Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 104
________________ OCC જ્ઞાનધારા OC0 જ્ઞાન હતું જ. જૈનોનાં પિસ્તાળીશ આગમ શાસ્ત્રો પૈકીના ગણિતાનુયોગ સંબંધિત સૂર્યપ્રજ્ઞમિ, ચંદ્રપ્રજ્ઞમિ, જંબુદ્વીપપ્રજ્ઞમિ વગેરે જે તેના મૂળ/અસલ સ્વરૂપમાં ઈ.સ. પૂર્વે ૫૫૭ થી ૨૭ સુધીમાં ભગવાન મહાવીર દ્વારા બોલાયેલ માનવામાં આવે છે, તેમાં વર્ગમૂળને કરણ પ્રક્રિયાના નામથી ઓળખવામાં આવ્યું છે અને તેનો પ્રચુર માત્રામાં ઉપયોગ કરવામાં આવ્યો છે, એટલું જ નહિ IIના સ્થળ મૂલ્ય તરીક ૧૦નો વ્યાપક પ્રયોગ પણ કરેલ છે. શ્રી વીરસેન નામના જૈનાચાર્યે તેના સ્થાને ૩૫૫ / ૧૧૩નો પણ ઉપયોગ કર્યો છે. જે આધુનિક ગણિતમાં ભારતીય ગણિતજ્ઞ શ્રીનિવાસ રામાનુજને છેક ઓગણીસમી સદીમાં શોધ્યું. કાળ - સમયનું સ્વરૂપ : અત્યારના વિજ્ઞાનીઓમાં એક વિજ્ઞાની મિ. કાર્લ સેગને એક કૉસ્મિક કેલેન્ડર બનાવ્યું છે તે અને ઈ.સ. ૧૯૭૯માં છપાયેલ ડાર્વિનના વિશ્વપ્રસિદ્ધ પુસ્તક ઑરિજીન ઑફ પાઈસીસમાં આપેલ ચાર્ટમાં કૉસ્મિક બનાવોનું સમયાંકન બતાવ્યું છે, તે પ્રમાણે બનાવોના નામને બાદ કરતાં, તેમાં જણાવેલ સમયગાળાનો ગુણોત્તર, જૈન ગ્રંથોમાં જણાવેલ કાળચક્રના અવસર્પિણીકાળના સમયગાળાને ઘણો મળતો આવે છે. પ્રથમ જિનેશ્વર યુગાદિદેવ શ્રી ઋષભદેવ પ્રભુનાં આયુષ્ય તથા શરીરની ઊંચાઈ વગેરે માટે અત્યારના બુદ્ધિમાન ગણાતા વિજ્ઞાનીઓને અતિશયોક્તિ લાગે, પરંતુ જૈન કાળચક્ર અને કૉસ્મિક કેલેન્ડરનો બારીકાઈથી અભ્યાસ કરતાં, તે જરા પણ અશક્ય કે અસંભવિત જણાતું નથી. અત્યારે પૃથ્વી પર મળી આવતાં મહાકાય પ્રાણીઓના અવશેષોમાં ડિનોસોરના અવશેષો મુખ્ય છે. એ અવશેષોના આધારે ડિનોસોરની લંબાઈ લગભગ ૧૫૦ ફૂટ આવે છે અને તે ડાર્વિનના ચાર્ટ મુજબ મસોઝોઈક સમયમાં થઈ ગયા. આ સમય આજથી લગભગ ૭ કરોડ વર્ષ પૂર્વેનો માનવામાં આવે છે. જૈન દર્શનકારોએ પાંચ જ્ઞાનના પ્રકાર મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાનનું વિશદ્ વર્ણન અનેક આગમ ગ્રંથોમાં કરેલું છે તેમાં અવધિજ્ઞાનનાં લક્ષણો વિસ્મયજનક કે કલ્પોકલ્પિત લાગે એવાં છે, પણ આજના જમાનામાં અવધિજ્ઞાનની શાસ્ત્રોમાં વર્ણવેલી વાતોમાં હવે તથ્ય દેખાય છે. * ૨૦૭ TOCTC જ્ઞાનધારા CCC ત્રણે લોક્ના ત્રણે કાળના સકળ પદાર્થો તેના ગુણો - પર્યાયો વગેરેનું સર્વજ્ઞનું કેવળજ્ઞાન, તેની દૃષ્ટિએ મર્યાદામાં રૂપી પદાર્થોનો જ્ઞાનાનો પ્રકાશ અવધિજ્ઞાનથી થાય છે. જે પદાર્થોને વર્ણ-ગંધ-રસ-સ્પર્શ-આકાર વગેરે હોય જે પાંચેય ઈન્દ્રિયોના વિષયથી અનુભવાય તે પદાર્થને જૈન દર્શનકારો રૂપી પદાર્થ કહે છે અને મર્યાદામાં રહીને ક્ષેત્રથી કાળથી અમુક છતાં અસંખ્ય રૂપી પદાર્થોને પ્રત્યક્ષ જોઈ-જાણી શકે તે અવધિજ્ઞાનની લબ્ધિ છે. આજે હજારો માઈલ દૂરથી આવતા સમાચારો - સંદેશાઓ ઘરેબેઠાં એ જ પરિસ્થિતિમાં આપણે જોઈ શકીએ છીએ, સમજી શકીએ છીએ. સેટેલાઈટની મદદથી ટી.વી. વીડિયો પર માઈલો દૂર બનતા બનાવો એ જ ક્ષણે આપણી હાજરીમાં બનતા હોય એમ આજે જોઈ શકાય છે. મોબાઈલ ફોનથી માઈલો દૂર રહેલી વ્યક્તિ સાથે વાતચીત કરી શકીએ છીએ. વિજ્ઞાનની આ ચમત્કારિક વાતો થોડાં વર્ષો પૂર્વે ગાંડા માણસની વાતો લાગતી, ચક્રમ જેવી વાતો લાગતી, પણ આજ રોજ-બરોજના જીવનમાં એ સહજ પ્રવૃત્તિ બની ગઈ છે, એમ અવધિજ્ઞાનથી આત્મા ત્રણે લોકના રૂપી પદાર્થો જોઈ શકે છે એવી શાસ્ત્રવાતોમાં હવે શ્રદ્ધા બેસે છે. યોગદર્શન સંમત પૂર્વજાતિજ્ઞાન, બૌદ્ધદર્શન સંમત પુલ્વેનિવાસ અને જૈન સંમત અવધિ એ ત્રણેયમાં ગત જન્મોના જ્ઞાનની શક્તિ છે. યોગદર્શન સંમત દિવ્યસોતને સર્વભૂતરુતજ્ઞાનને બૌદ્ધદર્શન સંમત ધિવાય સોતધાતુવા સાથે સરખાવી શકાય, કારણકે બન્નેમાં કર્મની વિશિષ્ટ શક્તિની વાત છે. આ જ્ઞાનોને જૈન સંમત અવધિ સાથે સરખાવી શકાય. બૌદ્ધ સંમત દિવ્યચકબુઆણ અને અવધિ બન્નેમાં અમુક યોજના સુધી જોવાની, ભાવિ જન્મોના જ્ઞાનની અને હજારો લોક જોવાની શક્તિ છે. જૈન દર્શનમાં ભૂતકાલીન અને ભવિષ્યકાલીન એમ બન્ને કાળના જન્મજ્ઞાન માટે એક જ જ્ઞાન (અવધિ)નો ઉલ્લેખ છે. જ્યારે બાંદ્ધ દર્શનમાં ભૂતકાલીન જન્મજ્ઞાન માટે પબૅનિવાસ અને ભવિષ્યકાલીન જન્મજ્ઞાન માટે દિવ્યચકખઆણ એમ બે ભિન્ન જ્ઞાનોનો ઉલ્લેખ છે. સંભવ છે કે ભૂતકાલીન જન્મજ્ઞાન કરતાં ભવિષ્યકાલીન જન્મનું જ્ઞાન મેળવવું કઠિન હોય. પરિણામે તે બન્નેને ભિન્ન ગયાં હોય. ૨૦૮ છે

Loading...

Page Navigation
1 ... 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137