________________
TOCTC જ્ઞાનધારા CC0 આગમ - જૈન ધર્મગ્રંથો :
આત્મા તરફ ગમન કરાવે તેને આગમ કહે છે. પૃથ્વી, પાણી, વાયુ, અગ્નિ, વન્યસતિમાં જીવન છે, તેનું દર્શન કરાવે છે તેમ જ શરીરવિજ્ઞાન, ભૂસ્તરશાસ્ત્ર, ખગોળશાસ્ત્રનું દર્શન કરાવે છે. શ્રી ગૌતમસ્વામીએ પ્રભુ મહાવીરસ્વામીને પૂછેલા ૩૬૦૦૦ પ્રશ્નો અને તેના સચોટ જવાબનું વિશાળ આકાર આવેલું છે, અનેકવિધ ધર્મકથાનું નિરૂપણ છે. બોધદાયક કથાનો અખૂટ ખજાનો છે. ઘણી બાબતોની સમજણ આપી છે. વીતરાગપણાની વાણી વીતરાગતાની પોષક હોય છે. આગામોમાં આત્મકલ્યાણની વિભિન્ન પદ્ધતિ બતાવવામાં આવી છે. આગમનું ચિંતન-મનન સ્વાધ્યાય પરિશીલન અજ્ઞાનરૂપી અંધકાર દૂર કરી જ્ઞાનનો દીપક પ્રગટાવે છે. વિશ્વના સમગ્ર વિષયોનું દર્શન તેમ જ પ્રત્યેક સમસ્યાનું સમાધાન આ આગમ ગ્રંથોમાં છે. આગમો રત્નોના ભંડારરૂપ વિશાળ શ્રુતસાગર છે તેમ જ અધ્યાત્મજ્ઞાનનું એક પવિત્ર સ્તોત્ર છે. જિન શાસનના સમગ્ર બંધારણનો પાયો છે, જેનોનો ઉપદેશ ગ્રંથ છે. આગમ ગ્રંથોના આધાર વિના પ્રભુની સાધના કે વિશ્વના સત્યને સમજવું અશક્ય છે. એટલે જ આગમોને જિનપ્રતિમા સરખી ગણીને પ્રભુપ્રતિમા જેટલું જ મૂલ્ય સ્વીકારાયું છે. સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન, સમ્યક્યારિત્ર્ય આ ત્રણેયનો સમન્વય મોક્ષનો માર્ગ બને છે.
જિનાગમમાં ભગવાન મહાવીરે આચારને પ્રથમ સ્થાન આપ્યું છે. આચાર ધર્મનો મેરૂદંડ છે. સુત્ર-સિદ્ધાંતમાં વિચાર-વાણી-વર્તન અને આચારનો, વૃત્તિ, પ્રવૃત્તિ અને નિવૃત્તિનો, ભાવના અને કર્તવ્યનો જે સુમેળ છે તે અનુપમ છે. આગમ સેવા એ જ્ઞાનની ઉપાસના છે. જ્ઞાન એ આત્માનો ગુણ છે. આગમ ભક્તિથી તીર્થકરો પ્રતિ શ્રદ્ધા, અહોભાવ, પૂજ્યભાવ ઉત્પન્ન થાય છે. પરિણામે દર્શન મોહનીય કર્મનો નાશ થાય છે. ઉત્કૃષ્ટ ભાવે સાધના, આરાધના કરવાથી સમ્યકદર્શનની સ્પર્શના થાય છે અને અનેક પ્રકારનાં અંતરાય કર્મ તૂટી જાય છે. જે પોતાના અસ્તિત્વને સમજે છે તે જ આગમના મહત્ત્વને સમજે છે. આગમ શાશ્વત સુખનો મુલાધાર છે. ઉન્માર્ગે ગયેલાને સન્માર્ગે લાવવાની સીડી છે. પરમપદ પ્રાપ્ત કરવા માટે પથદર્શક બોર્ડ છે. આ ત્રસ્ત અને વ્યસ્ત સમયમાં જિનાગમનાં વચનો તનાવ, આકુળતા,
૧૭૯ :
TOCTC જ્ઞાનધારા CS1C0 વ્યાકુળતા દૂર કરે છે. દરેક સૂત્ર-ગાથા પર અનુપ્રેક્ષા કરીએ તો આત્મિક, સામાજિક, વૈશ્વિક, આર્થિક વગેરે અનેક સમસ્યા, વિટંબણા, મુશ્કેલીઓનું સચોટ સમાધાન મળી શકે છે.
જૈન ધર્મકથા :
જૈન ધર્મકથાઓનો પટ કોઈ ઘુઘવતા મહાસાગર સમો વિશાળ છે. આ ધર્મકથાનો ઉદ્દેશ, વિવિધ પ્રતિબોધ, પ્રેરણા અને હિત હિતશિક્ષા દેવાનો છે. પ્રત્યેક વ્યક્તિને આ કથાઓ વાંચવાથી ધર્મ પ્રત્યે રસ-રૂચિ, ઉત્સાહ, ઉમંગ, જિજ્ઞાસા વધે છે. આ કથાના માધ્યમથી બાળકોને, યુવાનોને ઉત્તમ સંસ્કારનું સિંચન થાય છે. મહાવીર ભગવાન, ગજસુકુમાર, શાલિભદ્ર, ઈલાચીકુમાર, મેઘકુમાર, પૂણિયા શ્રાવક વગેરેની કથાનો સારાંશ ઉત્તમ ચારિત્રઘડતર ઘડે છે. બોધપાઠના માધ્યમથી કથા લાંબા સમય સુધી સ્મૃતિપટ પર જળવાય છે. કથાનો વારસો જાળવી રાખવા સહિયારો પુરુષાર્થ કરવો આવશ્યક છે.
ઈલાચીકુમાર તેમ જ મેઘકુમારની વાર્તા પ્રવચનમાં સાંભળવા મળે છે. આ વાર્તાનો સારાંશ આપણને ખૂબ જ સુંદર બોધ આપે છે.
જૈનશાળા: ધર્મ ઈમારતનો પાયો છે, ધર્મની કરોડરજ્જુ છે.
એક ક્ષણ માટે ચિંતન કરીએ, સુંદર ઉપાશ્રયો, ભવ્ય જિનાલયો હશે, પણ પરમાત્માની ભક્તિ કરનારાં બાળકો નહીં હોય તો કેવું લાગે ? ભવ્યાતિભવ્ય ઉત્સવો, મહોત્સવો, ધર્મોત્સવો ઉજવીએ છીએ, પરંતુ હૃદયમાં જૈન ભાવનાઓની ગુંજ નહીં હોય તો કેવું લાગે ? પશ્ચિમની સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરવાથી ગતી પેઢીમાં જૈનત્વના મૂળ સંસ્કારો જ નહીં હોય તો કેવું લાગે ?
આ બધા પ્રશ્નોનો એક જ પ્રત્યુત્તર છે કે જૈન શાળામાં બાળકોને નૂતન પદ્ધતિથી જૈન ધર્મની વાતો કહી, નૂતન અભિગમથી તેમના રસ-રુચિ, ઉત્સાહઉમંગ-જિજ્ઞાસા વધુમાં વધુ કેમ પ્રાપ્ત થાય તે જરૂરી છે. આ સાંપ્રતકાળના પ્રવાહમાં માનવીને ઊર્ધ્વગામી બનાવનાર ધાર્મિક શિક્ષણ છે જે અતિમહત્ત્વનો અને સર્જનાત્મક ભાગ ભજવે છે અને ધર્મના આચરણથી ઉન્નતિના શિખરે પહોંચી જાય છે.
ધાર્મિક શિક્ષણ : (૧) બાળકોને જૈન ધર્મનું પ્રાથમિક જ્ઞાન, જૈન ધર્મનો ઇતિહાસ, જિનાગમની
- ૧૮૦ ૧૪