Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 130
________________ CNC જ્ઞાનધારા ૩. પાત્ર પ્રતિ બહુમાન થવું. ૪. પાત્રને પ્રેમાળ વચનોથી આવકાર આપવો. ૫. પાત્ર વ્યક્તિની અનુમોદના કરવી. દાનનાં દૂષણ : ૧. દાન આપતી વખતે અનાદર કરવો. ૨. દાન આપવામાં વિલંબ કરવો. ૩. દાન લેનારને અપ્રિય વચન કહેવું. ૩. દાન આપવામાં અરુચિ દાખવવી. ૪. દાન આપ્યા પછી પશ્ચાત્તાપ કરવો. ઉપદેશતરંગિણીમાં આ પ્રકાર, ભેદ ઉપરાંત સુપાત્રદાન મહત્તા પણ આંકવામાં આવી છે, જેમ કે ધનનું રોકાણ બમણું કે ચોગણું થાય જ્યારે સુપાત્રદાન અનંત ગણું થાય છે. દાનવિષયક સાહિત્ય પણ ખૂબ લખાયું છે અને સુપાત્રદાનની કથાઓ પણ પુષ્કળ પ્રમાણમાં છે. દાન પ્રતિષ્ઠા કે અહંકારની તૃપ્તિ માટે નહિ, પરંતુ દાનથી કરુણા, સ્નેહ, સેવા, બંધુત્વ જેવી પવિત્ર ભાવનાનો વિકાસ થાય છે. તેનાથી માનવની માનવતા અને દાનવૃત્તિની વૃદ્ધિ થાય છે. દિવ્યતાની જાગૃતિ સાથે ઈશ્વરીય આનંદની અનુભૂતિ થાય છે. વિદ્વાન વિજયમુનિશાસ્રી દાન માટે સ્વ પરના કલ્યાણની વાત કરતાં કહે છે કે ભગવાન મહાવીરે દાન માટે મુધાદાયી અને મુધાવી શબ્દોનો સુંદર પ્રયોગ કર્યો છે. એ જ દાન શ્રેષ્ઠ છે કે જે દેનારના મનમાં અહંભાવ ન પ્રગટે અને લેનારના મનમાં લઘુતાભાવ ન પ્રગટે અને તો જ બન્નેનું કલ્યાણ થાય છે. ન સમય બદલાતાં હવે તો દાનના પ્રકારોમાં રક્તદાન, કિડની વગેરે અવયવદાન, ત્વચાદાન, દેહદાન વગેરે ગોઠવાવા લાગ્યાં છે. આજકાલ તો લજ્જાદાન અને ગૌરવદાન સમાજને કોઠે પડી ગયાં છે જે કેટલે અંશે યોગ્ય છે તે તો કોઈ વિદ્વાન જ કહી શકે. હાલના સમયમાં દાનના પ્રવાહની વિવેકપૂર્ણ યથાયોગ્ય દિશા શુદ્ધ સાધનો દ્વારા મેળવેલ લક્ષ્મી ન્યાયસંપન્ન આજીવિકા કે વૈભવમાંથી ૨૫૯ CNC જ્ઞાનધારા Xo પોતાની જરૂરિયાત પૂરતી લક્ષ્મી રાખી વધારાની સુપાત્રદાન દ્વારા જો વહાવવામાં આવે તો તે લક્ષ્મી મહાલક્ષ્મી બને છે. જાહેર સંસ્થાઓ, શૈક્ષણિક શાળા-કૉલેજો, દવાખાનાં કે હૉસ્પિટલો, ધર્મશાળા, મંદિરો, ધર્મસ્થાનકો-ઉપાશ્રયો, આશ્રમો, ગૌશાળા-જીવદયાની સંસ્થાઓ, વિધવાવૃદ્ધ-અનાથ-રુગ્ણો માટેની સંસ્થાઓ વગેરેનું પોષણ અને રક્ષણ સખાવત દ્વારા જ થાય છે. દાન તો આવી જાહેર સમાજસેવી સંસ્થાઓની જીવાદોરી સમાન છે. સંસ્કૃતિ, કળા અને સાહિત્યના સંવર્ધન માટે પણ અનેક સંસ્થાઓને દાનની જરૂર પડે છે. દરેક સંસ્થાઓ આર્થિક રીતે પગભર થઈ શકે તેવી યોજનાઓ સમાજ સમક્ષ મૂકવાની જવાબદારી સંચાલકોની છે, જેથી દાન એવી યોજનામાં અપાય કે સંસ્થા કાયમી ધોરણે કે લાંબા ગાળા માટે પગભર બને. મુનિશ્રી સંતબાલજીના મતે ભારતની સમાજરચના ધર્મમયને બદલે અર્થમય બનતી જાય છે. એનું એક કારણ ધર્મસંસ્થાઓ તરફથી પણ ધનને પ્રતિષ્ઠા આપવી એ છે. ધર્મસંસ્થાના સમારંભોમાં શ્રીમંતોને જ ઉચ્ચસ્થાને બેસાડવામાં આવે છે. ક્યારેક આવી સંસ્થાઓના હોદ્દેદારો પણ ધનિકો બની જાય છે. હદ તો ત્યારે થાય છે કે જ્યારે ધર્મસંસ્થાઓના અગ્રસ્તંભ મુનિવરો પણ જ્યારે અનીતિમાન ધનિકોને જાહેર પ્રતિષ્ઠા આપે છે. એક બાજુ અર્થમયી સમાજરચનાને વખોડે છે તો બીજી બાજુ તેની જડોને સીંચે છે. માટે જ સૌપ્રથમ આજની અર્થપ્રધાન બનેલી સમજરચનાને બદલવા ઇચ્છનારા સાધુભગવંતોએ જાહેર સમારંભોમાં મૂડીવાદીને પ્રતિષ્ઠા તો ન જ આપવી જોઈએ, પણ તેમને પાપવા પણ ન જોઈએ. અંતમાં દાનનો મહિમા અનેરો છે. દાન આપવામાં કદી પાછા ન પડવું. વિનયપૂર્વક યથાયોગ્ય દાન કરતા રહેવું. દાન આપ્યા પછી માલિકીભાવ બિલકુલ ન લાવવો. શક્ય હોય તો વિદ્યાદાન આપો-અપાવો. આવા ધનથી જ સમાજ સંસ્કારલક્ષી બનશે, સામાજિક જીવન સુધરશે, ભક્તિભાવનો વિકાસ થશે. ૨૬૦

Loading...

Page Navigation
1 ... 128 129 130 131 132 133 134 135 136 137