________________
TOCTC જ્ઞાનધારા CC0 માન્યતાનુસાર ૩૨ આગમ ગ્રંથો છે.
શ્વેતાંબર મૂર્તિપૂજક સંપ્રદાયની માન્યતાનુસારના ૪૫ આગમોમાં ૧૧ અંગ + ૧૨ ઉપાંગ + ૧૦ પન્ના + ૬ છેદ સૂત્ર + ૪ મૂળસૂત્ર + ૨ ચૂલિકાનો સમાવેશ થાય છે. તે અગિયાર અંગમાં બધા જ વિષયોનો સમાવેશ થાય છે. જેની વિગત પ્રસ્તુત છે.
૧. આચરાગ સૂત્ર - આચાર એ જ પ્રથમ ધર્મ. સાધુ આચારનું નિરૂપણ. ૨, સૂયગડાંગ સૂત્ર - જૈન દર્શનની શ્રેષ્ઠતાનું અન્ય દર્શનોની સાથે
તુલનાત્મક વર્ણન. ૩. સ્થાનાંગ સૂત્ર - એકથી દસ સ્થાન સુધી જીવ અને પુદગલના ભાવોનું વર્ણન.
૪. સમવાયાંગ સૂત્ર - એકથી અનેક સંખ્યા સુધી વિવિધ
વિષયો-પદાર્થોનું વર્ગીકરણ. ૫. ભગવતી સૂત્ર (વિવાહ પણત્તિ) - પ્રભુ મહાવીર દ્વારા અપાયેલા
પૂ. ગૌતમસ્વામીના ૩૬૦૦૦ પ્રશ્નોના જવાબ. ૬. જ્ઞાતાધર્મકથા સૂત્ર - મહાપુરુષોના જીવનની સત્યઘટના તેમ જ
કથાઓનો સંગ્રહ. ૭. ઉપાસકદશાંગ સૂત્ર - પ્રભુના દસ મહાશ્રાવકોના દેશવિરતિ ધર્મના
પાલનનું વર્ણન. ૮. અંતગડદશાંગ સૂત્ર - અંતમુહૂર્તમાં મોક્ષે ગયેલ આરાધકોનું વર્ણન. ૯. અનુત્તરોપપાતિક દશાંગ સૂત્ર - અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થનાર
આત્માઓનું જીવનદર્શન. ૧૦. પ્રસ્ત વ્યાકરણ સૂત્ર - આશ્રવ અને સંવરનું વિવરણ. ૧૧. વિપાક સૂત્ર - પુણ્ય અને પાપકર્મના ફળનું વર્ણન.
પ્રભુ મહાવીરે અર્ધમાગધી ભાષામાં આપેલા ઉપદેશને ગણધર ભગવંતોએ અર્ધમાગધી (પ્રાકૃત) ભાષામાં સૂત્રબદ્ધ કર્યા. તે આગમ ગ્રન્થરૂપે ઓળખાયા. આગમ ગ્રંથો પર પૂર્વાચાર્યે નિયુકિત, ચૂર્ણ, ભષ્ય અને ટીકાઓની રચના કરી છે. આ પંચાંગી એટલે કે પાંચ-અંગોનો સમૂહ. મૂળ સૂત્ર + ગીતાર્થ પૂર્વાચાર્યો
* ૨૨૧
XXXC şiI4&I I XXX વડે રચિત નિયુક્તિ-ચૂર્ણી ભાષ્ય અને ટીકા. આ પાંચ અંગોને શ્વેતાંબર મૂર્તિપૂજક આગમ પ્રમાણરૂપે માને છે.
આગમ ગ્રંથોના પદાર્થો-ગૂઢ અર્થો સમજવા સરળ બન્યા છે. ખાસ તો જુદા જુદા જ્ઞાનીભગવંતો દ્વારા ટીકાની રચના સંસ્કૃતમાં થયેલી છે જેના લીધે આગમનો સ્વાધ્યાય-અભ્યાસ સરળ બન્યો છે.
વિશ્વમાં બધાં જ દર્શનમાં રહેલ સિદ્ધાંતો-માન્યતા અને નિયમોની છણાવટ જે તે ધર્મગ્રંથોમાં કરવામાં આવેલ છે. તેના કરતાં વિપુલ પ્રમાણમાં જૈન ધર્મમાં ગૂઢ અને વિસ્તૃત છણાવટ આગમ પ્રકરણ વગેરે જૈન શ્રુતમાં કરેલ છે. પ્રભુએ ૩૦ વર્ષ સુધી વહાવેલી શ્રતગંગામાં વિશ્વમાં રહેલ તમામ પદાર્થો અને વિષયોની વિસ્તૃત સમજૂતી અને સંપૂર્ણપણે વૈજ્ઞાનિક રીતે સાબિત કરી શકાય તેવી રીતે દ્વાદશાંગીમાં બધું જ હતું. જૈન આગમ અને મૃત સાહિત્ય એક અણમોલ અને મહાન ઉપલબ્ધિ સાહિત્યના ક્ષેત્રમાં છે, જેનો અક્ષરદેહ કાળક્રમે ઘણુંબધું નષ્ટ થવા છતાં પણ આજે પણ એટલો બધો વિશાળ અને વિરાટ છે કે સામાન્ય વ્યક્તિને માટે તેનો સવાંગી અભ્યાસ કરવો શક્ય નથી. પ્રભુકૃપા અને વિશિષ્ટ ગુરુકૃપાને બળે, નિર્મળ ક્ષયોપશમના આધારે જ્ઞાની ગુરુભગવંતો અને વિદ્વાનો જ આનું ગહન અધ્યયન કરવા શક્તિમાન છે. આગમની મહત્તા સમજીને જર્મની અને બીજા વિદેશી વિદ્વાનોએ આ ગ્રંથોનો અભ્યાસ કરવા માટે પ્રાકૃત અને સંસ્કૃત ભાષાનો અભ્યાસ કરીને આગમ ગ્રંથોના અનુવાદ અંગ્રેજી અને બીજી વિદેશી ભાષામાં પણ કરેલ છે. જૈન દર્શન સિદ્ધાંતો અને આચાર સમગ્ર વિશ્વમાં શાંતિ અને પર્યાવરણની જાળવણી માટે ખૂબ જ મહત્ત્વના છે. તેનો પ્રચાર અને પ્રસાર વિશ્વભરમાં રહેલ યુનિવર્સિટી અને વિદ્વાનોમાં થયેલ છે. વિશ્વની દરેક મુખ્ય યુનિવર્સિટીમાં સંસ્કૃત અને પ્રાકૃતનો વિભાગ હોય છે ત્યાં જૈન દર્શનનો પણ અભ્યાસ કાયમી ધોરણે કરાવવામાં આવે છે. ભગવાન મહાવીરના અહિંસા, અનેકાંત અને અપરિગ્રહ સિદ્ધાંતોના હજુ પણ વધારે પ્રચાર-પ્રસારની આવશ્યક્તા છે. અહિંસા અને સવી છવકટુશાસન રસી-વિશ્વમૈત્રીની આ સમગ્ર વાત વિશ્વમાં ઘર ઘર સુધી પહોંચે તો પ્રાણીમાત્રને અભયદાન મળે અને જીવન સુખ-શાંતિમય બને. સાચા અર્થમાં વિશ્વમૈત્રી અને વિશ્વશાંતિ થાય.
* ૨૨૨ ૧૭