________________
જૈન ધર્મનો અમૂલ્ય વારસો- અમદાવાદસ્વિતા
ડૉ. રામજીભાઈ જૈન સંચિત્ર હસ્તપ્રતો
ધર્મના અભ્યાસુ છે. ડૉ. રામજીભાઈ ઠા. સાવલિયા |
ભો. જે. અધ્યયન
સંશોધન વિદ્યા ભવન, ગુજરાતનો કલા અને સંસ્કૃતિનો વારસો ભવ્ય |
અમદાવાદમાં છે. એની વિદ્યા-પ્રવૃત્તિના ઘડતરમાં પ્રાચીન | હસ્તલિખિત સચિત્ર હસ્તપ્રતોનું બહુમૂલ્ય પ્રદાન છે. તાડપત્ર, કાપડ અને કાગળ પર લખાયેલા વિવિધ વિષયોને લગતા હસ્તલિખિત અને સચિત્ર ગ્રંથોને ગ્રંથભંડારોમાં જાળવવામાં આવે છે. સૌરાષ્ટ્રનું વલભી ઈ.સ. પમી સદીમાં વિધાધામ તરીકે સમગ્ર ભારતમાં પ્રખ્યાત હતું. આચાર્ય દેવર્ધિગણિ ક્ષમાશ્રમણની દેખરેખ હેઠળ તમામ જૈન આગમ ગ્રંથો પુસ્તકરૂપે વલભીમાં લખવામાં આવ્યા. આ બાબત ભારતીય વિદ્યા પ્રવૃત્તિના ઈતિહાસમાં નોંધપાત્ર છે. ચૌલુક્ય વંશના બે ગુર્જર રાજાઓ સિદ્ધારાજ જયસિંહ અને કુમારપાળના સમયમાં ગુજરાતની સાહિત્યપ્રવૃત્તિનો મધ્યાહ્નકાળ શરૂ થયો. સિદ્ધરાજે અનેક ગ્રંથાલયો સ્થાપી સિદ્ધહેમ વ્યારણ”ની સેંકડો પ્રતો લખાવી. કુમારપાળે પણ એકવીસ જેટલા જ્ઞાનભંડારો અાપ્યા હતા. મંત્રી વસ્તુપાલે પાટણ, ભરૂચ અને ખંભાત એમ ત્રણ ગ્રંથભંડારો સ્થાપ્યાની વિગતો મળે છે. ઉપરોક્ત જ્ઞાનભંડારોમાંની એકમાત્ર તાડપત્ર પર લખાયેલી ઉદયપ્રભસૂરિએ રચેલી ‘ધમભ્ય ધ્ય' કાવ્યની હસ્તપ્રત હાલ ઉપલબ્ધ છે.
આવા હસ્તલિખિત ગ્રંથભંડારો રાખવાની પ્રથા જૈન સમાજમાં વિશેષ જોવા મળે છે. આ ગ્રંથભંડારોમાં જૈન ધર્મને લગતા ગ્રંથો ઉપરાંત કાવ્ય, કોશ, છંદ, અલંકાર,
જ્યોતિષ, નાટક, શિલ્પ, દર્શનશાસ્ત્ર વગેરે વિષયક સમગ્ર સાહિત્યના ગ્રંથોનો સમાવેશ થતો.
ગુજરાતના હસ્તલિખિત ગ્રંથભંડારોમાં પાટણ, ખંભાત અને અમદાવાદના ભંડારો વધુ ખ્યાતિ પામેલ છે. ઉપરાંત વડોદરા, છાણી, પાલનપુર, ખેડા, પાદરા, ભરૂચ, સુરત, ભાવનગર, ઘોઘા, પાલિતાણા, લીંબડી, જામનગર, વઢવાણ કૅમ્પ, માંગરોળ વગેરે સ્થળોએ અનેક નાના-મોટા ગ્રંથભંડારો આવેલા છે.
* ૨૬ :
OCTC જ્ઞાનધારા CSCO
ગુજરાતના હસ્તપ્રત ભંડારોમાં પ્રાચીન સમયથી પાટણ વિદ્વાનો અને સંશોધકો માટે એક તીર્થસ્થાનરૂપ બન્યું છે. અહીં ભંડારોની સંખ્યા ૨૦ જેટલી હતી, પરંતુ આ ભંડારો કાયમ માટે જળવાઈ રહે એ હેતુથી ૧૯૩૯માં “શ્રી હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિર" બનાવાયું, જ્યાં આશરે ૨૦ હજાર જેટલી હસ્તપ્રતો સંગ્રહાયેલી છે.
શ્રી હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિર" સંગ્રહમાં તાડપત્ર પર ગુજરાતી ભાષામાં લખાયેલ શ્વેતાંબર જૈન સંપ્રદાયના ગ્રંથ “નિશિથચૂર્ણિ'ની ઈ.સ. ૧૨ મી સદીની સચિત્ર હસ્તપ્રત છે. એમાં એક પત્ર પર વર્તુળાકારમાં હાથીની સવારનું દશ્ય તથા માલધારી રસ્ત્રીઓનાં ચિત્રો છે, જે અપ્સરાઓ જણાય છે. અહીં 'કલ્પસૂત્ર'ની સુવર્ણ અક્ષરોમાં લખાયેલ સચિત્ર પ્રત છે, જેના દરેક પત્ર પર અલગઅલગ ચિત્રો છે. એક પત્રમાં કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય કુમારપાળને ઉપદેશ આપી રહેલા નજરે પડે છે. એમાં લક્ષ્મીદવીનું ચિત્ર પણ છે. પ્રથમ તીર્થંકર આદિશ્વર ભગવાનનું સુંદર ચિત્ર છે. આ પ્રતમાં જૈન સાધ્વીઓ અને શ્રાવિકાઓનાં ચિત્રો આલેખાયેલાં છે. આ પ્રત વિ.સં. ૧૫૦૪ (ઈ.સ. ૧૪૪૭-૧૪૪૮)માં લખાયેલી છે. આ જ સમયની બીજી કલ્પસૂત્રની હસ્તપ્રતમાં જૈન પરંપરામાં વત્તેઓછે અંશે પૂજાતાં બ્રહ્મશાંતિ યક્ષ અને લક્ષ્મદિવીનાં આકર્ષક ચિત્રો છે.
‘ઋષભદેવચરિત'ની ૧૩મી સદીની હસ્તપ્રતમાં ઋષભદેવ અને જૈન યક્ષિણી ચક્રેશ્વરીનાં ચિત્રો અનેરું આકર્ષણ ઊભું કરે છે. ‘ત્રિષષ્ટિશલાકાપુરુપચરિત'ની પ્રતના છેલ્લા ત્રણ પત્રો ઉપર હેમચંદ્રસૂરિ, રાજા કુમારપાળ અને શ્રાવિકા શ્રી દેવીનાં મનોરમ ચિત્રો આલેખાયાં છે. “કનારત્નસાગર'ની હસ્તપ્રત ૧૩મી સદીની છે, જેમાં પાર્શ્વનાથ અને શ્રાવક-શ્રાવિકાઓનાં સુંદર ચિત્રો દોરેલાં છે.
કેન્વાસ પર ચીતરેલ ‘મહેન્દ્રસૂરિ સ્વાગતપટ્ટ'માં પ્રથમ ત્રિશલા માતાને આવેલાં ચૌદ સ્વપ્નોનું આલેખન છે. ત્યાર પછી ગામનું દશ્ય, રાજાનો દરબાર, બજાર, તોપખાનું, હાથીખાનું વગેરેનું આબેહુબ ચિત્રણ કરેલું છે.
અહીં જળવાયેલ એક હસ્તપ્રતમાંનાં ચાર ચિત્રોમાં - હેમચંદ્રાચાર્યને વ્યારકણનો ગ્રંથ લખવા માટે વિનંતી કરતો રાજા સિદ્ધરાજ, વ્યાકરણ ગ્રંથને અંબાડી પર મૂકીને ફરતી યાત્રા, પાર્શ્વનાથનું મંદિર અને વ્યાકરણ ગ્રંથની નકલ મેળવવા આનંદપ્રભ ઉપાધ્યાયની વિનંતી કરતા કર્મણ મંત્રી વગેરે પ્રસંગોનાં આબેહુબ ચિત્રો દોરેલાં છે.
* ૨૬૨૬