________________
OCTC જ્ઞાનધાર 016 દેવદ્રવ્યનું રોકાણ અને ઉપયોગ
હિંમતલાલ શાંતિલાલ ગાંધી પૂર્વટ્રસ્ટી : શ્રી ગોડીજી જૈન દેરાસર, પાયધુની, મુંબઈ. પૂર્વમંત્રી : શ્રી મહાવીર જૈન વિદ્યાલય
મંત્રી : શ્રી જૈન ઍસોસિયેશન ઑફ ઈંડિયા શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન ધર્મના વહીવટમાં એક અતિસંવેદનીય મુદ્દો છે તેમ જ એ અંગે સર્વ સામાન્ય રીતે દ્વિધા પ્રવર્તે છે.
દેરાસરોમાં પ્રતિષ્ઠા, પ્રભુપૂજા, પ્રભુભક્તિ વગેરેના ચડાવાની સર્વ આવક દેવદ્રવ્ય ગણાય છે અને તેનો ઉપયોગ મહાત્માઓ તથા શાસ્ત્રકારોનાં મંતવ્યો અને નિયમો મુજબ ફક્ત જિનાલયોના જીર્ણોદ્ધાર માટે જ થઈ શકે. છતાં વર્તમાનમાં નૂતન જિનાલયોના નિર્માણમાં પણ કરવામાં આવે છે. ઉપયોગ બાબત શાસ્ત્રો કે મહાત્માઓનાં મંતવ્યો સ્વીકાર્ય માનીને વિવાદથી દૂર રહીએ.
અગાઉનાં વર્ષોમાં દેવદ્રવ્યનું રોકાણ મિલક્તો અને મકાનોમાં થતું હતું, કરવામાં આવતું હતું તેમ જ બૉમ્બે પબ્લિક ટ્રસ્ટ એક્ટ મુજબ પણ એ માન્ય છે. આ અંગે પ.પૂ ગીતાર્થતાની ગુરુભગવંતો તથા ટ્રસ્ટીઓ પણ ગંભીરતાથી વિચારીને યોગ્ય માર્ગદર્શન અને પ્રેરણા આપે તે પ્રાર્થના.
પ્રાપ્ત માહિતી મુજબ એકલા મહારાષ્ટ્રમાં દેરાસરોના દ્રવ્યના રૂપિયા પચીસ હજાર કરોડ કરતાં વધારે રકમ બેંકોમાં ફિક્સ ડિપોઝિટોમાં પડેલ છે, જેની વ્યાજની આવક થાય છે. બેંકો ક્તલખાનાં, માંસ નિર્યાત કરનારાઓને પણ લોનો આપે છે. જો આ રકમનું રોકાણ સાધર્મિક જરૂરિયાતમંદો માટે સસ્તા ભાડાની ચાલીઓ, રહેઠાણો બાંધવામાં કરવામાં આવે, જેમાં માલિકી ટ્રસ્ટી-દેરાસરોની જ રહે અને બેંક વ્યાજ જેટલી આવક પણ મેળવી શકાય. કિંમતના વધારાનો લાભ પણ દેરાસરોને મળે. આ જ રીતે શિક્ષણ સંસ્થાઓમાં પણ થઈ શકે અને સાત ક્ષેત્રમાંના સાધર્મિકો તથા જૈન શાસનની ઉન્નતિ માટે થઈ શકે તેમ જ દેવવાણીનું પણ પાલન થઈ શકે. આ અંગે જ્ઞાની-ગીતાર્થ ગુરુભગવંતો પ્રેરણા અને માર્ગદર્શન આપે અને ટ્રસ્ટીઓ પણ યોગ્ય નિર્ણયો લઈને શાસન પ્રસાર અને ધર્મ પ્રભાવનાના કાર્ય કરીને જૈન શાસનની ઉન્નતિ અંગે પ્રભુવાણીને સાર્થક કરે.
શાસ્ત્રજ્ઞા વિરુદ્ધ લખાયું હોય તો મિચ્છા મિ દુક્કડમ.
10 C જ્ઞાનધારા CCC
જેનોને લઘુમતીની માન્યતા ભારત સરકારના રાજપત્ર ગેઝેટ ઓફ ઇન્ડિયામાં ૨૭-૧-૨૦૧૪, કેન્દ્ર સરકારના આદેશ અનુસાર ભારતમાં રહેતા જૈનધર્મીઓને ધાર્મિક લઘુમતી શ્રેણીમાં મૂક્યા છે.
ભારતના બંધારણના ભાગ-૩ના ફંડામેંટલ રાઈસ અંતર્ગત આર્ટિકલ ૨૯, ૩૦ અને ૩૧ અનુસાર ભારતના અલ્પસંખ્યકોને જે અધિકાર આપવામાં આવ્યા છે તે જૈન સમુદાયને પણ મળે છે જેની મુખ્ય બાબતો આ પ્રમાણે છે. • જૈન ધર્મની સ્વતંત્ર રૂપમાં કાયદેસર માન્યતા પ્રમાણે, બંધારણ પ્રમાણે જૈન સમુદાયનાં
ધર્મ, ભાષા અને સંસ્કૃતિની કાયદેસર રક્ષા કરવામાં આવશે. • જૈનોનાં ધાર્મિક સ્થળ, સંસ્થાઓ, મંદિરો, તીર્થક્ષેત્રો, ટ્રસ્ટો સરકારીકરણથી મુક્ત રહેશે.
તીર્થસ્થળો, જૈન મંદિરો, શૈક્ષણિક સંસ્થાઓનો વહીવટ જૈન સમુદાયના હાથમાં જ રહેશે. - ઉપાસના સ્થળ અધિનિયમ ૧૯૯૧ તથા દેવસ્થાન અધિનિયમનની પ્રમાણે સરકારી
હસ્તક્ષેપમાંથી જૈન મંદિરોને મુક્તિ. • જૈન ટ્રસ્ટોની સંપત્તિ પર ભાડા નિયંત્રણ ધારો લાગુ નહિ પડે. • જૈન ધર્મ પોતાની પ્રાચીન (પુરાતત્ત્વ) સંપત્તિ અને ધર્મસ્થાનોનું રક્ષણ કરી શકશે, તે
માટે સરકારી સહયોગ મળશે. • જૈન સ્કૂલોમાં નૈતિક, ધાર્મિક અભ્યાસ કરાવવાની છૂટ. જૈનો દ્વારા ચલાવાતી શૈક્ષણિક
સંસ્થામાં ૫૦% સીટ જૈન વિદ્યાર્થીઓ માટે અનામત રાખી શકારો.
ગરીબીની રેખા નીચે જીવતા પરિવારોને ધો. ૯થી ૧૨ નિઃશુલ્ક શિક્ષણ વ્યવસ્થા. • વ્યવસાય માટે ઓછા વ્યાજમાં લોન. • જૈન છાત્રોને ન્દ્ર ને રાજ્ય દ્વારા સ્કૉલરશિપ.
જૈનોને વૉકેશનલ ટ્રેનિંગ સ્ટાઈફંડ મળશે. • જૈનોને માસ્ટર ડિગ્રી, Ph.D. વગેરે માટે વિદેશ અભ્યાસ માટે લોનના વ્યાજમાં સબસિડી.
સરકારી નોકરીની પરીક્ષા માટેનું નિઃશુલ્ક કોચિંગ મળશે. • સરકારી નોકરીની અનામતના કોઈ પણ લાભ લઘુમતીને મળતા નથી.
લધુમતીના કોઈ પણ લાભ લેવા માટે ટ્રસ્ટ-સંસ્થા કે વ્યક્તિએ નામ સાથે “જૈન” શબ્દ જોડવો હિતાવહ છે.
• ૨૬૯
-