Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 103
________________ TOCTC જ્ઞાનધારા CC0 આ સંશોધનોનાં નિશ્ચયાત્મક પરિણામોના કારણે, હવે પુનર્જન્મનો સિદ્ધાંત ઝડપભેર માન્ય બની રહ્યો છે. હિંદમાં પણ જયપુર યુનિવર્સિટીના પેરાસાયકોલૉજી વિભાગના ડૉ. બેનરજી દ્વારા આવું સંશોધન હાથ ધરવામાં આવ્યું હતું. એ વિભાગે પૂર્વજીવનની સ્મૃતિ જેને થઈ હોય એવા પાંચસોથી વધુ કેસો એકત્ર કર્યા હતા. ડૉ. બેનરજીની જેમ અમેરિકામાં વર્જિનિયા યુનિવર્સિટીના પેરાસાયકોલૉજી વિભાગના ડૉ. ઈઆન સ્ટીવન્સન પણ પુનર્જન્મ અંગે સંશોધન કરી રહ્યા છે. જેમાં પુનર્જન્મનો સંકેત મળતો હોય એવા બારસો કેસ એમની પાસે નોંધાયેલા પડયા છે. તેમાંના બસોથી વધુ કેસની ચકાસણી તેઓ - સાથીઓ દ્વારા કે જાતે કરી ચૂક્યા છે. જેમાંથી ચૂંટેલા કેસોના વિસ્તૃત અહેવાલો - સ્થળ પર જઈ કરાયેલી પુરાવાઓની તલસ્પર્શી ચકાસણી અને સાક્ષીઓની ઝીણવટભરી તપાસની સવિસ્તર વિગતો સાથેના દળદાર ગ્રંથો યુનિવર્સિટી પ્રેસ ઑફ વર્જિનિયા તરફથી પ્રકાશિત થયેલા છે. રજસ્વલા સ્ત્રી (એમ.સી.)ની શાસ્ત્રીય મર્યાદા : આજે ગુનાઓને શોધવામાં કૂતરાઓનો ઉપયોગ થઈ રહ્યો છે એ આપણે જાણીએ છીએ. કૂતરાઓ ગુનેગારને શી રીતે શોધી કાઢે છે એ જાણો છો? કૂતરું માણસને એના શરીરની ગંધ પરથી ઓળખી કાઢે છે. એની આ શક્તિ અહીં કામે લગાડાય છે. માણસ જ્યાંથી પસાર થયો હોય ત્યાં પણ એના પરમાણુઓ બાર કલાક સુધી કૂતરાની ઘ્રાણેન્દ્રિય પકડી શકે એટલા પ્રમાણમાં રહે છે, તો એ જ્યાં બેઠો હોય ત્યાં એના પરમાણુઓ વધારે મોટા પ્રમાણમાં રહે અને તે વિજાતીય વ્યક્તિના નાડીતંત્ર પર કંઈક વિકારી અસર જન્માવે એ સમજી શકાય એવું છે. તેથી બ્રહ્મચર્યની રક્ષાર્થે બતાવેલ નિયમોમાં ભગવાન મહાવીરદેવે એક સૂચન એ પણ કર્યું કે સ્ત્રીના આસનનો પુરુષ અને પુરુષના આસનનો સ્ત્રીએ અમુક સમય સુધી ઉપયોગ ન કરવો. એમનું જ્ઞાન કેટલું ઊંડું અને તલસ્પર્શી હતું તેનું પ્રત્યક્ષ પ્રમાણ આપણને આ વિધાનમાં જોવા મળે છે. તેમાં સંભિન્નસ્ત્રોતસ્ નામે એક વિશિષ્ટ લબ્ધિ છે. આ લબ્ધિ જેને પ્રાપ્ત થાય છે, તે પોતાની કોઈ પણ એક જ ઈન્દ્રિય વડે, તે સિવાયની અન્ય ચાર ઈન્દ્રિય * ૨૦૫ TOCTC જ્ઞાનધારા CCC દ્વારા પ્રાપ્ત થતું જ્ઞાન મેળવી શકે છે, અર્થાત્ માત્ર સ્પર્શેન્દ્રિય-ત્વચા દ્વારા તે જોઈ પણ શકે છે, સુગંધ કે દુર્ગંધનો અનુભવ પણ કરે છે, શબ્દ પણ સાંભળી શકે છે તથા સ્વાદ પણ માણી શકે છે. કર્મવાદની સાબિતી : આપણાં પ્રત્યેક વિચાર - વર્તનના આપણને ભોગવવા પડતા પ્રત્યાઘાતોની વિશદ્ સમજ આપતો કર્મનો સિદ્ધાંત જૈન, બૌદ્ધ, હિંદુ આદિ આધ્યાત્મિક વિચારધારાઓમાં અપનાવાયેલો છે. પરામમનોવિજ્ઞાનનાં સંશોધનો દરમિયાન કર્મના એ સિદ્ધાંતને પણ સમર્થન મળ્યું છે. બીજો જન્મ ક્યાં લેવો એની પસંદગી કરી શકાય છે ખરી? એ પ્રશ્નનો એ જ રીગ્રેશનના અખતરાઓ દરમિયાન ઉત્તર મળ્યો છે કે એવી પસંદગી કરી શકાતી નથી, પરંતુ પૃથ્વી પરનું પહેલાનું જીવન કે અન્ય ગ્રહો પર વિતાવેલું જીવન વ્યક્તિએ જે રીતે ગાળ્યું હોય એને અનુસારે જ નવા જીવનમાં તે ક્યું શરીર ધારણ કરે અને સમાજમાં કેટલો મોભો ધરાવે તે નક્કી થતું હોય છે. | હિપ્નોટિક ટ્રાન્સની મદદથી એક હજારથી વધુ વ્યક્તિઓનાં પૂર્વજીવનોનો અભ્યાસ કર્યા પછી ડૉ. એલેકઝાંડર કેનને નોંધ્યું છે કે ગત જન્મમાં આચરેલ કોઈ દુર કૃત્યના બદલામાં તે વ્યક્તિ, ક્રિયા-પ્રતિક્રિયાના આ નિયમના કારણે, આ જીવનમાં કેવી રીતે દુઃખી થાય છે તે દર્શાવીને, આ અભ્યાસ, પ્રકૃતિતંત્રમાં અત્યંત વ્યાપક અર્થમાં પ્રવર્તતા અદલ ન્યાયની વાત કહી જાય છે. કેટલાય માણસો નથી સમજી શકતા કે, તેમના માથે ઉપરાઉપરી અનેક આપત્તિઓ કેમ ત્રાટક્યા કરે છે? એમના ગત જન્મોમાં નજર નાખતા જણાય છે કે એમણે પૂર્વે ક્રૂર કર્મો કર્યા છે. જ્યારે કોઈ આજે ગમે તે વર્તે છે તોય એનાં પાસા પોબાર જ નજરે પડે છે તે ગત જન્મોમાં એણે કરેલ કોઈ સત્કાર્યનું, પુણ્યકર્મનું ઈનામ ન હોઈ શકે? ગણિત વિજ્ઞાન : વર્ગમૂળ સંબંધી એક ખયાલ પાયથાગોરસના કહેવાતા પ્રમેયમાંથી ઉત્પન્ન થયો. અહીં કહેવાતા શબ્દનો પ્રયોગ કરવાનું કારણ એટલું જ છે કે પાયથાગોરસના જન્મ પહેલાં સદીઓ પૂર્વે ભારતમાં પાયથાગોરસના આ પ્રમેય સંબંધી પ્રાયોગિક ૨૦૬

Loading...

Page Navigation
1 ... 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137