનો ઉપયોગ હજી સુધી જૂજ ઉપાશ્રયમાં કરવામાં આવે છે. ઍસીની જરૂરિયાત વિશે બહુધા સાધુસમાજ પણ ઍસી વાપરવામાં માનતો નથી.
(૯) હાલના સમયમાં મુંબઈ જેવાં મોટાં શહેરોમાં સાધુ-સંતોને સાંભળવા માટે હજારો માણસોની મેદની થાય છે અને આવા સમયે લાઉડસ્પીકર તથા પંખાની જરૂરિયાત છે તે હકીકત છે. જ્યારે મોટી મેદનીની હાજરી હોય ત્યારે લાઉડસ્પીકર, લાઈટ તથા પંખા વાપરવા જોઈએ તેથી સાધુ-સંતોની પ્રવચનવાણી શ્રોતાજનો બરાબર સાંભળી શકે અને વ્યાખ્યાનનો લાભ લઈ શકે. છેલ્લાં ૩૦-૪૦ વર્ષ દરમિયાન કુદરતી વાતાવરણ તથા હવામાનમાં ફેરફારો થયા છે. હવામાન પ્રમાણમાં ગરમ થયું છે અને ઠંડક ઓછી થઈ છે તેને કારણે હાલના સમયમાં પંખા વાપરવાની વધારે જરૂરિયાત લાગે છે.
(૧૦) પંચમહાવ્રતધારી ઘણા સાધુ-સંતો પોતાની માન્યતા તથા આચારસંહિતા પ્રમાણે પોતે વીજળીનાં સાધનોનો ઉપયોગ કરતા નથી. કાળ તથા સમયના પરિવર્તનને કારણે આચારસંહિતામાં પણ થોડા ફેરફારની આવશ્યકતા રહે છે. વીજળીનાં સાધનોનો ઉપયોગ કરવાથી ધર્મના પ્રચારમાં ઘણી જ સુવિધાઓ મળે છે. દા.ત. કોઈ પણ સાધુનું કોઈ એક જગ્યાએ પ્રવચન ચાલતું હોય ત્યારે તે પ્રવચન જો ટીવી દ્વારા પ્રસારિત કરવામાં આવે તો ઘરમાં બેઠેલા નાના-મોટા બધા લોકો પ્રવચનનો લાભ મેળવી શકે.
(૧૧) તાજેતરમાં મોબાઈલ ટેલિફોનનો ઉપયોગ બહુ જ મોટા પ્રમાણમાં થવા લાગ્યો છે. મોબાઈલ ટેલિફોન પણ વીજળી દ્વારા ચાલતું સાધન છે. મોબાઈલ ટેલિફોનનો વ્યાપ એટલો માટો છે કે હજારો દૂર બેઠેલા માણસ સાથે વાતચીત થઈ શકે છે. અત્યારના સમય પ્રમાણે લગભગ દરેક વ્યક્તિ પાસે પોતાનો મોબાઈલ છે. મોબાઈલ અત્યારના સમયમાં ઘણું જ ઉપયોગી સાધન છે. તેથી તેની વપરાશ શ્રાવક સમાજ બહુ જ મોટા પ્રમાણમાં કરી રહ્યો છે.
(૧૨) સાધુ-સંતો ખૂબ જ મર્યાદા સાચવીને પણ મોબાઈલનો ઉપયોગ કરે
૨૯
CNC જ્ઞાનધારા
OKC
તો તે પણ ઇચ્છવાયોગ્ય નથી તેમ ઘણા શ્રાવકો માને છે. મોબાઈલના ઉપયોગથી સાધુસમાજ જૈન શ્રાવકો સાથે જ નિકટતા વધારી શકે છે. વિવેકપૂર્ણ અને મર્યાદા તથા જરૂરિયાત સમજીને મોબાઈલનો ઉપયોગ સાધુ-સંતો પોતે ધર્મનો પ્રચાર તથા પ્રસારની પ્રવૃત્તિને વેગવાન બનાવવા માટે કરે તો તે ઇચ્છવાયોગ્ય છે. જૈન ધર્મને વિશાળ ક્ષેત્રોમાં પહોંચાડવા માટે ઇલેક્ટ્રિક સાધનોનો ઉપયોગ મર્યાદા તથા વિવેકપૂર્વક કરવો જોઈએ. બનવાજોગ છે કે ઘણા સાધુ-સંતોને તથા શ્રાવકોને આ મારો અભિપ્રાય માન્ય રહેશે નહિ. સાધુ-સંતોમાં પણ મોબાઈલ વાપરવા માટે બે મત છે. કોઈકોઈ સાધુ-સંતો મોબાઈલ વાપરે છે તેમ જાણવા મળ્યું છે. કૅબલ દ્વારા ટીવીમાં જે પ્રવચનો આવે તે પ્રવચનોનો લાભ જૈનસમાજના શ્રાવકો ઘરમાં બેસીને લઈ શકે છે. જૈન ધર્મનો પ્રચાર મોટે પાયે કરવા માટે આધુનિક ઇલેક્ટ્રિક સાધનોનો ઉપયોગ હાલના સમય પ્રમાણે ખૂબ જ જરૂરી છે. એક હકીકત છે કે અન્ય ધર્મોના લોકો ઇલેક્ટ્રિક સાધનોનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરી પોતાના ધર્મનો પ્રચાર કરી રહ્યા છે. આપણો સમાજ તથા સાધુ-સંતો પણ ઇલેક્ટ્રિક સાધનોનો મર્યાદાપૂર્વક ઉપયોગ કરે તો ધર્મપ્રચાર વધારે પ્રમાણમાં કરી શકાય. આ પ્રકારના પરિવર્તન દ્વારા થતો પ્રચાર આધુનિક માધ્યમના ઉપયોગથી ધર્મપ્રભાવના વધે છે.
(૧૩) અત્યારના સમય પ્રમાણે આપણો શ્રાવકસમાજ તથા સાધુ-સંતસમાજ ઇચ્છવાયોગ્ય પરિવર્તનને સ્વીકારશે નહિ તો આપણા ધર્મનો પ્રચાર કરવો મુશ્કેલ બની જશે. પરિવર્તનના નામે અત્યારના કોઈકોઈ સાધુ-સંતો ઇલેક્ટ્રિકનાં સાધનનો જરૂરિયાત કરતાં વધારે પ્રમાણમાં ઉપયોગ કરી રહ્યા છે તે જૈન સમાજમાં ચર્ચાનો વિષય બન્યો છે. બીજી એક હકીકત છે કે આજે પણ કોઈકોઈ ઉપાશ્રયોમાં વીજળીના દીવા, પંખા વગેરેનો ઉપયોગ કરવામાં આવતો નથી. ઘણા શ્રાવકોને પરિવર્તનના વિચારને મહત્ત્વ આપી આધુનિક વિચારધારા સ્વીકારવાનું વાજબી લાગતું નથી. તેમાં ખાસ કરીને અમુક વર્ગનાં શ્રાવક-શ્રાવિકાઓ કોઈ પણ પ્રકારનું પરિવર્તન કરવા તૈયાર હોય તેમ લાગતું નથી.
(૧૪) હાલની જુવાન પેઢી ખૂબ જ ભણેલી-ગણેલી અને બુદ્ધિવિકાસની દિષ્ટએ આગળ છે. હાલની યુવાન પેઢી હાલના સમયમાં જીવે છે. તેથી તેઓને આધુનિક વિચારો તથા સુવિધાઓ ગમે છે. તેથી જે જગ્યાએ આધુનિક સુવિધાઓ
30