Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 91
________________ XOXOXC şiILAI OXXOXO સમજણ, જૈન તિથિ, જૈન પર્વો, જૈન ધર્મકથા, ગુરુ, ધર્મ વિષે સમજ, ચતુર્વિધ સંઘ; સામાયિક, નવકારમંત્ર વગેરે વિષયોનું જ્ઞાન તેમ જ સમજ, નાનાં દષ્ટાંતોના માધ્યમથી આપવું જોઈએ. (૨) આધુનિક પદ્ધતિથી આ ધાર્મિક શિક્ષણ આપવું જોઈએ. દશ્યશ્રાવ્યની પદ્ધતિથી ભણાવવા માટે ગુજરાતી, અંગ્રેજીમાં પ્રભુત્વ ધરાવતા તેમ જ પ્રશિક્ષણ પામેલા સ્વયંસેવકો, સેવાભાવી યુવાનોની સેવા આવશ્યક છે. (૩) આજના યુવાનોમાં તત્પરતા છે, તપસ્વિતા છે તેમ જ તેજસ્વિતા છે, પરંતુ તેમને સુસંગત માર્ગદર્શનની જરૂર છે. તેમને સુશ્રાવક બનાવવા પાયાની કેળવણી જરૂરી છે. આગમમાં શ્રાવકાચાર તેમ જ શ્રાવકના ૨૧ ગુણો વિશે સવિસ્તર સમજાવવું જોઈએ. વર્તમાન સંજોગોમાં આ ગુણો કેમ અનુરૂપ રહે તેવી વાતો દષ્ટાંતસભર સમજાવવી જોઈએ. આ જાણવાથી સફળ જીવન જીવવાની અમૂલ્ય ચાવી પ્રાપ્ત થશે. જ્ઞાનપ્રાપ્તિ માટે જીવનમાં નમ્રતા, સરળતા, સહજતા, ઋજુતા આપોઆપ ખીલી ઊઠશે. (૪) વિજ્ઞાનની નવી શોધો, વીડિયો, કૉપ્યુટર, લેપટૉપ, મોબાઈલ, ઇન્ટરનેટથી આજની નવી પેઢી સુપરિચિત છે. આધુનિક સાધનોથી વિશ્વના લોકો એકબીજાથી વધુ નજીક આવતા જાય છે. આ આધુનિક ઉપકરણોની મદદથી જૈન ધર્મમાં રસ-રુચિ ધરાવતા પ્રત્યેક યુવકો ખૂબ ઉત્સાહથી માહિતી આદાન-પ્રદાન કરી શકે. જૈન મહાપુરુષોના જીવનઆધારિત બોધદાયક ચારિત્રઘડતરની વાતો, તેઓનું જીવન-કવન અને એનિમેશન ફિલ્મ પણ બનાવી શકે. કોઈ પણ વસ્તુ શીખવવાની પદ્ધતિમાં નીચેની બાબતો જોઈએ : (૧) સરળ, સુંદર, સચિત્ર, કલરફૂલ સ્લાઈડથી રસપૂર્ણ સમજાવટ (Power presentation). (૨) વૈવિધ્યસભર વાતો (ક) પ્રોત્સાહનકારક તેમ જ હકારાત્મક અભિગમ (૪) જ્ઞાન સાથે ગમ્મત (૫) ધર્મકથાની સુંદર છણાવટથી દેશ-વિદેશમાં રહેતાં બાળકે - યુવાનોને ધર્મ પ્રત્યે જિજ્ઞાસાનું ઝરણું વહેશે. જૈન ધર્મ પ્રત્યે મહાન પુરુષો પ્રત્યે અહોભાવ જાગશે અને અંતરના ઊંડાણથી મારા જિનેશ્વર પ્રભુ આવા હતા ! તેમ એકસાથે બોલશે. (૫) હમણાં થોડાક સમયથી મૅગેઝિનમાં સચિત્ર લેખો, રંગબેરંગી ચાર્ટ - ૧૮૧ ૧૪ STOCTC જ્ઞાનધારા CC0 ચિત્રવાર્તાઓ, નાટકના ધાર્મિક સંવાદો, કર્ણપ્રિય ધાર્મિક સ્તવનો, સ્તોત્ર ગીતો, વાંચતા જ યાદ રહી જાય તેવાં સુવાક્યો પ્રસિદ્ધ થાય છે. શિક વાંચન સરળ શૈલીમાં વાંચવા મળે છે. આ ભગીરથ કાર્યની શરૂઆત છે, પરંતુ જેમજેમ વેગ પકડશે તેમ જ્ઞાનની જ્યોત પ્રત્યેક જૈન-જૈનેતર ઘરમાં પ્રકટશે. આથી જ્ઞાનપિપાસુની ઇચ્છા સંતોષાશે તે નિર્વિવાદ વાત છે. ધાર્મિક શિબિરો : દેશ-વિદેશોમાં જૈન સમાજમાં ધર્મ પ્રત્યે આકર્ષણ વધતું જાય છે. વિષમ બનતા જતા જીવનના દુ:ખ નિવારવા, શાંતિ, પ્રશાંતિ, ઉપશાંતિ માટે ધર્મજાગરૂકતા આવી રહી છે. આ માટે આગમ ગ્રંથોને કેન્દ્રમાં રાખી ધાર્મિક શિબિરો યોજવામાં આવે તો વિદ્વાનો ધાર્મિક શિક્ષણ પ્રદાન કરી શકે. શિબિરમાં તૈયાર થયેલા ધર્મપ્રેમી બીજાં ભાઈ-બહેનોને તૈયાર કરશે અને જ્યોત સે જ્યોત જલે એ ન્યાયે ધાર્મિક પામેલું એક વિશાળ શિક્ષિત જૂથ તૈયાર થશે. શિબિરોમાં પ્રાર્થના, અનુષ્ઠાન, ધર્મપારાયણતા, પ્રામાણિકતા, નૈતિકતા, વ્યસનમુક્તિ, શાકાહારી અભિગમ, પર્યાવરણની રક્ષા, મહાન પુરુષોના ઉપદેશ, તત્ત્વજ્ઞાન અભિપ્રેત છે. આમ દરેક વિષયે સમજણ અને પ્રશ્નોત્તરી કાર્યક્રમ યોજી શકાય. આ અભિપ્રેરણાત્મક (Motivationalપ્રવૃત્તિ, પ્રયોગ, અનુભવ વિશાળ ફલક પર પણ લઈ જઈ શકીએ. લક્ષ્યાંક સફળતાપૂર્વક કર્યા બાદ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સંગોષ્ઠિઓથી વિચારવિનિમય, આદાન-પ્રદાનથી ધર્મ પ્રચાર-પ્રસાર માટે ક્ષેત્રો વિસ્તરશે. સુધર્મા પ્રચાર મંડળ ચાતુર્માસ કે પર્યુષણ પર્વમાં, સંત-સતીજીનો યોગ ન હોય ત્યાં ધર્મઆરાધના કરવા જાય છે. આમ પ્રશિક્ષિત જ્ઞાની વિદ્વાનો ધાર્મિક પ્રવચનો આપે છે. ધાર્મિક અનુષ્ઠાન પણ કરાવે છે. વિદેશમાં પણ ઘણા ધર્મપ્રવર્તકો જિનવાણી સંભળાવવા જાય છે. આમ વિદેશમાં રહેતા ધર્મપ્રેમી જૈનો આ વિદ્વાનોનો પ્રેમથી આદરસત્કાર કરે છે. આ જ્ઞાનસરવાણીનો લાભ લઇ ધન્યતા અનુભવે છે. ત્યાં રહેતા શ્રાવકો એકતા, નિષ્ઠા, ધર્મપ્રેમ, સમર્પણથી પર્વનો આનંદ માણે છે. જ્ઞાનસત્રો : જ્ઞાનસત્રો એ વિદ્વતજનોની અભિવંદના છે. પ્રાણગુર જૈન સેંટર - મુંબઈ દ્વારા - ૧૮૨ LAN

Loading...

Page Navigation
1 ... 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137