________________
CC જ્ઞાનધારા
પદાર્થો કે પ્રસંગો / ઘટનાઓ માટે અપેક્ષાએ સાચું જણાય છે, પરંતુ ઉપર બતાવ્યું
તેમ જ્યારે પદાર્થનો વેગ પ્રકાશના વેગ કરતાં વધી જાય છે ત્યારે આઈન્સ્ટાઈનના વિશિષ્ટ સાપેક્ષ સિદ્ધાંતોના એક પણ સમીકરણ કામ લાગતા નથી, બલકે એ સમીકરણો તો એમ કહે છે કે પ્રકાશ કરતાં વધુ વેગવાળા પદાર્થો જ કાલ્પનિક છે, જ્યારે કેવળજ્ઞાન અર્થાત્ સમગ્ર બ્રહ્માંડજના બધા જ પદાર્થો સંબંધી ત્રણે કાળનું સંપૂર્ણ જ્ઞાન ધરાવનાર મહાપુરુષોએ તો ત્યાં સુધી કહ્યું છે કે કોઈ પણ ભૌતિક પદાર્થ પોતે સ્થિર હોય તો બાહ્ય કોઈ પણ પરિબળ દ્વારા તે પોતાનો વેગ વધારતો વધારતો ઉપર બતાવેલ ઉત્કૃષ્ણ વેગ જેટલો વેગ પણ મેળવી શકે છે અને આવા ઉત્કૃષ્ટ વેગવાળો પદાર્થ પોતાનો વેગ ઘટાડતો સ્થિર પણ થઈ શકે છે.
જૈન દર્શનમાં કાળના મુખ્ય બે પ્રકાર બતાવ્યા છે : ૧) વ્યવહારકાળ (૨) નિશ્ચય કાળ.
આઈન્સ્ટાઈન કહે છે-કાળ-વ્યવહારકાળ, રાત્રિ-દિવસ વગેરે રૂપ, કાળ માત્ર પૃથ્વી પર છે, કારણકે પૃથ્વીની દૈનિક ગતિના લીધે રાત્રિ-દિવસ થાય છે. જૈન શાસ્ત્રકારો કહે છે કે રાત્રિ-દિવસરૂપ વ્યવહારકાળ માત્ર અઢી દ્વીપમાં (સમયક્ષેત્રમાં), જ્યાં સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારા વગેરે મેરુ પર્વતની આસપાસ ફરે છે ત્યાં છે. રાત્ર-દિવસ એવા કાળના વિભાગ સૂર્ય-ચંદ્રના પરિભ્રમણના કારણે જ થાય છે. આઈનસ્ટાઈન કહે છે કે, અવકાશમાં રાત્રિ-દિવસ જેવું કશું જ નથી. જૈન ગ્રંથો કહે છે અઢી દ્વીપની બહાર, જ્યાં સૂર્ય, ચંદ્ર વગેરે સ્થિર છે ત્યાં રાત્રિદિવસ જેવું કશું જ નથી.
ટૂંકમાં વિજ્ઞાનની જુદી જુદી શાખાઓ, જેવી કે ભૂસ્તરશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર, જીવવિજ્ઞાન, પરમાણુવિજ્ઞાન, ભૂગોળ, ખગોળશાસ્ત્રના ભારતીય વિજ્ઞાનીઓએ, ભારતીય પ્રાચીન દાર્શનિક તેમ જ અન્ય ગ્રંથોનો ઊંડો અભ્યાસ કરી, તેના આધારે યોગ્ય સંશોધનો કરવાની અનિવાર્ય જરૂરિયાત છે અને એ પ્રમાણે ભારતે વિજ્ઞાનના ક્ષેત્રમાં અમૂલ્ય ભેટ આપી ગણાશે.
પ્રાચીન જૈનાચાર્યોનાં વિવિધ કુળોમાંથી એક કુળનું નામ વિદ્યાધર કુળ હતું. તો શ્રી કલ્પસૂત્રમાં જણાવ્યા પ્રમાણે વિદ્યાધરી શાખાનું નામ છે. આ પ્રમાણે
૨૧૫
CC જ્ઞાનધારા
CO મંત્રવિદ્યાનું મૂળ જૈન પરંપરાનુસાર લગભગ એક ક્રોડાક્રોડી સાગરોપમ વર્ષે પૂર્વનું માનવામાં આવે છે.
મંત્રોચ્ચારણનું રહસ્ય સમજાવતાં શ્રી અશોકકુમાર દત્ત પોતાના અનુભવનું વર્ણન કરતાં કહે છે કે મંત્રોચ્ચારણમાં અને ભગવદ્ નામનો ઉચ્ચાર કરતાં ભૂરા અને સફેદ રંગોના કણસમૂહો દેખાય છે અને તેનાથી પ્રાણીઓનું શરીર પુષ્ટ થાય છે. તે સાથે મંત્રોચ્ચારથી સૂક્ષ્મ શરીરના પ્રકાશપુંજની ચમક અને પ્રખરતા વધી જાય છે અને તેથી જ ભગવદ્ નામજપ અને મંત્રોચારણનું વિધાન સંપૂર્ણ વૈજ્ઞાનિક છે તેનું ભાન થયું. જૈન દર્શનમાં મહામંત્ર નવકાર મંત્રના જાપથી જીવોનાં સર્વ પાપો નાશ થઇને સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે તે વિધાનમાં પણ શંકા કરવા જેવું નથી.
લેફ્ કર્નલ સી. સી. બક્ષી પોતાના વૈશ્વિક ચેતના નામના પુસ્તકમાં મંત્રશાસ્ત્ર અંગે જણાવે છે કે દરેક અવાજ, ધ્વનિ કે શબ્દ, તેનું માનસિક ઉચ્ચારણ થાય કે વાચિક, તે વખતે અમુક નિશ્ચિત સ્વરૂપનાં સ્પંદનો ઉત્પન્ન થાય છે. આપણે વિચાર કરીએ છીએ ત્યારે પણ (આપણા મગજમાં શબ્દની/ધ્વનિની અસ્પષ્ટ ઉત્પત્તિ થાય છે, જેને સંસ્કૃત વ્યાકરણના નિષ્ણાતો-ચિંતકો શબ્દસ્ફોટ કહે છે તે અક્ષરોની ચોક્કસ પ્રકારની છાપ આપણા મન સમક્ષ રચાઈ જાય છે.
મંત્રોથી સારી અને ખરાબ બંને પ્રકારની અસર ઉત્પન્ન કરી શકાય છે, એટલું જ નહિ, પણ મંત્રોથી પશુ, પક્ષી, વનસ્પતિ, મનુષ્યો તથા મંત્રોના અધિષ્ઠાયક દેવોને ધારી અસર પહોંચાડી શકાય છે. કેટલાક મંત્રો એવા છે જેનાથી રોગમુક્તિ થાય છે, તો કેટલાક મંત્રોથી રક્ષણ થાય છે, તો કેટલાક મંત્રોથી વશીકરણ, મારણ, ઉચ્ચાટન પણ થઈ શકે છે. કુન્ડિકા યજ્ઞમાં એક માણસે ફક્ત મંત્ર અને અગ્નિબીજથી જ અગ્નિ પ્રગટાવેલ.
આધુનિક ભૌતિકશાસ્ત્ર પ્રમાણે ધ્વનિ-શબ્દ અર્થાત્ ભાષા વર્ગણાના પરમાણુ એકમોની ઝડપ ૩૩૦ મીટર/સેકન્ડ હોય છે. જ્યારે તેજસ્ વર્ગણાના પરમાણુએકમો એટલે કે વીજચુંબકીય તરંગો, પ્રકાશ અને રેડિયો તથા ટેલિવિઝનનાં મોજાંની ઝડપ ૩૦ કરોડ મીટર/સેકન્ડ હોય છે. એટલે જ ભાષ વર્ગણાના પરમાણુએકમોમાં, તેજસ્ વર્ગણાના પરમાણુ એકમો કરતાં ઘણા વધુ પ્રમાણમાં પરમાણું હોવા છતાં તેની શક્તિ ઓછી જણાય છે. જ્યારે મનો વર્ગણાના મનસ્વરૂપ અથવા
૨૧૬