________________
OOCNC ાનધારા
વ્યવસ્થા મળે, બીમાર સાધુ-સાધ્વીજીને યોગ્ય ઔષધ અને સારવાર મળે તથા વયોવૃદ્ધ સાધુ-સાધ્વીજીને વિહાર કરવાની ક્ષમતા ન હોય ત્યારે સ્થિરવાસ કરવાની જોગવાઈ થાય આ બધું વેયાવચ્ચ કહેવાય.
આમ તો સંસ્કૃત ભાષામાં વૈયાવૃત્ય શબ્દ છે. પ્રાકૃતમાં તે વેયાવચ્ચ બને છે. આપણે સામાન્ય બોલચાલમાં વૈયાવચ્ચ ઉચ્ચારણ કરીએ છીએ, તે ખોટું છે. એટલે ‘વૈયાવચ્ચ’ને બદલે વેયાવચ્ચ જ ઉચ્ચાર કરવો જોઈએ.
જૈન ધર્મમાં વેયાવચ્ચનો વિશેષ મહિમા છે. સાધુ-સાધ્વી અને શ્રાવક-શ્રાવિકા એમ ચતુર્વિધ સંઘ ગણાય છે. આ ચતુર્વિધ સંઘના મુખ્ય અંગ સમાન સાધુસાધ્વીજી મહારાજની અનિવાર્ય આવશ્યક્તાઓની સગવડ કરવી એ વૈયાવચ્ચ કહેવાય. તે જ પ્રમાણે શ્રાવક માટે બાર વ્રતો બતાવેલાં છે. એમાં બારમું છે : અતિથિ સંવિભાગ-અર્થાત્ અઅિતિથ માટે ભાગ રાખવો તે. અતિથિ એટલે સાધુસાધ્વીજી. તેથી જે વેયાવચ્ચ પ્રત્યેક શ્રાવકનો ધર્મ છે.
જૈન ધર્મમાં બાહ્ય અને અભ્યાંતર તેમ કુલ બાર પ્રકારનાં તપની વાત છે. એમાં એક તપ વેયાવચ્ચનું પણ છે. અન્ય તમામ તપ કરવાથી વ્યક્તિનું પોતાનું જ કલ્યાણ થાય છે એટલે કે માત્ર સ્વનું જ હિત થાય છે. વેયાવચ્ચ એકમાત્ર એવું તપ છે જે બંનેને લાભદાયક છે એટલે કે સ્વનું અને પરનું હિત થાય છે.
ભગવાન મહાવીરસ્વામીએ કહ્યું છે કે જે વ્યક્તિ બીમાર અને ગ્લાન સાધુસાધ્વીજીની સેવા કરે છે, તે મારી સેવા કરે છે. મૂર્તિ અને પ્રતિમાની ભક્તિ પણ જો આપણને અનેરું આધ્યાત્મિક ફળ આપતી હોય તો આ તો જીવતાં-જાગતાં વીતરાગ-માર્ગના અનુયાયી છે. એમની સેવા-ભક્તિના ઉત્કૃષ્ટ પરિણામ માટે કોઈ સંદેહ ન હોઈ શકે.
જેની વૈયાવચ્ચ કરવામાં આવે એનો મોક્ષ થતો હશે કે નહિ તેની ખબર નથી, પણ જે વ્યક્તિ વેયાવચ્ચ કરે છે એને તો એ ક્ષણે જ મોક્ષ માર્ગ પર પ્રવેશ થઈ જાય છે.
રાગ-દ્વેષથી મુક્ત રહીને સૌનું કલ્યાણ ઝંખતા અને પોતાના આત્મકલ્યાણમાં રાત-દિવસ સાધનામય રહેતાં સાધુ-સાધ્વીજીની (તેમને અતિથિ સમજીને પણ) સેવા કરવાથી આપણા આચાર-વિચારની શુદ્ધિ થાય છે. આપણે ભાવાત્મક
૨૩૫
PC C જ્ઞાનધારા CORO ઊંચાઈએ પહોંચીએ છીએ. જે પરિવારમાં સાધુ-સાધ્વીજીની રૂડી વેયાવચ્ચ કરવાના સંસ્કાર હશે, એ પરિવારનાં બાળકો ખૂબ સંસ્કારી અને વિનયી હશે.
જેઓ પોતાના જીવનમાં અજાણતાંય કોઈ રાગ-દ્વેષ ન પ્રવેશી જાય એ બાબતે આટલી હદે જાગરૂક રહેતા હોય એમની વૈયાવચ્ચ કરવામાં આપણે કરકસર કેમ કરવી? ‘સાધુનાં દર્શનમં પુણ્યમ્' એટલે કે સાધુમહારાજનાં દર્શન માત્રથીય પુણ્ય થતું હોય છે. જો એમનું માત્ર દર્શન પણ પુણ્ય કરાવનારું હોય, તો એમની વેયાવચ્ચ તો પુણ્યકારક હોય જ.
ધર્મગુરુની સેવા કરવાથી કૃતાર્થ થવાય. કદીય ગુરુના દોષ ન જોવા જોઈએ, માત્ર એમના ગુણ તરફ જ ષ્ટિ રાખવી જોઈએ.
વેયાવચ્ચ એવો ધર્મ છે કે આપણને તત્કાલ પ્રસન્નતા અને ધન્યતાનું પરિણામ આપે છે.
શ્રમણ ભગવાન મહાવીર પરમાત્માએ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં વેયાવચ્ચ ગુણને અપ્રતિપાત ગુણ કહ્યો છે. અર્થાત્ ભવસાગરની કોઈ પણ જાતની સ્પૃહા વિના જન્મથી રહિત બનવાની ભાવનાથી આરાધના કરાતો વેયાવચ્ચ ગુણ સુખ
શાંતિ અને સમાધિ પ્રાપ્ત કરાવી આપે છે.
વિશ્વના તમામ ધર્મોએ ઓછેવત્તે અંશે સેવાની વાત કરી છે, પરંતુ જૈન ધર્મની વિશેષતા એ છે કે, એણે તપ અને ત્યાગના પ્રતીક સમા સાધુ-સાધ્વીજી મહારાજની વેયાવચ્ચથી માંડીને છેક નાનામાં નાના કીડી જેવા જીવ-જંતુની સેવાની વાત કરી છે. જગતમાં આવી વિરાટ કરુણા એકલા જિન શાસનમાં જ જોવા મળશે.
ભગવાન મહાવીરનો અંતિમ ઉપદેશ ઉત્તરાધ્યયન સૂત્રમાં સાંપડે છે. એમાં કહ્યું છે : પૂ. ‘“વૈયાવચ્ચયેણં ભંતે જીવે કિં જણયઈ ઉ. વૈયાવચ્ચણં તિત્થચરનામ ગોત્ત કમ્મ નિંબધઈ'' પ્રથમ ગણધર ગૌતમસ્વામીએ ભગવાન મહાવીરને પૂછ્યું, ‘‘હે ભગવાન! વૈયાવૃત્યથી આત્મા શો લાભ પ્રાપ્ત કરે છે?” ત્યારે ઉત્તરમાં ભગવાન મહાવીરે કહ્યું, વૈયાવૃત્યથી આત્મા તીર્થંકરપદને પ્રાપ્ત કરે છે.
નિસ્પૃહતા અને નિષ્કામ ભાવનાથી કરાયેલા સાધુ-સાધ્વીજી મહારાજના વૈયાવૃત્યથી તથા માનવચિત્તમાં આનંદ, ઉલ્લાસ અને શાંતિ વધારનારી પ્રવૃત્તિ
૨૩૬