________________
OCC જ્ઞાનધારા OSCO કબ હૈ ? ક્યોં કિ મેં સીરું એક જૈન હં.'
આ સંવત્સરી વિવાદ ભાદરવા સુદ ચોથ કે પાંચ-વરસોથી છે, પણ ક્ષમાપના જેનો પ્રાણ છે અને સાપેક્ષ-અનેકાંતવાદ જેવું અદ્વિતીય અને અમૂલ્ય તત્ત્વ જે ધર્મ પાસે છે એ ધર્મના અનુયાયીઓ આ પ્રશ્ન એકમત થઈ શક્તા નથી એ કેટલું મોટું આઘાતજનક આશ્ચર્ય છે !
આ ચોથ-પાંચમનો વિવાદ તો છે જ, એમાં વળી આ વરસે અધિક માસ આવ્યો, તો એ પણ વિવાદ કે કયા ભાદરવામાં ક્યા સંપ્રદાયે સંવત્સરી આરાધના કરવી ?
આ ફાંટાઓમાં મૂળ પરંપરા શ્વેતાંબર મૂર્તિપૂજક જૈનો પાસે છે. એક સમયે ભારતના તમામ જૈનો ભાદરવા સુદ પાંચમે જ સાથે મળીને સંવત્સરીની આરાધના કરતા હતા. સંવત્સરીના દિવસે કલ્પસૂત્ર નામનો આગમ ગ્રંથ સકળ સંઘ સમક્ષ વાંચવામાં આવતો હતો. આજથી આશરે એક હજાર વર્ષ પહેલાં કાલિકસૂરિ નામના જૈનાચાર્યના સમયમાં પ્રવસેન રાજાને ત્યાં પુત્રશોક થયો અને શોકમુક્ત થવા કલ્પસૂત્ર એક દિવસ પહેલાં એટલે ભાદરવા સુદ ચોથે કલ્પસૂત્ર વાંચવાની આચાર્યશ્રીને રાજાએ વિનંતી કરી અને પરિસ્થિતિવશ કલ્પસૂત્રનું વાંચન ત્યારથી ભાદરવા સુદ ચોથે શરૂ થયું. આ ચોથની પરંપરા ત્યારથી શરૂ થઈ.
આજ થી આશરે ૪૦૦ વર્ષ પહેલાં શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘમાંથી સ્થાનકવાસીઓ અલગ થયો, આ સ્થાનકવાસીમાંથી વળી તેરાપંથી અલગ થયા અને આ બેઉ સંપ્રદાયે ભાદરવા સુદ પાંચમની સંવત્સરી આરાધનાની પ્રથા સ્વીકારી, આ રીતે ત્યારથી બે સંવત્સરીની પ્રથા ચાલુ થઈ.
શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘમાં પણ, તપાગચ્છ, અચલગચ્છ, ખરતરગચ્છ વગેરે ગચ્છો કે-એક સમયે ચોર્યાસી ગચ્છો હતા-એમાં તપાગચ્છ સંઘ સૌથી મોટો અને એ ભાદરવા સુદ ચોથે સંવત્સરી આરાધના કરે છે અને અન્ય ગચ્છો ભાદરવા સુદ પાંચમે. અહીં પણ મતભેદ છે.
આ વરસે સ્થાનકવાસીઓ અને તેરાપંથીઓએ પહેલા ભાદરવાની પાંચમે સંવત્સરી આરાધના કરી. તપાગચ્છ સંઘે બીજા ભાદરવા સુદ ચોથે સંવત્સરીની આરાધના કરી.
- ૧૦૫ ૧૭
OCTC જ્ઞાનધારા CS1C0
આજથી આશરે ૨૭ વર્ષ પહેલાં, વિક્રમ સંવત ૨૦૧૪ની સાલમાં તપાગચ્છ સંઘના સૌથી વરિષ્ઠ આચાર્ય શ્રીમદ્ વિજયરામચંદ્ર સૂરિજી પાસે ભાદરવા સુદ પાંચમે સંવત્સરી માટે સંઘે પ્રસ્તાવ પ્રસ્તુત કર્યો હતો અને પૂજશ્રીએ આ પ્રસ્તાવ સૈદ્ધાંતિક રીતે સ્વીકાર્યો હતો અને પૂજ્ય ભગવંતે પોતાના શિષ્યોને કહ્યું પણ હતું કે, ‘સકળ જૈન સંઘની એક્તા થતી હોય તો તપાગચ્છ સંઘે ભાદરવા સુદ પાંચમે સંવત્સરીએ આરાધના કરવી.'
પરંતુ આચાર્ય શ્રી વિજયરામચંદ્ર સૂરિજીના પ્રશિષ્ય મુનિશ્રી હેમભૂષણ વિજયજીએ ભાદરવા સુદ પાંચમની સંવત્સરી કરવાની અનિચ્છા પ્રગટ કરતાં કહ્યું કે, “ગઈકાલે... ઘણા શાસ્ત્રપાઠો જોયા પછી પૂજ્ય ગચ્છાધિપતિશ્રી એ નિર્ણય પર આવ્યા છે કે શ્રી કાલિકાચાર્ય ભગવંતે પાંચમની ચોથ પ્રવર્તાવ્યા બાદ આજે લગભગ હજાર વર્ષ બાદ હવે પાંચમની સંવત્સરીની વિચારણા કરવી પણ યોગ્ય નથી.
આ તિથિવિવાદ વિશે ૧૨ વર્ષ પહેલાં ‘પર્વ તિથિના સત્યની શોધ' શીર્ષકથી એક દસ્તાવેજી પુસ્તક પણ પ્રકાશિત થયું છે.
વાચક મિત્રો અમારું માનવું છે કે ઉપર દર્શાવેલ તિથિ, ચોથ, પાંચમ, ગચ્છ, સંપ્રદાય, અધિક માસ વગેરે વિગતથી તમે જરૂર કર્યુસ થયા હશો. યાદ રાખવું અટપટું છે જ.
અમે પણ કફયુસ છીએ જ. એથી વિશેષ તો આ વરસની પયુંષણ વ્યાખ્યાનમાળાનું આયોજન કરતી વખતે જ્યારે અમે વિદ્વાન વક્તાઓનો સંપર્ક કર્યો ત્યારે ૧૬થી ૨૦ વખત અમારે આ પ્રશ્નનો સામનો કરવો પડયો, ‘તમારા પર્યષણ ક્યારે ? અધિક માસમાં કે બીજા ભાદરવામાં જે સંવત્સરી ચોથ કે પાંચમે?' આવા શબ્દોથી અમે અંદરથી હચમચી ગયા અને પર્યુષણના આઠ દિવસ (૧૨ સપ્ટે.થી ૧૯ સપ્ટે.) પ્રત્યેક વ્યાખ્યાનના પ્રારંભમાં આ પ્રશ્ન જૈન સંઘ પાસે પ્રસ્તુત કરી અમે ‘ધર્મ એક, સંવત્સરી એક' એ સૂત્ર વહેતું કર્યું.
આ સંદર્ભમાં આ વ્યાખ્યાનમાળાના એક વ્યાખ્યાતા, જૈન ધર્મના અનેક ગ્રંથોના અભ્યાસી અને આગમજ્ઞાતા ડૉ. સાગરમલજી (૩૫, ઓશવાલ શેરી,
* ૧૦૬