________________
OOCONCE જ્ઞાનધારા
હસ્તપ્રતોની જાળવણી માટે વપરાતી પાટલીઓ પર લઘુચિત્રો દષ્ટિગોચર થાય છે. મુનિ પુણ્યવિજયજી સંગ્રહમાંની એક પાટલી પર મહાવીરસ્વામીના ૨૭ ભવો પૈકી કેટલાક ભવોનું ચિત્રાંકન નજરે ચડે છે.
જૈન ધર્મની સચિત્ર હસ્તપ્રતોમાંથી સામજિક, ધાર્મિક, ઇતિહાસ, પ્રાચીન ગામોના સ્થાનિક ઇતિહાસ તેમ જ પ્રાચીન-મધ્યકાલીન ગુજરાતની સંસ્કાર અને સાહિત્ય પ્રવૃત્તિઓ વિશ ઉપયોગી માહિતી મળે છે. આ જૈન સચિત્ર હસ્તપ્રતમાંનાં ચિત્રો મધ્યકાલીન પશ્ચિમ ભારતની ચિત્રશૈલીના ઉત્તમ નમૂના પૂરા પાડે છે. આ શૈલીનાં ચિત્રો લઘુ-ચિત્રો સ્વરૂપે મળે છે. આ લઘુચિત્રોની શૈલીના નમૂના ખાસ કરીને જૈન કે જૈનાશ્રિત લખાયેલા ગ્રંથોનાં લઘુચિત્રોના રૂપમાં દોરાયેલા છે. ચિત્રોની આ શૈલીને ગુજરાતની શૈલી કે મારુ-ગુર્જર શૈલી પણ કહે છે.
આમ, ગુજરાતના હસ્તપ્રત સંગ્રહો ભારતીય સંસ્કૃતિના ભવ્ય વારસા સમાન છે. એ વર્તમાનયુગના અને ભાવિ પેઢીના વિદ્યાના ઉપાસકોને માટે મહામૂલી મૂડી છે. આ અમૂલ્ય હસ્તપ્રતોની જાળવણી ખૂબ જ કાળજી માગી લે છે. આવા પ્રાચીન ગ્રંથોને યથાવત્ રાખવા માટે ખાસ વૈજ્ઞાનિક પદ્ધતિઓ દ્વારા જંતુરહિત અને સાફ રાખવાની પ્રક્રિયા નિયમિત રીતે થવી જોઈએ. ગુજરાતના તમામ હસ્તપ્રત સંગ્રહોમાં રખાયેલ પ્રાચીન હસ્તપ્રતોની વૈજ્ઞાનિક પદ્ધતિથી જાળવણી એ સાચવણી થાય તો જ આવનાર વર્ષોમાં નવી પેઢી આપણા કલા અને સાંસ્કૃતિક વારસાને સાચવી શકશે, સમજી શકશે.
આવા હસ્તલિખિત ગ્રંથો અને ચિત્રો વર્ષો પહેલાં નાજુક પદાર્થો પર લખાયેલાં હોવાથી તેનો વારંવાર ઉપયોગ કરવાથી એને નુકસાન થવા સંભવ છે. આ નુકસાન નિવારવા વૈજ્ઞાનિક દષ્ટિએ સહેલી એવી કૉમ્પ્યુટરની મદદ લેવી જોઈએ. આ સાધનની મદદથી તૈયાર થતી એની પ્રતિકૃતિઓ અભ્યાસીઓ અને સંશોધકોને સહેલાઈથી ઉપલબ્ધ કરાવી શકાય છે. જેમને આ ભંડારોમાં સચવાયેલી જ્ઞાનસંપત્તિની પરિભાષા, લિપિ તથા અન્ય સંકેતોનું જ્ઞાન છે તેને માટે આ જ્ઞાનભંડારો દિવ્ય ખજાનારૂપ છે. સંદર્ભ ગ્રંથો :
૧. સાંડેસરા ભોગીલાલ ‘ઇતિહાસની કેડી’, ૧૯૪૫, વડોદરા - ઇતિહાસ અને સાહિત્ય, ૧૯૬૬, અમદાવાદ.
૨. નવાબ સારાભાઈ (સંપા. પ્રકા.) ‘જૈન ચિત્ર કલ્પદ્રુમ’ ૧૯૩૫,
આમદાવાદ.
૨૬૭
PCC જ્ઞાનધારા
ગે
૩. ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ, ગ્રંથ-૭, ૧૯૮૧ અને ગ્રંથ-૮, ૧૯૮૪. ભો. જે. વિદ્યા ભવન, અમદાવાદ.
૪. “ગુજરાતના ગ્રંથભંડારો” - ગુજરાત માહિતી ખાતા (ગુ.રા.) દ્વારા ૨૦૦૧માં તૈયાર કરેલ.
૩૫ એમ.એમ.ની ફિલ્મ નિમિત્તે વિવિધ ગ્રંથભંડારોની રૂબરૂ મુલાકાત વખતે ત્યાં જળવાયેલ સચિત્ર હસ્તપ્રતોની વિગતો સામેલ કરી છે.
૫. Shah G. P, Treasurers of Jain Bhandaras, 1978, L.D. Indology, Ahmedabad.
§. Savalia Ramji, 'Illustrated Jain Manuscripts Preserved in the Bhandaras and the Museums of Gujarat' "Steps of Indology", 2009, B. J. Institute, Ahmedabad.
कायाक लियेकाला ઈતન મંદીના દા સોર્સિસમ रातिक मकर रा
यकारादिद्वय रा
अम
नमस
।।
या सग સરદા ટા
sada T સર WI
साक्ष
માં મામાક
दो
I TRAITH હત
as
૨૬૮
33