Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 105
________________ TOCTC જ્ઞાનધારા CC0 ધ ફાઈડિંગ ઑફ ધ થર્ડ આઇમાં વેરા સ્ટેન્ડી એલ્ડર લખે છે કે, થોડાં જ સંશોધનોએ શક્યતા ઊભી કરી દીધી છે કે વિજ્ઞાનની શોધો અને પૂર્વકાળના જ્ઞાની પરષોનાં વચનો એકબીજામાં સમાઈ જશે. એ બેમાં જે ફરક દેખાય છે તે માત્ર શાબ્દિક અને રજૂઆતનો જ છે. પ્રાકૃતિક જગતનાં રહસ્યોનું જ્ઞાન પ્રાપ્ત કરીને તેના પર માનવીનું પ્રભુત્વ સ્થાપિત કરતી વિજ્ઞાનની નિતનવી શોધખોળથી પ્રભાવિત થઈ આજનો ભણેલોગણેલો ગણાતો માનવી જ્યારે આધ્યાત્મિક જગતથી દૂર ખસી રહ્યો છે, ત્યારે ઉપર્યુક્ત ઉદ્ગારો કોઈનું પણ ધ્યાન ખેંચે એ સહજ છે. કાંઈ પણ બાહ્ય સાધન-સામગ્રી વિના, આત્મશુદ્ધિ દ્વારા પ્રાપ્ત કરેલ જ્ઞાનની આંતરશક્તિના બળે જ, કેવળ વિશ્વકલ્યાણ અર્થે જ્ઞાનીઓએ જગતને જણાવેલાં આવાં અનેક સત્યો સદીઓ પછી, પ્રયોગોથી સિદ્ધ થતી હકીકતોના આધારે આધુનિક વિજ્ઞાનને આખરે સ્વીકારવા પડ્યાં છે. વૈજ્ઞાનિક સિદ્ધાંતોની અસ્થિરતા વિશે આજે વૈજ્ઞાનિકો પોતે પણ સજાગ છે. બ્રિટનના પદાર્થ વૈજ્ઞાનિક સર જેમ્સ જીન્સ કહે છે કે આજે અમે આ અનુમાન કરવા પ્રેરાયા છીએ, પરંતુ કોને ખબર છે કે જ્ઞાનની સરિતા આગળ જઈને હજી પણ કેટલા વળાંક લેશે ?આજ સુધીમાં અમે જે કાંઈ કહ્યું છે અને તત્કાળ પૂરતા જે કંઈ નિર્ણય આગળ ધર્યા છે, તે સર્વ અનિશ્ચિત અને સાચું કહીએ તો માત્ર કલ્પનાનું ઉડ્ડયન છે. કવૉન્ટમ થિયરીનો જનક મેક્સ પ્લેઢક કહે છે કે એક કોયડો ઉકલીએ કે એથીયા વધુ ગૂંચવણભર્યો નવો કોયડો સામે આવે છે... ઉત્તુંગ પર્વતના આરોહણમાં, તળેટીઓથી ઉપર ચઢતાં, પર્વતનું પ્રત્યેક શિખર આપણને તેની ઉપરના શિખરનું દર્શન કરાવે છે. તેમ એક અત્યંત રહસ્યમય તત્ત્વ છે કે જે પ્રત્યેક પુરુષાર્થથી વારંવાર પર રહે છે. એગ્ટિન જેવા અગ્રગણ્ય વૈજ્ઞાનિક કહે છે કે આ ભૌતિક જગતનું ચેતના સાથે અનુસંધાન ન કરીએ તો તે એક કલ્પના જ બની રહે છે. જતેદહાડે વિજ્ઞાન પોતે જ તત્ત્વજ્ઞાનીઓએ ભાખેલાં સત્યોને વાચા આપશે એવી શક્યતા પશ્ચિમના વિચારકો આજે જોઈ રહ્યા છે. આધ્યાત્મિક ભારતના જ્ઞાની પુરુષો પ્રત્યે અહોભાવ વ્યક્ત કરતાં તેઓ કહે છે કે, વિજ્ઞાન પણ જાયેઅજાણે તત્ત્વજ્ઞાનની છાવણીમાં આવી રહ્યું છે, કારણકે આઈનસ્ટાઈન, પ્લેક, * ૨૦૯ : TOCTC જ્ઞાનધારા CS1C0 હિઝનબર્ગ, જીન્સ અને એવા બીજા અગ્રગણ્ય વૈજ્ઞાનિકોએ રજૂ કરેલા વિજ્ઞાનના છેલ્લામાં છેલ્લા સિદ્ધાંતોનું ભારતના ઋષિઓ દ્વારા એ સમયે પ્રતિપાદન થયું છે કે જ્યારે પાશ્ચાત્ય સંસ્કૃતિ તો હજી તેના બાલ્યકાળમાં ધૂળમાં રમતી હતી. અધ્યાત્મ માનવના અંતરમાં રહેલ દુર્વાસનાઓના મળને ધોઈ નાખવાનું કામ કરે છે. અધ્યાત્મની સહાય વડે અંતઃકરણ નિર્મળ થયા પછી માનવ પાસે જે કાંઈ શક્તિ હશે તેનાથી એના જીવનમાં સુખ-શાંતિ પ્રસરશે. અન્યથા વિજ્ઞાન દ્વારા શક્તિ અને સમૃદ્ધિ એ કદાચ મેળવી શકશે, પણ સુખ અને શાંતિ માટે વલખાં મારવાનું જ એના નસીબે રહેશે. જૈનોના આગમ સાહિત્યને ચાર વિભાગમાં વિભાજિત કરવામાં આવ્યું છે : (૧) દ્રવ્યાનુયોગ (૨) ગણિતાનુયોગ (૩) ચરણકરણાનુયોગ (૪) ધર્મકથાનુયોગ. જંબુદ્રીપપ્રજ્ઞમિ, સૂર્યપ્રામિ, દ્રીપસાગરપ્રજ્ઞમિ વગેરે આગમો તથા લઘુ ક્ષેત્રસમાસ, બ્રહક્ષેત્રસમાસ, બૃહસંગ્રહણી, લધુસંગ્રહણી તથા જ્યોતિષકરંડક વગેરે ગ્રંથો ગણિતાનયોગ વિભાગમાં આવે છે. તે સમયના પ્રાપ્ત જૈન ગણિતને બે વિભાગમાં બતાવી શકાય. (૧) ગણિતાનુયોગ : ગણિતિક સિદ્ધાંતો (૨) સંખ્યાન : સંખ્યા વિજ્ઞાન. જંબુદ્વીપપ્રજ્ઞમિ નામના જૈન આગમમાં જૈન ગણિત પ્રમાણેની અંક સંખ્યા બતાવી છે. એક રીતે તો તેનો પાયો ૧૦નો જ છે. આમ છતાં ૮૪ લાખની સંખ્યા પછી જૈન સાહિત્યમાં ૧૦ના પાયાની સાથે સાથે ૮૪ લાખનો પણ પાયો બતાવવામાં આવ્યો છે અને એ ૮૪,૦૦,૦૦૦ના પાયાવાળા કુલ ૩૬ અંકો છે. તેને ૧૦ના પાયામાં ફેરવતાં ૨૫૦ આંકડાની સંખ્યા આવે છે જેનું નામ જૈન શાસ્ત્રોમાં હીર્ષપ્રહેલિકા બતાવવામાં આવ્યું છે. જૈન શાસ્ત્રકારોએ ૨૫૦૦ વર્ષ પહેલાં આવી મોટી સંખ્યા બતાવી હતી. જેની આપણે કલ્પના પણ કરી શક્તા નથી. અત્યારનાં આધુનિક ગણકયંત્રોને પણ ૮૪ના ૭૦ અંકોને મેળવતાં લગભગ બે કલાક જેટલો સમય લેવો પડે છે. જ્યારે પ્રાચીનકાળના ભગવાન મહાવીર જેવા કેવળજ્ઞાનીઓએ આવી સંખ્યા ખુબ જ સ્વાભાવિક રીતે કોઈ પણ જાતની ભૂલ વગર જણાવી છે. અહીં નોંધપાત્ર હકીકત એ છે કે આવી મોટી સંખ્યા પણ ભગવાન મહાવીરના સમયથી લઈને શ્રદિવર્ધ્વિગણિ

Loading...

Page Navigation
1 ... 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137