Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 93
________________ CNC જ્ઞાનધારા ex જૈન સોશિયલ ગ્રુપ, જૈન મિત્રમંડળ, અર્હમ યુવા ગ્રુપ, જૈન ડૉક્ટર ફેડરેશન વગેરે જેન સમાજની કલ્યાણકારી પ્રવૃત્તિ કરે છે. આ ગ્રુપમાં સુશિક્ષિત, બુદ્ધિશાળી સેવાભાવી યુવા વર્ગ છે. તેઓ જૈન ધર્મની કલ્યાણકારી પ્રવૃત્તિમાં રસ દાખવે તો ગ્લોબલ લેવલે પણ વેગ મળશે, વિશ્વકલ્યાણનો મંત્ર ગુંજશે અને વિશ્વના ખૂણેખૂણે ભગવાન મહાવીરનો દિવ્ય સંદેશ પહોંચશે. સારાં પુસ્તકો, સારા ગ્રંથો તેમ જ બાળકોને માટે ઉત્તમ કક્ષાનું ધર્મપ્રેરિત બાળસાહિત્ય મળશે. સાધર્મિક ભક્તિ : સાધર્મિકતા ધર્મનો આધાર છે. સમાનધર્મી તે જ સાધર્મિક. તેની કોઈ પણ પૌદ્ગલિક સ્વાર્થવૃત્તિ રાખ્યા વગર ભક્તિ કરાવી તેનું નામ વાત્સલ્ય. સાધર્મિક ભાઈઓને આર્થિક સહાય આપી નિર્બળ બનાવવાના નથી, પરંતુ પગભર ઊભા રહી શકે તેવી ધંધા-રોજગારની ઉત્તમ તક આપવાનો સંકલ્પ, મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને આર્થિક પ્રકૂિળતા હોય તો શિક્ષણકાર્યમાં સહાય અને ઉચ્ચ અભ્યાસ અર્થે લોન, સ્કૉલરશિપ, તેજસ્વી વિદ્યાર્થીને માન-સન્માન-એવૉર્ડ વગેરે આપવાનું ધ્યેય હોવું જોઈએ. આ સંકલ્પને દઢ મનોબળથી સ્વીકારી દુઃખમાંથી ડૂબતા સ્વધર્મીન ઉગારી લેવો અને ધર્મમાં સ્થિર કરવો એ જ સાચી સેવા છે, એ જ ધર્મનો સાર છે. જૈન વિશ્વકોશ : વિશ્વના ઉત્તમ સાહિત્યમાં જૈન સાહિત્ય એક આગવું સ્થાન ધરાવે છે. જૈન સાહિત્યકારોએ ધર્મના સિદ્ધાંતો, તત્ત્વજ્ઞાન, કર્મસ્વરૂપ વગેરે પર અનેક મૂલ્યવાન ગ્રંથો રચીને ઉત્તમ સાહિત્યની ભેટ આપી છે. આ ઉપરાંત ઇતિહાસ, જ્યોતિષશાસ્રો અને કાવ્યો જેવી સાહિત્યિક કૃતિઓથી જૈન ધર્મના ગ્રંથભંડારો સમૃદ્ધ બન્યા છે. જૈન ઇતિહાસ, મહાન વિભૂતિઓ, દાનવીરો, જ્ઞાનીજનો, શ્રેષ્ઠીવર્યો વગેરેથી ઉજ્વલ છે. વર્તમાનમાં પણ જુદાજુદા વિષયને લગતાં અનેક ગ્રંથો, પુસ્તકો લખાયાં છે. કોઈ વ્યક્તિને આયંબિલ, સામાયિક, સમેતશિખર, શત્રુંજય તીર્થ વિશે જાણવું હોય તો કોઈ એક જ્ઞાનસાધન ઉપલબ્ધ નથી. જ્ઞાનની વિવિધ શાખા, પ્રશાખાને લગતી વિષયોની માહિતી સંક્ષિપ્ત, સચોટ પણ અધિકૃત-પ્રમાણભૂત સ્વરૂપમાં ખૂબ જ આવશ્યક છે. શબ્દકોષમાં શબ્દ અને તેનો અર્થ આપવામાં આવે છે. જ્યારે વિશ્વકોષમાં જે કોઈ એન્ટ્રી હોય તેની પ્રમાણભૂત અને સંપૂર્ણ માહિતી ૧૮૫ PCC જ્ઞાનધારા COC આપવામાં આવે છે. પૂજ્ય નમ્રમુનિની પ્રેરણાથી ડૉ. કુમારપાળ દેસાઈ અને ગુણવંતભાઈ બરવાળિયાના સંપાદન હેઠળ આ કાર્યમાં અનેક વિદ્વાનો પોતાનું જ્ઞાન, માહિતી અને અનુભવ પ્રદાન કરી રહ્યા છે. આ મહાભગીરથ કાર્ય છે, વિરાટ કાર્ય છે અને જ્યારે પરિપૂર્ણ થશે ત્યારે જૈન વિશ્વકોષ જિન શાસનના ઇતિહાસમાં સીમાચિહ્નરૂપ બનશે. હસ્તપ્રતોની માવજત-સંશોધન : જૈન ગ્રંથભંડારોમાં સચવાઈ રહેલી હસ્તપ્રતોમાં લખાયેલા પ્રાચીન ગ્રંથોમાં ઘણી કથાઓ, ગાથાઓ અને સુભાષિતો ગ્રંથસ્થ છે. હસ્તપ્રતોનું સંશોધન એ ભારતીય સંસ્કૃતિનો વારસો છે. હસ્તપ્રત પરથી ગ્રંથસંપાદન અને સંશોધિત શુદ્ધ પાઠથી વધુ જાણકારી પ્રાપ્ત થશે. આ હસ્તપ્રતો પર ખૂબ જ સંશોધન થઈ રહ્યું છે. હસ્તપ્રતમાં નિપુણતા આવે તે માટે તજજ્ઞોનાં વક્તવ્યો ગોઠવવાં, હસ્તપ્રતોનું વિશિષ્ટ પ્રદર્શન, હસ્તપ્રતનાં વાંચન અને સંપાદન અંગે પૅક્ટિકલ કાર્ય જરૂરી છે. યુવા વર્ગને આ કાર્યમાં ખૂબ જ પ્રોત્સાહન મળશે. I ૧૮૬

Loading...

Page Navigation
1 ... 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137