Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 127
________________ OCC જ્ઞાનધારા COO ઉપરાંત તત્કાલીન અન્ય જૈન સામયિકોમાં પણ તેમનાં લખાણો પ્રકાશિત થતાં હતાં. એમાં પોતાને ઉપલબ્ધ થયેલી હસ્તપ્રતોમાંથી પ્રાચીન કૃતિઓનાં એમણે કરેલાં સંપાદનોનો પણ સમાવેશ થાય છે. મોહનભાઈએ કરેલાં આ હસ્તપ્રતસંપાદનોનું જયંતભાઈએ પ્રસ્તુત ગ્રંથમાં સંશોધિત પુનઃસંપાદન કર્યું છે. જંયતભાઈએ ધાર્યું હોત તો મોહનભાઈ સંપાદિત આ કૃતિઓને વિષયવાર કે સ્વરૂપવાર વર્ગીકૃત કરીને, ગોઠવણીનું પુનઃઆયોજન કરીને, અગાઉના મુદ્રણદોષો દૂર કરીને એમનો સંપાદનશ્રમ સીમિત રાખી શક્યા હોત, પણ આટલું જ કરીને સંતુષ્ટ થાય તો એ જંયતભાઈ જ શાના ! આ કાર્ય હાથ પર લેતાં, એમને મુદ્રણદોષો ઉપરાંત જ્યાંજ્યાં ભ્રષ્ટ પાઠો માલૂમ પડયા, પાઇનિર્ણયો ખોટા જણાયા, અન્ય વૈકલ્પિક પાઠની સંભાવના જણાઈ તેવાં સ્થાનોની પાઠશુદ્ધિ કે પાઠનિર્ણય અર્થે, જો તે કૃતિઓ અન્યત્ર મુદ્રિત થઈ હોય તો તે જોઈ જવાનો, શક્ય હોય ને જરૂરી લાગ્યું હોય ત્યાં એવી કૃતિઓની હસ્તપ્રત કઢાવીને શુદ્ધ પાઠ મેળવવાનો શ્રમ લઈને એમણે આ તમામ સામગ્રીને સંશોધિત કરી છે. એથી તો અહીં મોટા ભાગની કૃતિઓની સાથે એક મોહનભાઈની અને બીજી જયંતભાઈની એમ બબ્બે સંપાદકીય નોંધો જોવા મળે છે. આ બન્ને પ્રકારની નોંધો અનુક્રમે ગોળ અને ચોરસ કૌંસથી અલગ પડાઈ છે. આ ઉપરાંત કૃતિને છેડે, કૃતિ મૂળ જ્યાં પ્રકાશિત થઈ હોય તે સામયિક/ગ્રંથનામ, વર્ષ અને પુષ્ઠક્રમાંક સુધ્ધાં નોંધવાનું જયંતભાઈ ચૂક્યા નથી. આ પુનઃસંપાદિત કૃતિઓનું સ્વરૂપવૈવિધ્ય આશ્ચર્યચકિત કરે એવું છે. રાસા, ફણુ, બારમાસી, સંવાદ, ગીતો, સ્તવનો, સઝાયો, ચૈત્યપરિપાટી, ગુર્વાવલી પટ્ટાવલી-થેરાવલી, ગઝલ, દસ્તાવેજ, વિજ્ઞપ્તિપત્રો, આજ્ઞાપત્રો, છત્રીસી, પચીસી, હરયાળીઓ, સુભાષિતો, દુહા, ઉખાણાં, બાલાવબોધો, પ્રતિમાલેખો - એમ નાનીમોટી રચનાઓનો આમાં સમાવેશ થયો છે. આ ગ્રંથનું પ્રકાશન લા. દ. ભા. સં. વિદ્યામંદિર (અમદાવાદ) સંસ્થાએ ઈ. ૨૦૦૧માં કર્યું છે. આ ગ્રંથનું પ્રકાશન થતાં એકસાથે ત્રણ પ્રયોજનો સિદ્ધ થયાં છે. એક, પ્રાચીન-મધ્યકાલીન જૈન સાહિત્યનો મોહનભાઈને હાથે એકત્ર થયેલો મૂલ્યવાન ખજાનો ગ્રંથસ્વરૂપે ઉપલબ્ધ થયો છે. બીજું, જયંતભાઈ જેવાને હાથે - ૨૫૩ " CC જ્ઞાનધારા வ COO કૃતિઓ સંશોધિત થઈને વધુ વિશુદ્ધ સ્વરૂપે સંપન્ન થઈ છે. ત્રીજું, જયંતભાઈ દ્વારા ગ્રંથને છેડે મધ્યકાલીન શબ્દોનો સાર્થ શબ્દકોશ પ્રાપ્ત થયો છે. *** આ ઉપરાંત, ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પ્રકાશિત ગુજરાતી સાહિત્યકોશ (મધ્યકાળ)ના મુખ્ય સંપાદક તરીકે જંયતભાઈને જ્યાંજ્યાં કર્તુત્વના, કૃતિના રચનાસમયના, કૃતિનામ અંગેના કોયડા જણાયા ત્યાં કેટલાક કિસ્સામાં તેમ જ ‘જૈન ગુર્જર કવિઓ'ની નવસંસ્કરણ પામેલી, સંવર્ધિત બીજી આવૃત્તિની શુદ્ધિવૃદ્ધિ અર્થે તથા ‘મધ્યકાલીન ગુજરાતી શબ્દકોશ’નું સંપાદન હાથ ધરતાં જ્યાં શબ્દ અશુદ્ધ જણાયો હોય તેવાં સ્થાનોમાં તથ્ય-શોધ અર્થે મૂળ હસ્તપ્રતો સુધી જવાનું બન્યું હતું. હસ્તપ્રત-સંપાદનની પ્રક્રિયા સમજાવતો, લિપિવાચન, પાઠનિર્ધારણ અને અર્થનિર્ણય - એ ત્રણેય સોપાનોમાં સ્વાનુભવને આધારે પ્રચુર દષ્ટાંતો આપતો ‘મધ્યકાલીન સાહિત્યકૃતિનું સંપાદન: ત્રણ પગલાંની સંશોધનયાત્રા' નામનો એમનો લેખ ‘સાહિત્યિક તથ્યોની માવજત' પુસ્તકમાં ગ્રંથસ્થ થયો છે. એ જ રીતે કોઈ પણ હસ્તપ્રત મેળવવા માટે માર્ગદર્શક અને ચાવીરૂપ બની શકે એવી હસ્તપ્રતસૂચિઓની સમીક્ષા કરતો ‘મુદ્રિત હસ્તપ્રતસૂચિઓઃ સમીક્ષા અને સૂચનો’ નામનો લેખ ‘એક અભિવાદન-ઓચ્છવ, એક ગાષ્ટિ' પુસ્તકમાં ગ્રંથસ્થ થયો છે. વિશેષ નોંધ : તાજેતરમાં ઑગસ્ટ, ૨૦૧૩માં, પૂજ્ય આચાર્ય શ્રીમદ્ કલાપૂર્ણસૂરિશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન પૂજ્ય ગણિવર્ય શ્રી તીર્થભદ્રવિજયજીએ પરમપૂજ્ય દાદાગુરુદેવ આચાર્યશ્રી વિજયકનકસૂરિશ્વરજી મ.સા.ના ૫૦મા સ્વર્ગારોહણ વર્ષ નિમિત્તે, પૂજ્યશ્રીની કાયમી સ્મૃતિ અર્થે, પાંચ ગ્રંથો સંશોધિત-સંપાદિન કરી પ્રકાશિત કર્યા છે. ગ્રંથો આ પ્રમાણે છે : ૧. ‘શ્રી અગડદત્ત રાસમાળા’, ૨. ‘મદન-ધનદેવ ચરિત્ર’, ૩. ‘શ્રી મંગલકલશ રાસમાળા', ૪. શ્રી મંગલકલશ ચરિત્રસંગ્રહ :’, પ. ‘શ્રી નેમિનાથ સ્તોત્રસંગ્રહ :’. આ ગ્રંથો પૈકી ‘શ્રી અગડદત્ત રાસમાળા' એ મધ્યકાલની ગુજરાતીના ૧૧ જૈન સાધુ/શ્રાવકકવિઓની અગડદત્તનાં કથાનકોવાળી ૧૧ કૃતિઓના, હસ્તપ્રતોના - ૨૫૪ CT

Loading...

Page Navigation
1 ... 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137