Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 112
________________ OYCNC જ્ઞાનધારા CO આગમોત્તર શ્રુત સાહિત્ય - આગમ ગ્રંથોનું દોહન કરીને પૂર્વાચાર્યો દ્વારા ઘણાંબધાં પ્રકરણ અને સંદર્ભશાસ્ત્રોનું નવસર્જન કરવામાં આવેલ છે. આગમરૂપી માખણનું વલોણું કરીને બધા જ વિષયના પ્રાકૃત-સંસ્કૃત અને વિવિધ ભારતીય ભાષામાં વિપુલ સાહિત્ય સર્જન થયેલ છે. પૂર્વાચાર્યો દ્વારા વિવિધ વિષયના નવસર્જન થયેલ પ્રાકૃત-સંસ્કૃત ગ્રંથોની આછેરી ઝલક દ્વારા જૈન શ્રુતની વિશાળતાનો ખયાલ આવે છે. (૧) પ્રાથમિક અભ્યાસ માટે - પંચ પ્રતિક્રમણ, જીવવિચાર, આદિ ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, પ્રાચીન તથા નવ્ય કર્મગ્રંથો. (૨) તત્ત્વજ્ઞાન જૈન સિદ્ધાંત - ઉમાસ્વાતિજી કૃત તત્ત્વાર્થ સૂત્ર અને તેની વિવિધ ટીકા-ભાષ્ય, શ્રાદ્ધ વિધિ પ્રકરણ, ઉપા. માનવિજયકૃત ધર્મસંગ્રહ, ચંદર્ષિ મહત્તર કૃત પંચ સંગ્રહ, પ્રદ્યુમ્નસૂરિજી કૃત મુલશુદ્ધિપ્રકરણ, જિનચંદ્રસૂરિજી કૃત કર્મ પ્રકૃતિ, હરિભદ્રસૂરિજી કૃત લલિતવિસ્તરા, અષ્ટક પ્રકરણ, ષોડશક, પંચાશક, પ્રશમરતિ વગેરે ગ્રંથો. (૩) ઉપદેશાત્મક - ધર્મદાસ ગણિ વિરચિત ઉપદેશમાળા, લક્ષ્મીવલ્લભગણિત કૃત ઉપદેશપ્રસાદ, સંવેગરંગશાળા, નેમીચંદ્રસૂરિષ્કૃત પ્રવચનસારોદ્ધાર, રત્નશેખસૂરિષ્કૃત સંબોધસિત્તરિ, મુનિચન્દ્રસૂરિષ્કૃત અધ્યાત્મકલ્પદ્રુમ, ઉપા. યશોવિજયજી કૃત વૈરાગ્ય કલ્પલતા, અધ્યાત્મસાર, જ્ઞાનસાર, વિનયવિજયજી કૃત શાંત સુધારસ વગેરે. (૪) ન્યાય-દાર્શનિક વગેરે - દ્વાદશાર નયચક્ર, સ્યાદ્વાદ મંજરિ, હરિભદ્રસૂરિજી કૃત અનેકાંત જય પતાકા પદ્દર્શન સમુચ્ચય, શાસ્ત્રવાર્તા સમુચ્ચય, સ્યાદ્વાદ રત્નાકર, સન્મતિ તર્ક પ્રકરણ, ઉપા. યશોવિજયજી કૃત સ્યાદ્વાદ રહસ્ય, રત્નાવરતારિકા વગેરે. (૫) ચરિત્ર - હેમચંદ્રાચાર્ય વિરચિત ત્રિશષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર, ચઉપ્પન મહાપુરુષ ચરિત્ર, પ્રબંધ ચિંતામણિ, સુરસુંદરિ ચરિતમ્ વસુદેવહીંડી, સમરાઈચ્ચ કહા વગેરે. (૬) વ્યાકરણ – હેમચન્દ્રાચાર્ય વિચરિત સિદ્ધહેમ વ્યાકરણ તથા સિદ્ધહેમ લઘુવૃત્તિ, મધ્યમવૃત્તિ-બૃહદવૃત્તિ, લઘુન્યાસ, બૃહન્યાસ, પ્રાકૃત વ્યાકરણ વગેરે. - ૨૨૩ - CC જ્ઞાનધારા COO (૭) કાવ્યો - હીર સૌભાગ્ય, દ્વાશ્રય મહાકાવ્ય, શાંતિનાથ મહાકાવ્ય, પઉમચરિયમ્, ચશસ્તિલક, કુવલયમાળા, તિલકમંજરી વગેરે. (૮) નાટક - મુદ્રિત કુમુદચંદ્ર, નલવિલાસ, સત્યહરિશ્ચંદ્ર વગેરે. (૯) શિલ્પશાસ્ત્ર – વાસ્તુસાર, કલ્યાણકલિકા, જૈન શિલ્પ વિધાન પ્રસાદ મંડન વગેરે. (૧૦) જૈન જ્યોતિષ - હીરકળશ, આરંભ સિદ્ધિ, લગ્નશુદ્ધિ, દિનશુદ્ધિ, જ્યોતિષ કરંડક, અંગવિજજા વગેરે. (૧૧) જૈન વિધિવિધાન - આચાર દિનકર, અર્હદ્ અભિષેક, અહંક્ પૂજન, સિદ્ધચક્ર પૂજન, શાંતિ સ્નાત્ર વગેરે. (૧૨) મંત્ર-તંત્ર - સૂરિમંત્ર કલ્પ, વર્ધમાન વિદ્યા વગેરે. (૧૩) જૈન ખગોળ-ગણિત - બૃહત્ સંગ્રહણી, લોકપ્રકાશ, ક્ષેત્ર સમાસ વગેરે. (૧૪) યોગ - યોગશાસ્ત્ર, યોગબિંદુ, યોગદિષ્ટ સમુચ્ચય, યોગશતક, ધ્યાનશતક, યોગસાર વગેરે. (૧૫) શબ્દકોષ - અભિધાન ચિંતામણિ, ધનંજય નામમાળા, અભિધાન રાજેન્દ્ર કોશ, શબ્દરત્ન મહોદધિ, પાઈઅ શબ્દ મહાણવો વગેરે. (૧૬) વૈધક - યોગ ચિંતામણિ, વૈધક સારોદ્ધાર, વૈધક સાર વગેરે. આ રીતે દરેક વિષયના ગ્રંથોનું જૈન સાહિત્યમાં સર્જન થયેલ છે. આ પૈકીના ઘણા ગ્રંથો પર વિદ્વાનો દ્વારા ટીકા અને ટબાનું પણ સર્જન કરેલ છે, જેની હસ્તપ્રતો જુદાં-જુદાં ગામ-શહેરોમાં આવેલ હસ્તપ્રત ભંડારમાં ઉપલબ્ધ છે અને મુદ્રણયુગમાં અનેક મુનિભગવંતોએ તેમ જ વિદ્વાનોએ હસ્તપ્રતોના આધારે સંશોધન-સંપાદન કરીને મૂળ તેમ જ ભાવાનુવાદ વિવેચન કરીને પ્રકાશિત કરાવેલ છે અને પોતાની શક્તિ અને સમયના શ્રેષ્ઠ ઉપયોગ દ્વારા શ્રુતગંગાને જગત સમક્ષ મૂકી છે. આગમ ગ્રંથોના પ્રચાર-પ્રસાર વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં - અદ્ભુત અને અલૌકિક જૈન શાસનના શ્રુત ખજાના પૈકી આગમ-છેદ ગ્રંથોનાં પઠન-પાઠનના અધિકારી ફક્ત યોગહવન કરેલ ગુરુભગવંતોનો જ છે. પૂજ્ય શ્રમણી - ૨૨૪ -

Loading...

Page Navigation
1 ... 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137