Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 117
________________ CCC જ્ઞાનધાર OSCO વ્યવસ્થિત નાનાનાના સેટ બનાવી આપણાં તીર્થોની ધર્મશાળાઓની રૂમોમાં, સ્થાનક કે ઉપાશ્રયમાં મુક્વા જોઈએ, જેથી ત્યાં આવનાર યાત્રાળુઓ તેમના ફાજલ સમયમાં પણ સુંદર વિચારો પામી શકે. એકદમ જનરલ વિષયનાં જ પુસ્તકો હોય તો નજીકની સારી સેવાભાવી હૉસ્પિટલોમાં આપી શકાય. દરેક રૂમમાં આવાં એકાદ-બે પુસ્તકો મુકાયેલાં હોય, દર્દી પણ અસ્વસ્થ અવસ્થામાં વાંચે તથા ખબર પૂછવા આવેલાને ઘણું કરીને સમય પસાર ક્યાં કરવો તેનું ટેન્શન હોય છે. પછી ગમે તેમ વાતોના વડા કરીને કે દુનિયાની ફોગટ પંચાત કરીને સમય પૂરો કરે એ કરતા આવાં ઉત્તમ બોધદાયક વિચારવાળાં પુસ્તકો ત્યાં હોય તો સુંદર વિચારણાનું એક પુટાલંબન પણ મળે. પ્રકાશિત થયેલ પુસ્તકો શક્ય હોય તો સંસ્થાઓમાં ભેટ સ્વરૂપે મોકલવાથી ખૂબ સુંદર પરિણામ મળી શકે છે તેમ જ વિવિધ વિષયનાં જૈન શ્રતનાં વિશિષ્ટ પુસ્તકો જે મુદ્રિત થયાં છે તેનો ટૂંક પરિચયાત્મક પેમ્ફલેટ પણ હિન્દી-અંગ્રેજી-ચ-જર્મની ભાષામાં છપાવીને કે ઈ- મેઈલ દ્વારા વિશ્વભરમાં આવેલ યુનિવર્સિટી અને કૉલેજની લાઇબ્રેરી અને ધર્માદા સંસ્થાઓને મોકલવાનું પણ આયોજન કરી શકાય. વિશ્વમાં જૈન શ્રત યોગ્ય પ્રચાર-પ્રસાર દ્વારા પણ વિશિષ્ટ કક્ષાનું પુણ્યાનુબંધી પુણ્યનું ઉપાર્જન કરી શકાય. શ્રુતસેવા એ પણ શાસનસેવા જ છે. જ્ઞાનના ક્ષેત્રમાં ક્યારેય પણ ધર્મના વડા કે સમુદાયનાં બંધન હોતાં નથી. જ્યાંથી પણ જે પણ જ્ઞાન ઉપયોગી હોય તો મેળવવું જેટલું અગત્યનું છે તેનાથી પણ વધારે અગત્યતા ઉત્તમ જ્ઞાન-જૈન શ્રતનું ગમતાંનો કરીએ ગુલાલ-એ ન્યાયે વધુ ને વધુ પ્રસાર કરીને તેની મહત્તાનું પ્રસારણ દ્વારા જૈન ધર્મ પ્રત્યેનો બહુમાનભાવ જગાડવો જોઈએ જેથી જૈન દર્શનના અભ્યાસ-સ્વાધ્યાય અને આચાર દ્વારા સમ્યક્ દર્શનની પ્રાપ્તિ દ્વારા સર્વે જીવો મોક્ષપદને પામવા માટેનો ઉચિત પ્રયત્ન કરી શકે. સમ્ય દર્શન સમ્ય જ્ઞાન સમ્ય ચારિત્ર ગOCS/ SC)000000 પૂ. સાધુ-સાધ્વીજી. - અમદાવાદ સ્થિત શ્રી સંજયભાઈ વર્ષોથી ભગવંતોની વેયાવચ્ચે પૂ. ગુરુભગવંતો અને સંજય ભરતભાઈ કોઠારી પૂ. સાધ્વીજીઓની વેયાવચ્ચનું ઉમદા કાર્ય કરી દરેક ધર્મમાં સાધુ-સંતોની સેવા કરવાનો રહ્યા છે. આયુર્વેદ પદ્ધતિથી વિશેષ મહિમા છે. સાધુ પોતાના પવિત્ર સંભાવનાપૂર્વક સેવા કરતા શ્રી નવકાર સારવાર કેન્દ્રના ચારિત્ર્ય દ્વારા અને પારદર્શક ઉપદે શ દ્વારા | મૅનેજિંગ ટ્રસ્ટી છે. સંસારીજનોને ધર્મના માર્ગે ચાલવાનું દિશાદર્શન કરાવતા હોય છે. તેમના એ ઉપકારનો બદલો આપણે ફક્ત એમની સેવા કરીને તથા એમને પ્રસન્ન કરીને જ વાળી શકીએ. તેમાંય જૈન સાધુ-સાધ્વીજી મહારાજના કષ્ટમય સંયમનો વિચાર કરીએ છીએ ત્યારે સહજ રીતે જ અહોભાવ છલકાઈ આવે છે. અન્ય ધર્મના સાધુઓ કરતાં જૈન ધર્મનાં સાધુ-સાધ્વીજીની આચારસંહિતા વિશેષ કઠિન અને વિશેષ ઉગ્ર હોય છે. એક વ્યક્તિ સંયમપૂર્ણ જીવન જીવવા પ્રતિજ્ઞાબદ્ધ થાય છે ત્યારે ખરેખર એ સમગ્ર સંસારના જીવો પર પરોક્ષ ઉપકાર જ કરે છે. એટલે જે જેણે અંગત સુખો છોડીને જગતના જીવમાત્રનું કલ્યાણ ઝંખ્યું હોય એવાં સાધુ-સાધ્વીજીની સંગત પણ કરવી જોઈએ અને એમની યથાશક્તિ સેવા પણ કરવી જોઈએ. આવાં નિસ્પૃહી સાધુ-સાધ્વીની પ્રાથમિક જરૂરિયાતો પૂરી પાડવી, એમનાં સંયમજીવનને પોષક વાતાવરણ પૂરું પાડવું. એમના આરોગ્યની માવજત કરવી, એમને અભ્યાસ અને જ્ઞાનાર્જન માટે સુવિધા આપવી, બીમારી કે અકસ્માત જેવી પરિસ્થિતિમાં તેમની સાર-સંભાળ લેવી, એમની વૃદ્ધાવસ્થામાં એમની સંયમસાધના અવિરત અને અખંડ રહે એવી વ્યવસ્થા કરવી એ વેયાવર છે. વેયાવચ્ચ શ્રાવકનું ગૌરવશિખર છે. વેયાવચ્ચ કરવા માટેનાં કેટલાંક જૈન શાસ્ત્રીય નીતિ-નિયમો અને ધોરણો છે. તેમને શાસ્ત્રજ્ઞા મુજબ આહાર-પાણીની સુવિધા મળે, વસ્ત્રો-કામળી જેવાં ઉપકરણો મળે, ચાલી ન શકે એવાં સાધુ-સાધ્વીજીને વિહાર બાબતે યોગ્ય - રાજન

Loading...

Page Navigation
1 ... 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137