Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 107
________________ TOCTC જ્ઞાનધારા CC0 ગણિત વસ્તુતઃ કાલ્પનિક વિષય હોવા છતાં, મનુષ્યની જરૂરિયાતના કારણે તેની શોધ તથા વિકાસ થયો છે એટલે વ્યવહારમાં તેનો ઉપયોગ અને લોક સંસારનું સ્વરૂપ સમજાવવું એ જૈન દર્શનનું મુખ્ય ધ્યેય હતું. જૈન ગણિતની એક વિશેષતા એ છે કે એમાં ઋણાત્મક સંખ્યાનો ક્યાંય, કશો જ ઉપયોગ કે નિર્દેશ કરવામાં આવ્યો નથી, કારણકે જૈન ગ્રંથોમાં બ્રહ્માંડના વાસ્તવિક પદાર્થોનું નિરૂપણ કરેલ હોવાથી અને તે બધા જ પદાર્થોના અસ્તિત્વના કારણે તેના માટે ઘનાત્મક સંખ્યાઓનો પ્રયોગ થયેલ છે. ગણિત એ સર્વ વિદ્યાઓનો પાયો છે. ગણિતના જ્ઞાનથી બુદ્ધિનો વિકાસ થાય છે. પ્રાચીન, સમયમાં પણ આપણા દેશમાં ભાષા અને ગણિતનું જ્ઞાન આપવામાં આવતું હતું. વર્તમાન સમયમાં ભણાવવામાં આવતા ઈતર વિષયોનું જ્ઞાન તે વખતના જમાનામાં ઉચિત જણાતું ન હતું. એટલા માટે ભાષા અને ગણિતના વિષયસંબંધી અનેક ગ્રંથોની રચના પ્રાચીન ઋષિમુનિઓએ કરેલી છે. આપણા દેશમાં ગણિતનાં પુસ્તકો ગદ્ય અને પદ્ય રૂપમાં જોવા મળે છે. ગણિત સૂક્ષ્મ જ્ઞાનના આધારે જ્યોતિષીઓએ પંચાંગોની રચના કરી, જે સૂર્ય, ચંદ્રગ્રહણની તેમ જ અન્ય જરૂરી માહિતી અગાઉથી આપી શકે છે. આપણા ચિરપરિશ્ચિત અંકો અને શૂન્ય તથા દશાંશ પદ્ધતિની શોધ, ઉપયોગ અને તેની નક્કર સ્વરૂપમાં સ્થાપના વગેરે ઈ.સ. પૂર્વે ૪૦થ્થી લઈને ઈ.સ. ૪૦૦ સુધીમાં થઈ છે, એમ આજના સંશોધકો માને છે. તે જમાનામાં ભૂમિતિને ક્ષેત્ર ગણિત કહેવામાં આવતું હતું અને અંકગણિતને ધૂલિ ગણિત કે ધૂલિ કર્મ અથવા પાટી ગણિત કહેવામાં આવતું હતું. આશ્ચર્યકારક પરંતુ સત્ય હકીકત એ છે કે ભારતીય ગણિતમાં છેક શરૂઆતથી જ ૧૦ને ગણતરીના પાયા તરીકે લેવામાં આવ્યો છે. લખવાની પદ્ધતિ શરૂ થઈ એ પહેલાં પાયાવાળી ઘણી મોટી સંખ્યાઓનો ભારતીય પ્રજા ઉપયોગ કરતી હતી અને તે આ પ્રમાણે હતી. એક (૧) દશ (૧૦) સહસ્ત્ર (૧૦૦૦), અયુત (૧૦,૦૦૦) વગેરે પરાર્ધ (૧,૦૦૦,૦૦૦,૦૦૦,૦૦૦,૦૦૦,૦૦૦) સુધીની સંખ્યાઓ છે. લલિત વિસ્તરા નામના એક પ્રાચીન ગ્રંથમાં ૧૦ પાયાવાળી સંખ્યા જોવા * ૨૧૩ & XXXC şiI4&I I XXX મળે છે. તે ગ્રંથ પ્રાય: ઈ.સ. પૂર્વે ૧૦૦ વર્ષે રચાયેલ છે. ફાયર બૉલની થિયરી આપનાર ખ્યાતનામ વૈજ્ઞાનિક ડૉ. પંકજ જોશી કહે છે, બ્રહ્માંડમાં અન્યત્ર પણ જીવન હોવાની પૂરી શક્યતા છે. બ્રહ્માંડમાં રહેલા અગણિત વિરાટ તારાનું વિસર્જન આખરે કઈ રીતે થાય છે તે અંગે વિખ્યાત વૈજ્ઞાનિક સ્ટીફન હોકિંગ્સની બ્લેકહૉલ થિયરીને પડકારી ફાયર બૉલનો સિદ્ધાંત આપી સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચનાર ખગોળ વૈજ્ઞાનિક ડૉ. પંકજ જોશી જ્યારે ઈશ્વરના અસ્તિત્વ અંગેના જવાબ આપતા આ વાત કરે ત્યારે તેમનું વેદ અને વિજ્ઞાન બંનેનું ઊંડું જ્ઞાન સામે આવે છે. સ્માર્ટ ફોનના યુગમાં સંશોધન માટે એકગ્રતા અને શાંતિ માટે મોબાઈલ પણ ન વાપરનાર ડૉ. પંકજભાઈ જેશી બ્રહ્માંડમાં પૃથ્વી સિવાય પણ જીવન હોવાની શક્યતા નકારતા નથી. છેલ્લાં દસ વર્ષમાં આપણે ૨૦૦થી વધુ તારા - ગ્રહો શોધ્યા છે અને જે સંશોધનો - પ્રમાણો જોવા મળી રહ્યાં છે તે જોતા બ્રહ્માંડમાં કોઈ ખૂણે, કોઈ ગ્રહ પર જીવન ધબકતું જરૂર હશે. આ જીવન પૃથ્વી જેવું કે પછી આપણે એલિયન્સની કલ્પના કરીએ છીએ તેનાથી જુદું પણ હોઈ શકે. વિશ્વખ્યાત સાયન્સ મૅગેઝિન જેનું નામ સાયન્ટિફિક અમેરિકન છે તે મેગેઝિન મે માસમાં વિશ્વભરના વૈજ્ઞાનિકોએ આપેલા સંશોધનોમાંથી ૧૬ વૈજ્ઞાનિકોના આપેલા સંશોધન લેખ પસંદ કરી સ્પેશિયલ અંક આપ્યો. વિશ્વમાંથી પસંદ પામેલા આ ૧૬ વૈજ્ઞાનિકોમાં ભારતમાંથી - એશિયામાંથી એકમાત્ર વૈજ્ઞાનિન્નો લેખ સામેલ હતો અને તે લેખ હતો સાયન્ટિસ્ટ ડૉ. પંકજભાઈ જોશીનો. ગુજરાતે ડૉ. હોમી ભાભા, વિક્રમ સારાભાઈ જેવા વૈજ્ઞાનિકો વિશ્વને આપ્યા છે તેમાં એક કડી ડૉ. પંકજભાઈ જોશી દ્વારા ઉમેરાય છે. કોઈ પણ ભૌતિક પદાર્થ દશ સમય એટલે કે લગભગ ૧૦ સેકંડથી ઓછા કાળમાં બ્રહ્માંડના ઉપરના છેડાથી નીચેના છેડા સુધી અથવા નીચેના છેડાથી છેક ઉપરના છેડા સુધી પહોંચી શકે છે. અર્થાત્ ૧૪ રજુ (રાજલોક) જેટલું અંતર કાપી શકે છે. જ્યારે આઈન્સ્ટાઈનના વિશિષ્ટ સાપેક્ષતા સિદ્ધાંતની પૂર્વધારણા પ્રમાણે કોઈ પણ ભૌતિક પદાર્થનો વેગ પ્રકાશના વેગ કરતાં વધુ ક્યારેય હોતો નથી. અલબત્ત, આઈન્સ્ટાઈનની આ પૂર્વધારણાના આધારે કરેલું ગણિત દશ્યમાન * ૨૧૪ ભs

Loading...

Page Navigation
1 ... 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137