________________
OOCNC જ્ઞાનધારા
મહાભારત કે કુરાન, બાઈબલ જોઈએ તો ત્યાંથી સહેલાઈથી ઉપલબ્ધ બને છે. શ્રી જૈન સંઘમાં પણ વિવિધ સંસ્થાઓ દ્વારા ઘણુંબધું સાહિત્ય બહાર પડે છે. તેમાં પણ છેલ્લાં ૧૦ વર્ષથી વિચારણા કરીએ તો ગુરુભગવંતો પ્રેરિત ૪૦થી વધુ સંસ્થાઓ દ્વાર પોતપોતાની રીતે સરેરાશ ૧૦૦થી વધુ લોકભોગ્ય પુસ્તકોનું પ્રકાશન થયેલ છે. છૂટાં-છવાયાં સર્વ પ્રકાશનો મેળવતા આંકડો ૧૦થી ૧૫ હજાર જેટલો થવા પામે છે. તેમ છતાં ઈ.૨૦૧૨ના પુસ્તકમેળામાં એક પણ સ્ટૉલ જૈન પ્રકાશનનો (પ્રોફેશનલ કે ગુરુભ. પ્રેરિત સંસ્થાનો) ન હતો. ઈ. ૨૦૧૩ના પુસ્તકમેળામાં સમગ્ર જૈન સંઘમાંથી એકમાત્ર બે જ ગુરુભગવંત પ્રેરિત સંસ્થાના સ્ટૉલ હતા.
એક વાત સ્પષ્ટ છે કે અન્ય ધર્મીય લેખકોના સારા ગ્રંથો કરતાં પણ આપણા અમુક ગુરુભગવંતોનાં સાદાં ગ્રંથો-પુસ્તકો અમૂલ્ય સંસ્કારરત્નો અને સુવિચારમણિઓથી સમૃદ્ધ હોય છે. પુસ્તકમેળામાં સર્વ ધર્મના સેંકડો-હજારો લોકો તથા વિશિષ્ટ વિદ્વાનો, સાક્ષરો પણ મુલાકાતે આવતા હોય છે. શાસ્ત્રગ્રંથોની વાત બાજુ પર રાખીએ, પણ અત્યંત લોકોપયોગી એવાં પુસ્તકો જો લોકોની જાણમાં આવે તો અનેકને જૈન ધર્મની સ્પષ્ટ સમજણ કેળવવામાં કે બોધિબીજનું વાવેતર કરવામાં નિમિત્ત બની શકીએ. આપણાં પ્રવચનો-વ્યાખ્યાનો કે પ્રસંગો ફક્ત જૈનધર્મીય લોકો પૂરતાં જ મર્યાદિત જોવા મળશે. પુસ્તક પ્રસારણના માધ્યમે આપણે લાખો લોકો સુધી પહોંચી શકીએ.
પુસ્તકમેળામાં મુસ્લિમ સમાજના ચારેય સ્ટાલમાં તેમ જ ખ્રીસ્તી સમાજના ત્રણ સ્ટૉલમાં કુરાન અને બાઈબલની મિનિ આવૃત્તિ અને તેના સુવિચારોની પુસ્તિકાઓ મફત વહેંચવામાં આવતી હતી તથા તેમાં તેઓના ધર્મનાં પુસ્તકોની માહિતી તથા પ્રાપ્તિસ્થાન પણ અપાતાં, આ રીતે દરેક ધર્મો પોતાનો પ્રચારપ્રસાર કરે છે, આપણે એમાંથી શીખવા જેવું છે. ગત વર્ષે અમે યુરોપની ટૂરમાં ગયા ત્યારે ત્યાંની હોટલમાં બધા જ રૂમોમાં બાઈબલના અનુવાદની નકલ સાઈડ ટેબલના ખાનામાં જોવા મળી. હોટલમાં સમય પસાર કરવા પણ લોકો આ રીતે પુસ્તકોનાં પાનાં ઉથલાવે છે અને તે દ્વારા સારા વિચારો પામે છે. શું આપણી ધર્મશાળાના રૂમોમાં કે ભોજનશાળામાં વેઈટિંગ કાઉન્ટર પર કે વિહારધામોના
૨૩૧
CC જ્ઞાનધારા ઉપાશ્રયમાં આવું કોઈ આયોજન ખરું ?
ગત વર્ષે અંધેરી ગુજરાતી જૈન સંઘ તેમ જ આ વર્ષે ઘાટકોપર જૈન સંઘ મુંબઈ તેમ જ વર્ધમાન તપ પદ પ્રવ્રજ્યા મહોત્સવ સમિતિ-અમદાવાદ દ્વારા પણ જૈન પુસ્તકમેળાનું આયોજન કરવામાં આવેલ, જેમાં બધા જ જૈન પ્રકાશકોને પોતાનાં પુસ્તકો પ્રદર્શિત અને વેચાણ માટેની સગવડો કરી આપી હતી. શ્રી જૈન સંઘે પોતાના ખર્ચે જૈન પ્રકાશન સંસ્થાઓને એક જ સ્થળે ભેગા કરીને વિચારવિનિમય તથા સહકારની ભાવના વિકસાવી હતી.
પુસ્તકમેળામાં જ્યારે પણ પ્રકાશક સંસ્થા સ્ટૉલ રાખે છે ત્યારે એવી અપેક્ષા હોય છે કે આપણાં પુસ્તકનું વધારેમાં વધારે વેચાણ થાય તેથી સામાન્ય વ્યક્તિને ધ્યાનમાં રાખીને ગુજરાતીનાં કથા-વાર્તા-પ્રવચનનાં પુસ્તકો જ બધા રાખતા હોય છે અને તેનું વેચાણ પણ થતું હોય છે, પરંતુ દરેક પુસ્તકપ્રદર્શનમાં પાંચ ટકા વિદ્વાન, સ્કૉલર વર્ગ પણ મુલાકાતે આવતા હોય છે જેઓ ગુજરાત વિદ્યાપીઠ, યુનિવર્સિટી કે અન્ય સંસ્થાઓમાં જૈન દર્શન, સંસ્કૃત-પ્રાકૃત ભાષાનો અભ્યાસ કરતા હોય છે. ઘણા તો આર્ટ, કળા, સાહિત્યના અભ્યાસુ વિદ્યાર્થીઓ-પ્રોફેસરો પણ હોય છે, જેઓને વિશિષ્ટ કક્ષાના આપણા સિદ્ધાંત ચરિત્ર ગ્રંથો તેમ જ જૈન સિદ્ધાંતના ગ્રંથો મ જ જૈનન્યાય, વ્યાકરણ, જ્યોતિષ શિલ્પસ્થાપત્ય, કળા વગેરેનાં પુસ્તકોની પણ ખૂબ જ જરૂર હોય છે, પરંતુ તેઓને તે પુસ્તકો સહેલાઈથી મળતાં નથી. પુસ્તકમેળામાં ચાર-પાંચ સંસ્થાઓ ભેગી મળીને પણ આવો ફક્ત જૈન દર્શનના વિશિષ્ટ ગ્રંથોનો પરિચય કરવે તેવો એક સ્ટૉલ અચૂક હોવો જોઈએ જેથી જરૂરિયાતવાળી વ્યક્તિ ત્યાંથી પુસ્તક ખરીદી શકે અથવા તો ઑર્ડર આપી શકે જેના લીધે જૈન ધર્મની ગરિમા-ગૌરવનો બધાનો ખ્યાલ આવશે.
આપણા શ્રી સંઘોમાં દિવાળી વગેરે પ્રસંગે જૂનાં પુસ્તકો ઉઘરાવવામાં આવે છે. ત્યારે જે તે સંસ્થાઓના સભ્યો પાસેથી ઘણાંબધાં વ્યાખ્યાન-વાર્તા કે ઉપદેશાત્મક સાહિત્યનાં ઘણાં પુસ્તકો પરત આવતાં હોય છે. આવા ઉત્તમ ઉપદેશાત્મકવાર્તા આદિનાં પુસ્તકો પુસ્તકમેળામાં અથવા તો જાહેર સ્થળોએ ફક્ત ટોકન કિંમતે એટલે કે ૫,૧૦ રૂપિયામાં પ્રસાદી કે પ્રભાવના તરીકે આપીને જે તે વિષયના પુસ્તકપ્રેમીઓ તેમની રુચિ પ્રમાણે પુસ્તક મેળવી શકે. આવાં પુસ્તકોના
૨૩૨