Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 92
________________ TOCTC જ્ઞાનધારા CC0 જ્ઞાનસત્રો આજ સુધી અગિયાર થયાં છે, તેમાં શિબિરો, સેમિનાર, સંગોષ્ટિથી ઘણા વિદ્વાનોએ સહયોગ આપ્યો. જૈન દર્શનમાં રસ-રચિ, ઉત્સાહ-ઉમંગ, જિજ્ઞાસા-જ્ઞાન કેમ વધે તેવી સકારાત્મક પ્રવૃત્તિને વેગ મળ્યો. સંયોજકશ્રીએ ખૂબ જ જહેમત લઇને આ સત્રોને સફળ બનાવ્યાં. સરળ ભાષામાં પુસ્તકો પણ પ્રકાશિત થયાં. - જૈન શાળાનાં બાળકોને સરળતાથી ગમ્મત સાથે જ્ઞાન મળે તેવી વિશિષ્ટ પદ્ધતિથી કેમ સમજાવી શકાય તેવી Look and Learnના નેજા નીચે ઘણાં શહેરોમાં જૈનશાળાની પ્રવૃત્તિને વેગ મળ્યો. અંગ્રેજી, ગુજરાતી, હિન્દીમાં લખાયેલા લેખો પુસ્તકરૂપે તેમ જ મૅગેઝિન પ્રસિદ્ધ થયાં. પીએચ.ડી. પ્રવૃત્તિને પણ વેગ મળ્યો. ખૂબ જ સફળતા સાંપડી. આગમબત્રીસીનું ગુજરાતીમાં અણમોલ સાહિત્ય મળ્યું. આગમના વાંચનથી યુવાનોમાં ધર્મ પ્રત્યે વધુ ઉત્સુકતા જોવા મળે છે. આ આગમ ગ્રંથોને અંગ્રેજીમાં અવતરિત કરવાનો સુંદર અભિગમ પ્રાપ્ત થયો છે. ટૂંક સમયમાં આ સિદ્ધિ હાંસલ થશે. જૈન સામયિકોમાં આવતા લેખો : આગમસૂત્ર પરિચય, જૈન ધર્મકથાઓ, ગણધરવાદ, મહાવીર પ્રભુનું જીવન વગેરેનું વાંચન-ચિંતન-સ્વાધ્યાય અને પરિશીલન કરવાનું ગમે છે. સર્વ વિદ્વાન લેખકોને શ્રી સરસ્વતી દેવી વધુ ને વધુ લખવાની પ્રેરણા આપે તેવી મંગલકામના - શુભકામના. કથા - ડી.વી.ડી. : જૈન ધર્મના અને જૈન સાહિત્યના વિશ્વપ્રચારક પદ્મશ્રી કુમારપાળભાઈ દેસાઈની પ્રભાવક વાણી દ્વારા કથન-કથાયુગનો પ્રારંભ કરી મહાન આત્માના જીવનનું શ્રુતજ્ઞાનનું પાન કરાવી ધર્મપ્રેમી શ્રોતાગણને મંત્રમુગ્ધ કર્યા છે તેમાં કરુણાનિધાન શ્રી મહાવીર પ્રભુની કથા, અનંત લબ્લિનિધાન શ્રી ગૌતમસ્વામીની કથા, આદિનાથ શ્રી ઋષભદેવ ભગવાનની કથા તથા શ્રી નેમ-રાજુલની કથા-ડી.વી.ડી. તૈયાર કરી છે. આ કથાનો લાભ, ઘરના બધા પરિવારજનો, દર્શન, શ્રવણ કરી સમૂહ - ૧૮૩ XXXC şiI4&I I XXX સ્વાધ્યાય અને સામાયિક પુણ્યકર્મ પ્રાપ્ત કરી શકે છે. આ ચારેય કથા (ડી.વી.ડી.) ધર્મક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન કહી શકાય. આગમો અંગ્રેજીમાં અવતરિત કરવાનું યશસ્વી કાર્ય ચાલુ છે તે જિન શાસન માટે ગૌરવની વાત છે. જૈન તત્ત્વના અન્ય આગમ જેવા ગ્રંથોનું દોહન કરી પાંચેક મહાગ્રંથોનું સર્જન થાય તેમ જ આ પાંચ ગ્રંથોને વિશ્વની બધી જ મુખ્ય ભાષામાં અવતરિત કરવાનો પ્રયાસ ઇચ્છનીય છે. આ ગ્રંથોમાં વિશ્વકલ્યાણ અને વિશ્વશાંતિનું ચિંતન પડયું છે. આ શ્રુતસાહિત્ય વિશ્વના ખૂણેખૂણે જિજ્ઞાસુ સુધી પહોંચશે. આગમ ગ્રંથોનું વાંચન અને આગમ પ્રસાર ભક્તિના વિવિધ ભાવો શાસનમાં પ્રવર્તે તેનાથી ઉત્તમ પુણ્યકર્મ, પુરુષાર્થ હોઈ શકે નહિ. વિદેશમાં જૈન ધર્મપ્રવૃત્તિ : વિશ્વ, રાષ્ટ્ર કે સમાજના દરેક પ્રશ્નોનું સમાધાન જિન દર્શનમાં આપેલ છે. જૈન કૉલર પાસે માર્ગદર્શન માટે વિદેશથી ઘણા લોકો અવારનવાર આવે છે. જૈન સમાજ માટે ગૌરવની વાત છે, વિદેશમાં જૈન ધર્મની પ્રવૃત્તિનો વ્યાપ એટલો બધો છે. વિશ્વના ગમે તે ખૂણામાં જૈન સમાજ નાનો હોય તો પણ એક મોટું જૈનવિશ્વ રચી દે છે. અમેરિકા, લંડન, આફ્રિકામાં જેનોની વસ્તી મોટી છે. ત્યાં પર્યુષણ પર્વ દરિમયાન ભારતમાંથી વિદ્વાનોને આમંત્રિત કરી તેમની પાસેથી ધર્મગ્રંથોમાંથી જ્ઞાનની સમજણ સરળ ભાષામાં મેળવે છે. વિદેશમાં પાઠશાળા, સેમિનાર, વિદ્વાનોનાં પ્રવચનો, જૈન સાંસ્કૃતિક કાર્યક્રમો ગોઠવતાં હોય છે. કેન્યા, મોમ્બાસા, નૈરોબી, બર્મા, મલયેશિયા, થાઇલૅન્ડ, સિંગાપોર, સાઉદી અરેબિયા, દુબઈ વગેરે દેશોમાં ત્યાં જૈન સમાજ નાનો હોય, પણ ધર્મની પ્રવૃત્તિઓ જીવંત રાખે છે. જર્મની, રશિયા, ફ્રાન્સ, બેલ્જિયમ, જાપાનમાં જૈન કુટુંબ પણ વસે છે. ધર્મની પ્રવૃત્તિ કરે છે. પરમાત્માના અનંત અનંત ઉપકાર છે. એમની દિવ્ય વાણીની ગંગોત્રી ફળી છે. અંગ્રેજીમાં આ આગમ ગ્રંથો અવતરિત થઈ રહ્યા છે ત્યારે આ માધ્યમથી વિદેશમાં વસતાં ધર્મપ્રેમી જૈન ભાઈઓ-બહેનો લાભ લઈ ધન્યતા અનુભવશે. જૈન ધર્મની જ્યોત ઝળહળતી રહેશે. યુવાનો રાષ્ટ્રીય ધન છે. સમાજને માટે કંઈ કરી છૂટવાની ઉમદા ભાવના છે. - ૧૮૪s

Loading...

Page Navigation
1 ... 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137