________________
TOCTC જ્ઞાનધારા CC0
કાપડના પ પર ૧૪મી સદીમાં લખાયેલ ‘ધર્મવિધિપ્રકરણમાં સરસ્વતીનું સુંદર ચિત્ર છે. ૧૫મી સદીમાં રચાયેલ ‘પંચતાર્થીપટ્ટ' ચાંપાનેરમાં તૈયાર થયો છે જેમાં સાત ચિત્રો છે. મંદિરના ગર્ભગૃહમાં સર્ષછત્ર ધારણ કરેલ પાર્શ્વનાથજી, ગિરનાર પર્વતનું દશ્ય, સમેતશિખર અને પાવાગઢ ઉપરનાં મહાવીરસ્વામી મંદિરનાં ચિત્રોનું મનોહર આલેખન છે. આ પટ્ટ સંઘવીપાડાના ભંડારમાં આવેલો છે.
ખંભાતમાં હાલ મુખ્ય ચાર હસ્તપ્રત ભંડારો છે. પાયચંદગચ્છનો ભંડાર, જ્ઞાનવિમલસૂરિનો ભંડાર, નેમિસુરિનો ભંડાર અને શાંતિનાથનો ભંડાર. આમાં શાંતિનાથ ભંડાર સમગ્ર ગુજરાતમાં સહુથી સમૃદ્ધ અને મૂલ્યવાન ભંડારોમાંનો એક છે. અહીં ઈ.સ. ૧૨મીથી ૧૪મી સદી દરમિયાન સંસ્કૃતમાં લખાયેલ પ્રાચીન અને દુર્લભ તાડપત્રીય હસ્તપ્રતો છે. ગુજરાતની ગ્રંથસ્થ લઘુચિત્ર કલાના સહુથી પ્રાચીન નમૂના આ ભંડારની તાડપત્રીય સચિત્ર હસ્તપ્રતોમાંથી મળે છે. ‘દશવૈકાલિક સત્રની લઘુવૃત્તિ હસ્તપ્રતના છેલ્લા પત્ર પરના ચિત્રમાં આસન પર બિરાજમાન આચાર્ય હેમચંદ્રાચાર્ય જમણા હાથમાં તાડપત્ર ધારણ કરી પોતાના શિષ્ય મહેન્દ્રસૂરિને પાઠ આપતા જણાય છે. મહેન્દ્રસૂરિની પાછળ બે હાથ જોડીને ઊભેલ દાઢીવાળા ગૃહસ્થની આકૃતિ રાજા કુમારપાળની છે. આ ચિત્ર આચાર્ય હેમચંદ્ર અને રાજા કુમારપાળના જીવનકાળ દરમિયાન દોરાયેલું છે. આ પ્રત ૧૨મા સૈકાની છે.
શાંતિનાથ ભંડારમાં સંગ્રહિત ‘નેમિનાથચરિત્ર'ની ૧૩મી સદીની પ્રતમાં જૈન તીર્થંકર નેમિનાથ, અંબિકાદેવી અને અંજલિમુદ્રામાં શ્રાવક-શ્રાવિકાનાં ચિત્રો દોરાયેલાં છે. ૧૨મી સદીની એક અન્ય સચિત્ર પ્રતમાં બે ચિત્રો છે, જેમાંના એક ચિત્રમાં પવાસન પર બેઠેલા મહાવીરસ્વામી અને બીજા ચિત્રમાં ત્રિભંગ અવસ્થામાં ઊભેલ ચતુર્ભુજ સરસ્વતીનું સુંદર ચિત્રણ થયેલું છે.
અમદાવાદમાં દેવશાના પાડાના ભંડારમાં ‘શ્રીપાલરાસ'ની ઈ.સ. ૧૮૨૯માં તૈયાર થયેલ એક ચિત્રિત હસ્તપ્રત છે. એમાં વેપાર માટે સુરત આવતાં વહાણોનાં ચિત્રાંકનો આબેહુબ છે. કેટલાંક ચિત્રોમાં વૃક્ષો-વનરાજિઓનાં દશ્યો અંકિત કરેલાં છે. કેટલાંક ચિત્રોમાં ગીત-સંગીત અને નૃત્યોનું આલેખન કરેલું છે. પુરુષોના હાથમાં વીણાનું ચિત્રણ નોંધપાત્ર છે. દેવશના પાડાના દયાવિમલજી ભંડારમાં ‘કલ્પસત્ર'ની ૧૫મી સદીની સચિત્ર હસ્તપ્રત છે. સુવર્ણ અક્ષરોમાં લખાયેલી આ પ્રતમાં રાગ
• ૨૬૩
10) C જ્ઞાનધારા 10 રાગિણીઓ જેવાં સંગીતશાસ્ત્રનાં તથા આકાશચારી, પાદચારી અને ભૌમચારી જેવાં ભરતનાટ્યશાસ્ત્રનાં રૂપોનું ચિત્રાંકન કરેલું છે.
અમદાવાદના ડહેલાના ઉપાશ્રયમાં ‘શ્રીપાલરાસ'ની હસ્તપ્રત (ઇ.સ. ૧૮૨૧૧૮૨૨)નાં ચિત્ર ઉત્તર ગુજરાતની વિશિષ્ટ ગ્રામીણ શૈલીમાં આલેખાયાં છે. પુષપાત્રોનાં પાઘડી, લાંબી બાંયનાં અંગરખાં, પટાદાર ધોતિયાં અને ખેસના આલેખન આર્ષક છે. સ્ત્રીપાત્રો ઘેરા વાદળી રંગની ઓઢણી અને લાલ રંગનો ચણિયો ધારણ કરેલ દર્શાવાયાં છે. ચિત્રોમાં પશુ-પક્ષી અને વનરાજિનું આલેખન મનોહર છે.
આ ભંડારમાં ૧૯મી સદીની એક ચિત્રિત જૈન જ્ઞાનચૌપાર જળવાયેલી છે. હિંદુ અને જૈન પરંપરામાં સાધુઓ અને સંસારીઓ માટે જે જ્ઞાનચૌપાર તૈયાર કરાતી, એમાં દેવલોકનું, સર્પો અને સીડીઓનું, નવગ્રહોનું તેમ જ જુદી જુદી છવયોનિઓનાં ચિત્રોનું આલેખન કરવામાં આવતું. વિવિધ પ્રકારના દેવલોક, સ્વર્ગ અને નરક તેમ જ મોક્ષનો ખ્યાલ આપતી જ્ઞાનચૌપાર હિંદુ પરંપરામાં પણ તૈયાર કરાવવામાં આવતી, જેમાં ૮૪ કોઠાઓનું આલેખન કરાતું. આ ૮૪ લાખ યોનિઓનું પ્રીતક મનાતા.
ઉજમફઈની ધર્મશાળાના ગ્રંથભંડારમાં ૧૪મી સદીની એક હસ્તપ્રતમાં મહાવીરસ્વામીનું ચ્યવન, જન્મ, નિર્વાણ, સમવસરણ વગેરે પ્રસંગોનાં ચિત્રો છે.
હાજા પટેલની પોળમાં ‘સંગ્રહણીસત્ર' (ઇ.સ. ૧૮૫૪-૫૫)ની એક ચિત્રિત હસ્તપ્રતની નકલ જળવાયેલી છે. એમાં ચક્રવર્તીનાં ૧૪ રત્નો, મેરૂ પર્વત અને દ્વીપોનું આલેખન કરેલું છે.
અમદાવાદના ભો. જે. અધ્યયન સંશોધન વિદ્યા ભવનના મ્યુઝિયમમાં વેદવેદાંગ, ઇતિહાસ, પુરાણ, બૌદ્ધ અને જૈન સાહિત્ય, ભક્તિ વગેરે વિવિધ વિષયોને લગતી હસ્તપ્રતો સચવાયેલી છે, જેમાં કલ્પસત્ર, મધુમાલતી કથા જેવી, મનોહર ચિત્રોવાળી પ્રતો છે. જૈન રિઓ અને સાધુઓને તેમ જ સંઘને યાત્રા દરમિયાન આમંત્રણ આપતું એક વિજ્ઞપ્તિપત્ર (૧૮મી સદી) સંગ્રહાયેલું છે. એમાંની કેટલીક હસ્તપ્રતો સુંદર વેલબુટ્ટાની આકૃતિઓથી શણગારાયેલી, કોઈક સોનેરી શાહીથી લખેલી, લાલ, કાળી શાહીના લખાણવાળી છે. લા. દ. વિદ્યામંદિરમાં મુનિશ્રી પશ્ચવિજયજી મહારાજ તરફથી ભેટ મળેલ
- ૨૬૪ ૧૪