________________
TOCTC જ્ઞાનધારા CC0 પૂર્વતૈયારીરૂપે મુમુક્ષુએ તપ કરવાની આદત પાડવી જોઈએ. વિવિધ તિથિ, પર્વોના દિવસો, કલ્યાણકોના દિવસોએ તપ કરવું જોઈએ. આહારસંજ્ઞાથી અલિપ્ત થવાનો અભ્યાસ કેળવવો જોઈએ. ખારૂં, ખાટું, સ્વાદ-બેસ્વાદ બધાથી પર થતા જવું જોઈએ. ગરમ-ઠંડું બધું જ ચલાવતા શીખી લેવું જોઈએ, જેથી દીક્ષા લીધા પછી વિવિધ ઉગ્ર તપો કરી કર્મોને તપાવી મોક્ષમાર્ગ તરફ આગળ વધી દીક્ષિત જીવનને સફળ કરી શકે.
આટલી બાહ્ય પૂર્વતૈયારીઓ કર્યા પછી આંતરિક શત્રુઓ પર પણ વિજય મેળવવાની પૂર્વતૈયારીઓ કરવાની હોય છે. માત્ર સાધુનાં કપડાં પહેરી લેવાથી યથાર્થ સાધુ નથી બની શકાતું. સાધુ બનતાં પહેલાં જ વ્યક્તિએ પોતાના કષાયોને ઓળખવા જોઈએ. ધીમેધીમે આદત પાડવી જોઈએ કે કષાયો પરાજયી થાય. ક્રોધને ઉદયમાં જ આવવા દે નહીં. ઉદયમાં આવી જાય તો તેનું શમન કરે. સાધુ બન્યા પછી પારકાને પોતાના બનાવી તેમની સાથે રહેવાનું હોય છે. તેથી બીજા સાથે સહકારથી, સહદયતાથી કેવી રીતે રહેવાય તે શીખી લેવું જોઈએ. નહીં તો સાધુ થયા પછી ઇર્ષા, અહંકાર, કલહ આ બધું જીવનને છિન્ન-ભિન્ન કરી નાખે. વળી, માન કષાય પર પણ કાબૂ મેળવવો જોઈએ. દીક્ષા લેવાનું પ્રયોજન લોકોમાં પોતાની વાહ બોલાય તે ન હોવું જોઈએ. લોકો પોતાને પૂજ્ય ગણે, વદે, બહુમાન આપે આ બધી લાલચો દીક્ષાને સફળ થવા દેતી નથી. માટે દીક્ષા લેતાં પહેલાં જ મનને દઢ કરી લેવું જોઈએ કે હું માત્ર મારા આત્માનું કલ્યાણ કરવા જ દીક્ષા લઉં છું. મનની આવી દઢતા પૂર્વતૈયારીરૂપે કેળવી હોય તો દીક્ષા લીધા પછી આવાં કોઈ પ્રલોભનોમાં અટવાયા વગર માત્ર અવધૂત બનીને આધ્યાત્મિક જીવનનો આસ્વાદ માણી શકે છે.
દીક્ષા લેવાની પૂર્વતૈયારીરૂપે સૌથી મહત્ત્વનો મુદ્દો એ છે કે મુમુક્ષને જ્ઞાન હોવું જોઈએ કે પોતે દીક્ષા કેમ લે છે ? અથવા તો દીક્ષાનું સાચું સ્વરૂપ શું છે. શાસ્ત્રકારો દીક્ષિત વ્યક્તિનો પરિચય કરાવતાં કહે છે કે, આ મહાપંચવ્રતધારક સાધુ અહિંસારૂપી હથિયારથી આત્મા પર લાગેલી કમરક ણોને ઉખાડીઉખાડીને તો જ રહે છે. સત્યરૂપી જળ વડે આત્માનું નવણ કરતો જ રહે છે. અચૌર્યરૂપી અંગલુછણ વડે આત્માને લૂછતો જ રહે છે.
* ૧૯ ૧૭
XXXC şiI4&I I XXX બ્રહ્મચર્યરૂપી પંજણી વડે રહી ગયેલી રજકણોને દૂર કરતો જ રહે છે અને અપરિગ્રહરૂપી તેજથી આત્માને ચળકાવતો જ રહે છે. દીક્ષાના આ પુરુષાર્થથી અંધકારમાં રહેલો આત્મા બહાર નીકળી પરમ તેજ તરફ પ્રયાણ કરી, શુદ્ધબુદ્ધ-મુક્ત બને છે. અનંતશક્તિનો માલિક બને છે અને ચાર ગતિના પરિભ્રમણમાંથી મુક્ત થઈ મોક્ષસુખને પામે છે. દીક્ષા વિષે આટલું જ્ઞાન તો અવશ્ય હોવું જોઈએ, તો જ દીક્ષા લીધા પછી તે સાચો પુરુષાર્થ કરે છે, સફળ પ્રયત્નો કરે છે અને સત્યનો પંથ પકડે છે.
આમ એ નિશ્ચિત્ત થયું કે દીક્ષા લેવાની જે આત્માને ઇચ્છા થાય તેને સાધુધર્મનું પૂરેપૂરું જ્ઞાન હોવું જોઈએ અને આ જ્ઞાન પ્રાપ્ત કરવું ક્યાંથી 9. ગુરુવર્યો પાસેથી, પંડિતજીઓ પાસેથી કે શાસ્ત્રો વાંચવાથી આવું જ્ઞાન અવશ્ય પ્રાપ્ત થઈ શકે, પરંતુ તે વ્યક્તિગત અને મર્યાદિત ક્ષેત્રનું જ્ઞાન થાય. ઘણા તો દૂર નાના ગામમાં રહેતા હોય તો એ પણ શક્ય ન બને. તેથી જૈન સમાજની એક ફરજ છે કે આવા મુમુક્ષો માટે દીક્ષિત જીવનનું પ્રશિક્ષણ આપે તેવી વિદ્યાપીઠો સ્થાપવી જોઈએ, જેમાં સાધુની બહુ નજીકની દિનચર્ય પાળવાની હોય, સાધુજીવનની મર્યાદાઓ પાળવાની હોય અને દીક્ષિત જીવનનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું હોય. | ગુજરાતમાં મહેસાણા શહેરમાં શ્રીમદ્દ યશોવિજયજી જૈન સંસકૃત પાઠશાળા' એક આવી વિદ્યાપીઠ છે, જ્યાં દિનચર્યામાં ૮થી ૧૦ કલાક ધાર્મિક સૂત્રો, શાસ્ત્રો, કાવ્ય, સંસ્કૃત વગેરેનો અભ્યાસ કડક શિસ્ત સાથે કરાવવામાં આવે છે. સાથે જૈન આચાર-વિચારની સમજ આપવામાં આવે છે. તપનિયમ-પૌષધ-વ્રત-નિયમ વગેરેનું પાલન ફરજિયાત કરાવવામાં આવે છે. પાંચ કે છ વર્ષના આવા અભ્યાસ પછી કાં તો તે યુવક દીક્ષા લે છે, કાં તો કુશાગ્ર પંડિત બનીને બહાર નીકળે છે. જે દીક્ષા લે છે તેને દીક્ષિત જીવન પાળવું સ્વાભાવિક લાગે છે, કારણકે તે વિદ્યાપીઠમાં એ જીવન જીવી ચૂક્યો હોય છે. ૧૧૫ વર્ષ જૂની આ વિદ્યાપીઠમાંથી ૧૮૩ મુમુક્ષએ દીક્ષા લીધી છે અને આશ્ચર્યની વાત એ છે કે અહીં નિઃશુલ્ક અભ્યાસ કરાવવામાં આવે છે. ઉપરથી વિદ્યાર્થીઓને સ્કોલરશિપરૂપે ઈનામો આપવામાં આવે છે. આનંદની વાત એ છે
* ૨૦૦ NS