________________
OOCNC જ્ઞાનધારા
exc વિચાર સ્વરૂપે પરિણમેલા પરમાણુ-સમૂહ-એકમમાં સૌથી વધુ સંખ્યામાં પરમાણુઓ હોય છે અને તે પણ ખૂબ જ સૂક્ષ્મ પરિણામી હોય છે, સાથે સાથે આપણે રોજિંદા જીવનમાં અનુભવીએ છીએ તેમ મનની અથવા વિચારોના પુદ્ગલોની ગતિ પણ ખૂબ જ હોય છે. આથી તેની શક્તિ પણ અનંત હોય છે / હોઈ શકે છે.
આધુનિક ભૌતિક વિજ્ઞાનની પરિભાષામાં તો પ્રકાશ પણ એક પ્રકારના વીજચુંબકીય તરંગ માત્ર જ છે અને અત્યારે આપણા વાતાવરણમાં અબજો પ્રકારના વીજ-ચુંબકીય તરંગો પથરાયેલા જ છે. તે દરેકની ઝડપ પણ પ્રકાશની ઝડપ જેટલી જ મતલબ કે ૩,૦૦,૦૦૦ કિમી/સેકંડ છે. માત્ર તેની કંપસંખ્યા કાં તો ઘણી વધુ છે તેથી અથવા કાં તો ઘણી ઓછી છે તેથી આપણે જોઈ શકતા નથી.
રાત્રિભોજનના ત્યાગની વૈજ્ઞાનિકતા વિશે જુદાં જુદાં સામયિકો વગેરેમાં વારંવાર લખાતું રહ્યું છે તેથી તેના વિશે કોઈ પણ પિષ્ટપેષણ કરવાની આવશ્યક્તા નથી, છતાં શરીરવિજ્ઞાનની દષ્ટિએ રાત્રિના સમયે મોટે ભાગે શારીરિક પ્રવૃત્તિ, પરિશ્રમ ઓછો કરવાનો હોવાથી ચયાપચયની પ્રક્રિયા પણ અતિમંદ પડી જતી હોવાથી રાત્રિએ ભોજન કરનારને મોટે ભાગે અજીર્ણ, ગૅસ (વાયુ) વગેરેના રોગો થવાની સંભાવના રહે છે. તે સિવાય રાત્રિના સમયે સૂર્યપ્રકાશની ગેરહાજરીમાં વાતાવરણમાં ક્ષુદ્ર, જીવજંતુની ઉત્પત્તિ, ઉપદ્રવ પણ ઘણો રહે છે. સૂર્યપ્રકાશમાં જ એવી અગમ્ય શક્તિ છે કે જે વાતાવરણના પ્રદૂષણ તથા બિનઉપયોગી જીવજંતુનો નાશ કરી શકે છે અને નવા જીવજંતુની ઉત્પત્તિને રોકી શકે છે. તેમાંય સૂર્યોદય પછીની ૪૮ મિનિટ પછી અને સૂર્યાસ્તની ૪૮ મિનિટ પહેલાં ભોજન કરવાનું જૈન ગ્રંથોમાં વિધાન છે, કારણકે સૂર્યાસ્ત સમયે અને સૂર્યોદય સમયે માખી, મચ્છર વગેરે ક્ષુદ્ર જંતુઓનો ઉપદ્રવ વધુ હોય છે. સૂર્યાસ્ત સમયે જીવજંતુનો ઉપદ્રવ શરૂ થતો હોવાથી તથા સૂર્યોદય સમયે જીવજંતુનો ઉપદ્રવ પૂર્ણ થતો હોવાથી વધુ સંખ્યામાં તેઓ દેખા દે છે.
ટૂંકમાં જૈન ધર્મમાં જણાવેલ નવકારશી, ચર્ચાવિહાર, બિયાસણાં, એકાસણાં, આયંબિલ, ઉપવાસ વગેરે તપ આરોગ્યવિજ્ઞાન (મેડિકલ સાયન્સ) અને
૨૧૭
PCC જ્ઞાનધારા
CO શરીરવિજ્ઞાનની ષ્ટિએ સંપૂર્ણ વૈજ્ઞાનિક છે અને તેનાથી આધ્યાત્મિક લાભની સાથેસાથે શારીરિક તંદુરસ્તીમાં ઘણા ઘણા ફાયદા થાય છે, જે નજરઅંદાજ કરવા ન જોઈએ. છેવટે ધર્મ કે ધાર્મિક શબ્દની કદાચ એલર્જી હોય તો, વિજ્ઞાન અને આરોગ્યના નામે પણ ઉપર્યુક્ત તપ અને નિયમોનું પાલન કરવું જોઈએ.
વન્સ્પતિની જેમ પાણીમાં પણ ચેતના હોય છે.
૭૦ વર્ષની વયે ભાવનગરના નિવૃત્ત પ્રાધ્યાપક શ્રી પી. એસ. શાહના સંશોધનને ભાવનગર યુનિ.ની માન્યતા :
આ સંશોધનલેખમાં તેઓએ જણાવ્યું છે કે પાણી સચેત છે અને કેટલાંક કારણોસર તે અચેતન બની જાય છે. પાણી સજીવ છે એ પ્રસ્થાપિત કરવામાં તેમણે વૈશેષિક દર્શન-પ્રશાસ્તપાદ ભાષ્ય, મેઘમહોદય, પાણીની આભા, જગદીશચંદ્ર બોઝની રજૂઆત, સમુદ્રના પ્રવાહ, ભરતી અને ઓટ, વર્ષા અંગેના ખયાલો વગેરેની રજૂઆત કરી તેના દ્વારા પાણી સજીવ હોવાનું તાર્કિક રીતે પ્રસ્થાપિત કર્યું છે.
* પાણી ઘટ ગૂઢ, અકળ અને રહસ્યમય છે.
* વિજ્ઞાનમાં પાણીની ૬૧ અનિયમિતતાની રજૂઆત છે.
* વિજ્ઞાનમાં કોષરહિત જીવનો ખયાલ અસ્તિત્વમાં આવ્યો છે.
* ભારતીય ગ્રંથોમાં પાણીના ગર્ભધારણની અને તે બંધાયા બાદ ૧૯૫માં દિવસે વર્ષારૂપે પ્રસવ થવાની રજૂઆત છે.
ટૂંકમાં પાણી ઉકાળીને જ શા માટે પીવું જોઈએ ? એ પ્રશ્ન યથાવત્ જ રહે છે. આ પ્રશ્નનો ઉત્તર વૈજ્ઞાનિક સંશોધનોના આધારે આ પ્રમાણે આપી શકાય.
વિજ્ઞાનના સિદ્ધાંત પ્રમાણે પ્રવાહીમાં ધનવિદ્યુતભારવાળા અણુઓ અને ઋણવિદ્યુતભારવાળા અણુઓ હોય છે અને કૂવા, તળાવ, નદી, વરસાદ વગેરેના પાણીમાં ક્ષાર હોય છે અને સાથેસાથે તેમાં વિદ્યુતભારવાળા અણુઓ વધુ પ્રમાણમાં હોય છે. આ ભ્રુણવિદ્યુતભારવાળા અણુવાળું પાણી પીવાથી શરીરમાં ખૂબ જ તાઝગી/સ્ફૂર્તિનો અનુભવ થાય છે. આવું પાણી ક્યારેક વિકાર પણ પેદા કરે છે, પરંતુ જ્યારે પાણીને ગરમ કરવામાં આવે છે, ત્યારે તે પાણી અચિત્ત તો થઈ જ જાય છે, પણ સાથેસાથે તેમાં રહેલ ઋણવિદ્યુતભારવાળા અણુઓ
૨૧૮