________________
SSC COD SOC0 જયંત કોઠારીનું [ અમદાવાદ સ્થિત
કાંતિભાઈના ‘ગુણરત્નાકર જૈન હસ્તપ્રત-સંપાદન - | છંદ’ અને ‘ઉપદેશમાલા.
બાલાવબોધ’ ગ્રંથો પુરસ્કૃત સંશોધનનું કાર્ય થયા છે. મધ્યકાલીન
ગુજ. સાહિત્ય અને છે ડૉ. કાંતિભાઈ બી. શાહ | હસ્તપ્રતોનાં સંશોધન
| સંપાદનમાં તેઓશ્રીનું જયંત કોઠારીની બહુમુખી વિદ્વત્રતિભા | ઘણું જ યોગદાન છે. વિવેચન, સંપાદન, સંશોધન, સાહિત્યવિચાર, ભાષાવિચાર, કોશપ્રવૃત્તિ - એમ અનેક ક્ષેત્રોમાં વિહરી છે. જયંતભાઈ સાહિત્યક તથ્યોની માવજતના માણસ. સર્જાયેલા શબ્દને જ પ્રમાણ સ્વીકારીને ચાલનારા. કેવળ અતાર્કિક તુક્કાઓ - માન્યતાઓથી પોતાના લક્ષ્યને માપવાનું એમને ફાવતું નથી. એમની કોઈ પણ વિષયની રજૂઆત અત્યંત અસંદિગ્ધ, વિશ, પાંડિત્યના આડંબર વિનાની રહી છે. આમ વિવેચન -સંપાદન - સંશોધન ક્ષેત્રે જયંતભાઈએ પોતાની એક આગવી મુદ્રા ઉપસાવી છે.
એમનાં સંપાદનની-સંશોધનની અવિરત ચાલેલી પ્રવૃત્તિમાં મધ્યકાલીન ગુજરાતી કૃતિસંપાદનો, ગુજરાતી સાહિત્યકોશ (મધ્યકાળ), 'જૈન ગુર્જર કવિઓ'નું નવસંસ્કરણ, મધ્યકાલીન ગુજરાતી શબ્દકોશ, મધ્યકાલીન કર્તાઓનાં જીવન-કવન વિશે સંશોધનાત્મક અભિગમ ધરાવતાં લખાણો, અન્ય લેખકોસંપાદકોના ગ્રંથોની સંદ્ધિદર્શક સમીક્ષાઓ, એમણે સમજાવેલી હસ્તપ્રતસંપાદનની ભૂમિકાઓ તેમ જ મુદ્રિત હસ્તપ્રત સૂચિઓ વિશેની સમીક્ષાઓનો સમાવેશ થાય, પરંતુ અહીં તો મુખ્યત્વે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની સીમામાં રહીને, જયંતભાઈના જૈન હસ્તપ્રત-સંપાદન-સંશોધન ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાનની વાત કરવાનું પ્રસ્તુત છે.
(૧) આરામશોભા રાસમાળા :
કોઈ એક જ કૃતિની એક હસ્તપ્રત કે એકાધિક હસ્તપ્રતોને આધારે તો આપણે ત્યાં હસ્તપ્રત-સંપાદનો થતાં રહ્યાં છે, પણ કોઈ એક જ વિષય પર જુદાજુદા કવિઓએ રચેલી કૃતિઓની હસ્તપ્રતો મેળવીને અને એમાંય એ
• ૨૪૫ ૧૪
TOCTC જ્ઞાનધારા CS1C0 કૃતિઓની એકથી વધુ હસ્તપ્રતો ઉપલબ્ધ હોય તો એમનો પણ આધાર લઈને, આ કૃતિઓનું એકસાથે સંપાદન-સંશોધન કરવું એ એક ભગીરથ કાર્ય છે.
મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય ક્ષેત્રના સંદર્ભમાં આવો એક મહત્ત્વનો સંનિષ્ઠ પુરષાર્થ જયંત કોઠારી દ્વારા ‘આરામશોભા રાસમાળા'ના પ્રકાશનનો થયો છે. આરામશોભાના કથાનકને આલેખતી છ કવિઓની છ કૃતિઓનું આ સંપાદન તુલનાત્મક અધ્યયનનો એક આદર્શ પૂરો પાડતું મહત્ત્વનું પ્રદાન બની રહે છે.
આરામશોભાની કથા એ જૈન પરંપરાની એક સુપ્રસિદ્ધ કથા છે. આ કથાનાં કથાનકો સંસ્કૃત, પ્રાકૃત અને જૂની ગુજરાતી - એમ ત્રણેય ભાષાના સાહિત્યમાં મળી આવે છે.
જયંતભાઈએ ‘આરામશોભા રાસમાળા'માં મધ્યકાળના ઈશના ૧૫માં શતકના ઉત્તરાર્ધથી માંડી ૧૮મા શતકના આરંભકાળ સુધીના જુદાજુદા સમયમાં થયેલા છ જુદાજુદા જૈન સાધુકવિઓએ મધ્યકાલીન ગુજરાતી ભાષામાં રચેલી આરામશોભા નામક કથનાત્મક કૃતિઓની ઉપલબ્ધ હસ્તપ્રતોનું સંપાદન કર્યું છે.
આ છ કૃતિઓનાં નામ, કર્તાનામ અને રચનાસમય આ પ્રમાણે છે : ૧. આરામશોભા રાસ રાજકર્તિ કે કીર્તિ રચિત ૨. સ. ઈ. ૧૪૩૯ ૨. આરામશોભા ચોપાઈ વિનયસમુદ્રવાચક રચિત ૨. સ. ઈ. ૧૫૨૭ ૩. આરામશોભા ચોપાઈ સમય પ્રમોદ રચિત ૨. સ. ઈ. ૧૫લ્પ ૪. આરામશોભા ચરિત્ર પૂંજા ઋષિ રચિત ૨. સ. ઈ. ૧૫૯૬ ૫. આરામશોભા ચરિત્રરાજસિંહ રચિત ૨. સ. ઈ. ૧૬૩૧ ૬. આરામશોભા રાસ જિન હર્ષ રચિત ૨. સ. ઈ. ૧૭૦૫
આ કથાનક સંસકૃત-પ્રાકૃત ભાષાની નવ જેટલી કૃતિઓ અંતર્ગત આલેખાયું હોવાનું સંપાદકે નોંધ્યું છે, જેમાં છ કૃતિઓ સંસ્કૃતમાં અને ત્રણ કૃતિઓ પ્રાકૃત ભાષાની છે. આ તમામ કૃતિઓના રચયિતાઓ પણ જૈન સાધુ કવિઓ છે. આ નવ કૃતિઓમાં સૌથી જૂનામાં જૂની કૃતિ પ્રદ્યુમ્નસૂરિવિરચિત “મૂલશુદ્ધિ પ્રકરણ' (પ્રાકૃત) પરની દેવચંદ્રસૂરિ રચિત સંસ્કૃત વૃત્તિ અંતર્ગત આ કથા મળે છે. (વૃત્તિ-રચના છે. ૧૦૮૯-'૯૦ની છે). સંસ્કૃત-પ્રાકૃતમાં જુદા જુદા કવિઓએ રચેલી ‘મુનિસુવ્રતસ્વામી ચરિત'
* ૨૪૬