Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 121
________________ OCTC જ્ઞાનધારા 100 સપાટી પર જમા થાય છે જે વાસણના રંગ જેવી સફેદ પોપડી હોવાથી જલદી નજરે ચડતી નથી. ઍલ્યુમિનિયમના વાસણમાં ૩૦-૩૫ મિનિટ શુદ્ધ પાણી ગરમ કરવાથી અને ઠંડું થયા પછી ગાળીને પારદર્શક સ્વચ્છ કાચની બોટલમાં ભરી સૂક્ષ્મ નજરે ધ્યાનથી નિરીક્ષણ કરીએ તો એ ઉકાળેલા પાણીમાં સફેદ પાઉડર હોય તેવો આભાસ થશે. એવું એટલા માટે દેખાય છે કે આ વાસણમાં પાણી ઉકાળવાથી ઍલ્યુમિનિયમના કેટલાક અંશ ઓગળીને તેમાં ભળી ગયેલા છે. ઍલ્યુમિનિયમ મસ્તિષ્ક-મગજની હૃદયની કોશિકાઓને પણ નષ્ટ કરી શકે છે, એ જ કારણે હૃદયની માંસપેશીઓ પર જામેલ ઍલ્યુમિનિયમ હદયરોગ જેવા ભયંકર રોગોને જન્મ આપે છે. અલ્ઝાઈમર અને ડાયાલાઈસીસ ડિમેન્શિયા જેવા ખતરનાક અને લગભગ ઈલાજ ન થઈ શકે તેવા નાયુના રોગો તથા રીનલ આસ્ટેડિટા જેવા અસ્થિરોગોનો ભય પણ રહે છે. તદુપરાંત રોગી પોતાની યાદદાસ્ત અને વિચારવાની ક્ષમતા બિલકુલ ગુમાવી દે છે. તે શારીરિક અને માનસિકરૂપે અપંગ થઈ જાય છે. કોઈ પણ સંજોગોમાં આ ઍલ્યુમિનિયમ વાસણો પાણી ઉકાળવામાં કે ઠારવાના ઉપયોગોમાં ન જ લેવામાં આવે અને તેની જગ્યાએ તાંબાનાં વાસણોનો જ ઉપયોગ થાય તે યોગ્ય છે. જેથી શ્રી ચતુર્વિધ સંઘની ભક્તિ ઉત્તમ દ્રવ્યથી કરવાનો લાભ મળે. પૂ. ભગવંતોને શારીરિક તકલીફ થાય પછી વેયાવચ્ચ કરવી તેના બદલે તેઓને શારીરિક તકલીફો ન જ આવે તેવા પ્રયત્ન કરવા જરૂરી છે. (૫) આંખોના નંબર તપાસવા-ચશ્માંની સગવડ કરવી વગેરે : આપણને જેમ કેટલીક અનિવાર્ય ચીજોની આવશ્યક્તા રહે છે તેમ સાધુસાધ્વીજીને પણ હોય છે. આંખોની તકલીફ હોય ત્યારે એમાં જોઈએ. આ ઉપરાંત લેખન માટે પેન-કાગળ જોઈએ. ટૂંકમાં તેમની અધ્યાત્મસાધના માટે આરોગ્યલક્ષી સગવડો અને જ્ઞાનોપાસનામાં ઉપયોગી પ્રાથમિક ઉપકરણો ઉપલબ્ધ કરાવી આપવા એ વેયાવચ્ચ છે. ચાતુર્માસ દરમિયાન પૂ. ભગવંતો એક જ સ્થળ પર સ્થિરતા ધરાવતા હોઈ - ૨૪૧ ૧ STOCTC જ્ઞાનધારા CC0 તેઓને આધ્યાત્મિક અભ્યાસ કરવાનો પૂરતો સમય મળી રહે છે. આ સમયમાં મહાત્માઓની પોતાની આંખોની નબળાઈને કારણે જ અભ્યાસમાં ખલેલ ન પડે તે માટે ચાતુર્માસમાં નેત્રચિકિત્સા શિબિર યોજી, ઉપાશ્રયમાં ટિશિયનને સાધનો સાથે મોકલી આંખોનું નિદાન કરવું જરૂરી છે, આંખોના નંબર તપાસી ચશ્માં વહોરાવવા જરૂરી છે. (૬) દંતચિકિત્સા યજ્ઞ : શ્રી આયુર્વેદ ડેન્ટલ રિસર્ચ સેવા ચૅરિટેબલ ટ્રસ્ટ, રાજકોટના મે. ટ્રસ્ટી નિષ્ણાત દંતવૈદ્ય શ્રી લાભશંકર એફ. શુક્લ જેવા નિષ્ણાત દંતચિકિત્સકની સેવાનો લાભ લઈ ૫. ભગવંતો માટે સમયાંતરે દંતચિકિત્સા યજ્ઞનું આયોજન કરવું જોઈએ. (૭) પૂ. સાધુ-સાધ્વીજીના સ્વાથ્યને હાનિકારક કેમિકલયુકત પાત્રાના રંગને બદલે દેશી પદ્ધતિથી કુદરતી દ્રવ્યથી બનેલાં સંપૂર્ણપણે જ્યણાથી બનાવેલાં પાત્રા રંગવાના રંગો: - પરમ તારક પરમાત્મા શ્રી મહાવીરસ્વામી પ્રભુએ શાસનની જવાબદારી જેમના સ્કંધો પર મૂકી છે તેવા મહાત્માઓ પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતોની બીમારીનાં અનેક કારણોનું એક કારણ છે તેમની ગોચરી માટેનાં પાત્ર રંગવા માટેના કેમિકલ રંગ, જે આહાર સાથે શરીરમાં પહોંચી પૂ. ભગવંતોના સ્વાથ્યને ખૂબ જ હાનિ પહોંચાડે છે. આ દૂષણ દૂર કરવા માટે દેશી રંગો બનાવતા સાધર્મિક બંધુઓને શોધી કુદરતી દ્રવ્યના બનેલાં પાવા રંગવાનાં દ્રવ્યો પૂ. ભગવંતોને વહોરાવવાનું અભિયાન હાથ ધરવું જોઈએ. (૮) પૂભગવંતો માટે શાસ્ત્રના અભ્યાસ માટે નિષ્ણાત પંડિતોની વ્યવસ્થા: પૂ. ભગવંતો ચાતુર્માસ દરમિયાન એક જ સ્થાન પર સ્થિરતા ધરાવતા હોઈ તે સમય દરિમયાન શાસ્ત્રોના અભ્યાસ માટે તેઓને પૂરતો સમય મળી રહેતો હોય છે. આ સમય દરમિયાન શ્રાવકોએ/સંઘના મોભીઓએ શાસ્ત્રના તજજ્ઞ પંડિતોને રાખી તેઓના આધ્યાત્મના અભ્યાસ માટે ઉચિત વ્યવસ્થા કરવી જોઈએ. પ્રભુ મહાવીરના ઉપદેશને આપણા સુધી પહોંચાડવાનું માધ્યમ એકમાત્ર સંયમધારી * ૨૪૨

Loading...

Page Navigation
1 ... 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137