Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 97
________________ OCCCS) SOC0 હવે વાત રહે છે વ્યવહારની. વ્યવહારની દષ્ટિથી એ ઉચિત છે કે સાધુ પોતે એનો પ્રયોગ ન કરે કે બીજા પાસે ન કરાવે કે ન એનું અનુમોદન કરે. લાઈટ વગેરેનો ગૃહસ્થો દ્વારા પોતાના ઉપયોગ માટે લેવાના જે પ્રયોગ થાય છે, તો એનાથી પ્રાપ્ત સહજ પ્રકાશ વગેરેનો ઉપયોગ સાધુ દ્વારા કરાય તો એમાં સાધુને દોષ લાગતો નથી. XOXOXC şiILAI OXXOXO ઉત્તમ શ્રાવક અને શ્રાવિકા પણ કરી શકે છે. યુવાન અને બાળકોને જૈન શિક્ષણ આપવાની પદ્ધતિમાં પણ પરિવર્તનની આવશ્કતા છે. બાળકો અને યુવા વર્ગને ધર્મનું જ્ઞાન વધે તે માટે આધુનિક ઉપકરણો અને Interneનો ઉપયોગ કરી શિક્ષણ આપવું જોઈએ. બાળકો અને યુવાનોને ટેલિવિઝન જોવામાં વધુ રસ હોય તો સતત ટેલિવિઝન જોવાનું બંધ કરવાનું ન કહેતાં તેમને ધર્મનાં કથાનકોની સી.ડી. અને ડી.વી.ડી. દ્વારા સાત્ત્વિક વિકલ્પ પૂરો પાડવો પડશે. અહીંયાં ટેલિવિઝન જોવાની પ્રેરણા નથી, પણ બાળકો અને યુવાનોને ધર્મમાર્ગે વાળવા સાત્ત્વિક વિકલ્પની વાત છે. દાનના પ્રવાહની દિશામાં પરિવર્તનની જરૂર છે. દાનનો હેતુ ફક્ત દયા કે કરુણા કરતાં પણ વિશેષ જીવમાત્રનું કલ્યાણ હોવો જોઈએ. ફક્ત દાન દઈને છૂટી ન જતાં, જરૂરિયાતમંદને પગભર, સ્વાવલંબી થવા માટે જરૂરી શિક્ષણ, તાલીમ અને માર્ગદર્શન આપવાં જરૂરી છે. દાનનો પ્રવાહ છે તેનો સદુપયોગ થાય છે કે નહિ તે પણ જોવું અત્યંત આવશ્યક છે. પહેલાં એટલાં વાહનો અને ટ્રાફિક નહોતાં, અકસ્માતો નહોતા થતા. સાધુસાધ્વીઓનું ચાતુર્માસ ક્ષેત્ર સીમિત હતું. વધુપડતાં ગામડાંમાં રહેતા. પાદવિહાર કરતાં, ગોચરી, પરઠવાનું વગેરેમાં મુશ્કેલીઓ નહોતી આવતી. પહેલાં આરોગ્ય અને શરીરનાં સંડાણો સારાં હતાં. હવે માંદગી વધી અને અકસ્માતો વધ્યા. શહેરીજનોને પણ ચાતુર્માસનો લાભ મળવા લાગ્યો. એટલે વિહાર કરવામાં, દૂરદૂર જવાની તકલીફ વધવા લાગી એટલે વિહારમાં વિવેકપૂર્ણ રીતે વ્હીલચેર વગેરેનો ઉપયોગ કરવાની આવશ્યકતા વધી. શું માઈક, લાઈટ, ફોન, મોબાઈલ, ફેક્સ, ટેલેક્સ, કૉપ્યુટર, લેપટૉપ વગેરે ઈલિક્ટ્રિક સાધનોનો ઉપયોગ સાધુ-સાધ્વીજીઓ કરી શકે ? આ બધા પ્રશ્નના જવાબમાં બે મત હોઈ શકે છે. પહેલાં તો એ સમજવું જોઈશે કે આ બધાં સાધનોનો પ્રયોગ જો ગૃહસ્થ એની સુવિધા માટે કરે છે તો એમાં સાધુ-સાધ્વીજીઓ દોષના ભાગીદાર થાય કે નહીં ? બીજી વાત ઇલેક્ટ્રિસિટીના ઉપયોગવાળાં સાધનોથી શું તેઉકાયના જીવની વિરાધના થાય છે ? ઇલેક્ટ્રિસિટી સ્વયં નિર્જીવ છે તો એ આધાર પર આ સાધનોના પ્રયોગમાં તેઉકાયિક જીવની વિરાધનાનો પ્રસંગ કેવી રીતે આવશે ? • ૧૯૩૧ વર્તમાન સમયમાં સાધુ-સાધ્વીજીઓનાં વ્યાખ્યાન સાંભળવાનો લાભ સો, બસો કે તેથી વધુ હજારોની સંખ્યામાં શ્રાવક, શ્રાવિકાઓ લેતાં હોય છે. જો શ્રમણ સંઘ માઈકનો ઉપયોગ ન કરે તો શું તેમને જ્ઞાન મેળવવાથી, સમજવાથી વંચિત રાખવાં ? માઈકનો ઉપયોગ ન કરવામાં આવે તો આગલી થોડી હરોળમાં બેસનારાં શ્રાવક-શ્રાવિકાઓ જ સાંભળી અને સમજી શકે. બાકીના લોકો કંટાળી જાય, વાતો કરે અને છેલ્લે ઊઠીને ચાલ્યા જાય. જ્ઞાનપિપાસુઓની જ્ઞાનની તરસ છિપાવવા માટે માઈક બહુ અગત્યનો ભાગ ભજવે છે. સાધુના નિમિત્તે બનાવેલ આહાર-પાણી ‘આધા કમ' નામના દોષથી દૂષિત કહેવાય. સાધુને તેવો આહાર લેવો કહ્યું નહીં. ‘અતિથિ સંવિભાગ વ્રત'. અતિથિ એટલે મહેમાન. જેની આવવાની કોઈ તિથિ ન હોય. આપણે અહીંયાં આપણાં સાધુ-સાધ્વીજીઓને અતિથિ કહી શકીએ કે આપણને જાણ કર્યા વગર, ગમે ત્યારે આપણા ઘરે ગોચરી માટે પધારે. ગૃહસ્થ પોતાના માટે જે કંઈ બનાવેલ હોય તેમાંથી જ ગ્રહણ કરે તો નિર્દોષ આહાર કહેવાય. સંવિભાગ એટલે આપણે આપણા માટે જે રસોઈ બનાવી હોય એમાંથી થોડુંક જ વહોરે. ઋષભદેવના સમય સુધી કલ્પવૃક્ષો પાસેથી જ ભોજન મળતું હતું. કલ્પવૃક્ષની ફળદાયક શક્તિ મંદ થતાં ભોજનની સમસ્યા ઊભી થઈ. શહેરોમાં સોસાઇટીમાં વિવિધ ધર્મોના લોકોનાં ઘરો હોય છે. વળી બહુમાળી મકાન હોય છે. તેમાં જો સોસાઇટીમાં ઉપાશ્રય કે દેરાસર હોય, સ્થાનકમાં સાધુસાધ્વીજીઓને પરવા માટે યોગ્ય વ્યવસ્થા નથી થઈ શકતી અને તેમને તકલીફ થાય છે. અન્ય ધર્મના લોકો તેઓને સોસાઇટીમાં પરઠવાની પરવાનગી નથી આપતા. પરઠવામાં સ્થાનાદિનો વિવેક ન રાખવાથી જીવ વિરાધના, સંયમ વિરાધના, ગંદકી થાય, તેથી લોકોને અણગમો થાય, રોગ વધે, ઉપદ્રવ થાય, ધર્મની હિલના થાય * ૧૯૪s

Loading...

Page Navigation
1 ... 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137